ફિલ્મ ઇન્ડસ્ટ્રી
શરુ થઈ ત્યારથી કૅમેરા ક્ષેત્રે ઘણી બધી ટેકનિકલ ક્રાંતિ આવી છે. ફિલ્મ કૅમેરા રીલ
પર જ શૂટ થઈ શકે એવી એક માન્યતાને અચાનક જ તૂટી ગઈ જ્યારે ડીજીટલ કૅમેરાનો યુગ શરુ
થયો. Red 1, Red 2 અને પછી Red 3નું આગમન થયું અને ડીજીટલ ફિલ્મનો યુગ શરુ થયો. એ સાથે
સાથે ઘણા બધા Red કૅમેરાને કોમ્પીટ કરે એવા PMW EX-1, EX-3 જેવા કૅમેરા સોની કંપનીએ
સીનેવિસ્ટા શરુ કર્યા. અચાનક જ એક DSLR કેમેરો એવો આવ્યો કે જેણે માન્યતા બદલી નાખી
કે ફોટોગ્રાફીના કૅમેરામાં શૂટીંગ ન થઈ શકે. એ કેમેરો છે Canon 5D Mark-II.
(Mark-III પણ આવી ગયો છે). રામગોપાલ વર્માનો ફેવરીટ કેમેરો. રામુજીને પ્રયોગ કરવા ગમે
એટલે એમણે ડિપાર્ટમેન્ટ માટે એક અનોખો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. કોઈ સિનેમેટોગ્રાફર
જ નહીં. આખુ ફિલ્મ ગમે ત્યાં કૅમેરા લગાવીને શૂટ કરવાનું. કોઈ સિનેમેટોગ્રાફીના નિયમોને
અનુસરવાનાં નહીં. Mark II નાનો કેમેરો એટલે ગમે ત્યાં લગાવી દેવાનો, ગમે તે રીતે એંગલ
બનાવવાના, ગમે તેવું લાઈટીંગ યુઝ કરવાનું અને ફિલ્મ બનાવવું. રામુભાઇ માટે પ્રયોગ પણ
બચારા દર્શકોનું શું વાંક?
ફિલ્મમાં અમિતાભ
બચ્ચન, સંજય દત્ત, રાણા દગ્ગુબાટી, વિજય રાઝ જેવા ધુરંધર કલાકારોનો કાફલો હોય અને ખાલી
એક પ્રયોગ માટે વેડફી નાખવાના? સિનેમેટોગ્રાફરનું કામ એટલાં માટે હોય કે દરેક કલાકાર
સુંદર લાગે અને સાથે જોડાયેલુ બૅકગ્રાઉન્ડ પણ સુંદર લાગે પણ અહીં તો જાણે દરેક આર્ટીસ્ટને
ભૂંડો કેમ લાગે એ માટેની સ્પર્ધા હોય એવું જ લાગે. ’કેમેરો ગમે ત્યાંથી મૂકીને પ્રયોગ
ન થઈ શકે ભાઇ રામુ’
એવું કહેવાની કદાચ આ દિગ્ગજ કલાકારોમાં હિંમત નહીં હોય! એક એક દ્ગશ્યને ખરાબ લગાડવા
માટે યુનિટના દરેક સભ્યોએ પૂરેપુરી કોશિશ કરી છે, પછી એ હાથમાં કેમેરો બાંધીને ચા માટેની
ટી-પેન હોય, માથામાં કેમેરો લગાવીને સામેના વ્યક્તિનો ચહેરો હોય કે પછી કારના વ્હીલ
સાથે કેમેરો લગાવીને ચેઝીંગ હોય. રામુજી ત્યાં સુધી પણ અટક્યા નહીં અને કોઈ પણ કારણ
વગર એક રોડમાં કેમેરો લગાવીને ગોળગોળ ફેરવતા રહ્યા. સિનેમાંની દુનિયામાં કહેવાય છે
કે ૧૮૦ ડિગ્રી પર કેમેરો ફરે નહીં પણ અહીં કોઈ પણ ડિગ્રી પર કેમેરો ફરી શકે!
કોઈ પણ ફિલ્મ
માટે સામાન્ય રીતે ક્રિટીક્સ અલગ અલગ અભિપ્રાય ધરાવતા હોય પણ કોણ જાણે પહેલી વાર એક
ચમત્કાર થયો કે એકસામટા બધા જ ક્રિટીક્સ સહમત થયા અને બધાંએ આ પ્રયોગને દર્શકો પરનો
જુલ્મ ગણ્યો. કદાચ જો આ માટે ભારતીય કાયદામાં કોઈ સજા હોત તો રામુજી અત્યારે જેલમાં
હોત! ઘણીબધી વાર ફિલ્મને ગીતો ઉગારી લેતા હોય છે પણ અહીં ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર
ભપ્પી લહેરી, ધરમ-સંદીપ અને વિક્રમ માગીને લેવા છતા એક પણ ગીત કર્ણપ્રિય ન રહ્યું.
નટાલીયા કૌરને ખાસ આઇટમ સોંગ માટે લાવવામાં આવી અને એ પણ ખૂબ જ ટૂંકા વસ્ત્રો સાથે
એમ છતા રામુજી ફરી એકવાર ફેઇલ થયા. ગણેશ જેવા ગ્રેટ ડાન્સ ડિરેક્ટર પણ કોઈ ખાસ કમાલ
દેખાડી શક્યા નહીં. સિધ્ધાંત ઓબેરોય અને અમીત શર્માની જોડે જ્યારે આ ફિલ્મના પ્રોડક્શન
માટે ચર્ચા થઈ ત્યારે બંને પ્રોડ્યુસર્સ એટલાં બધા ઉત્સાહિત હતા કે આ ફિલ્મ હિન્દી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મિશાલ બનશે. બંને ભાઈઓ એ બોલીવુડ હંગામાં પર ઇન્ટર્વ્યુઝ રીલીઝ
કર્યા, ઘણા બધા અખબારોમાં એક અનોખી ફિલ્મ તરીકે રજૂ થઈ છે એવી વાતો કરી અને તમને બધાને
આશ્ચર્ય થશે કે ખરેખર અનોખી જ ફિલ્મ બની! એવી અનોખી કે થિયેટરમાં પહેલા દિવસ પછીથી
માંડ માંડ ૨૦ લોકો જોવા મળ્યા.
લોકોની દ્રષ્ટિએ
ફિલ્મનું કથાનક પણ નબળું હતું પણ મારો પોતાનો અભિપ્રાય આપુ તો નિલેશ ગીરકર એ પોતાની
રીતે ફિલ્મનું કથાનક, ડાયલૉગ બધા પર ખૂબ મહેનત કરી હોય એવું દેખાય છે. ફિલ્મને સફળ
બનાવવા માટે સ્ટોરીને જે રીતે ટ્વીસ્ટ કરી છે એ જોતા કથાસાર ખરાબ હતો એવું કહી ન શકાય.
રામુના ફેવરીટ વિષય અન્ડરવર્લ્ડ પરની વાત હોય એટલે રામુજી વાર્તામાં તો ખાસ ધ્યાન આપે
જ એવું મારુ માનવું છે. અન્ડરવર્લ્ડની તાકાતને નાથવા માટે એક ખાસ ડિપાર્ટમેન્ટ બનાવવામાં
આવે છે. આ ડિપાર્ટમેન્ટના વડા તરીકે મહાદેવ ભોસલે (સંજય દત્ત)ને મૂકવામાં આવે છે. મહાદેવ
ભોસલે એક ટીમ બનાવે છે. ગુસ્સા અને એનકાઉન્ટરના કારણે સસ્પેન્ડ થયેલા ઇન્સ્પેક્ટર શિવનારાયણ
(રાણા દગ્ગુબાટી)ને ટીમમાં જોડવામાં આવે છે. અંડરવર્લ્ડ બે મહાસત્તા દ્વારા ચાલતું
હોય છે. ગૌરી અને સવાતીયા(વિજય રાઝ). સવાતીયાની ટીમનો મુખ્ય માણસ ડી.કે (અભિમન્યુ સિંઘ)
ડી.કે. ની પ્રેમિકા નાસિર (મધુ શાલીની) બંને સવાતીયા સાથે હોવા છતા વિરોધી હોય છે.
આ ઉપર એક ત્રીજી સતા પોલીટીક્સ પણ હોય છે અને એના લીડર છે સરજેરાવ ગાયકવાડ (અમિતાભ
બચ્ચન). ફિલ્મમાં કોણ કોની સાથે ભળેલુ છે અને કોણ કોના માટે કામ કરે છે એ પ્રશ્ન આખર
સુધી ઊભો જ રહે છે. લાગણી, ફરજ, મિત્રતા અને વફાદારી વચ્ચે મહાદેવ તરીકે સંજય દત્ત
એ ખૂબ સારી રીતે ન્યાય આપ્યો છે અને સાથ આપતી બંને હીરોઇન લક્ષ્મી માંચુ અને અંજના
સુખાનીના ભાગે વધુ કામ ન હતું પણ છતા જેટલું કરવું જોઇએ એટલું કામ તો કર્યું જ છે.
રામુ એ ખૂબ સારા
કલાકારો લેવાના કારણે ફિલ્મનું બજેટ ૩૦ કરોડ રહ્યું. ભારતભરમાં ૪૦૦૦ ટૉકીઝ રીલીઝ કરી
પણ હાય રે નસીબ કે હાય રે પ્રયોગ બોક્ષ ઓફીસનું ત્રણ દિવસનું કલેક્શન માત્ર ૭ કરોડ
જ થયું. જો કે રામુભાઇ આથી ગભરાય એવા નથી. દર્શકોને ફરી આવું કંઈક નવું સહન કરાવવાની
તૈયારીમાં લાગી જ ગયા હશે. આ ફિલ્મ માટે વિનય અભિજીતને એડીટીંગ માટે સલામ કરવી જ પડે.
૬ કૅમેરાથી શૂટીંગ અને કોઈ પણ જાતના નિયમો વગર… એમ છતા વિનય એ જે રીતે એડીટ કર્યું અને
જે રીતે દર્શકોનું માથુ દુખાડયું, ભાઇ વખાણ તો કરવા જ પડે….
પેકઅપ: ફિલ્મમાં હીરો થવા માટે મેઇલ આર્ટિસ્ટ હવે
ખાલી રૂપિયા આપીને છૂટી શકતા નથી….
No comments:
Post a Comment