હિન્દી ફિલ્મ સર્જકોની જો કોઈ સૌથી મોટી તકલીફ હોય તો ફિલ્મ
રીલીઝ કરવાની. એક સામાન્ય બજેટની ફિલ્મ બનાવવી હોય તો અત્યારના સંજોગોમાં ૧ કરોડ એ
કોઈ એવડી બધી એમાઉન્ટ નથી કે પ્રોડ્યુસર્સ ના મળે પણ ફિલ્મ બનાવી લીધા પછી આ ફિલ્મને
રીલીઝ ક્યાં કરવી? જો રીલીઝ મળે તો કોઈ પણ ફિલ્મ એટલી કમાણી તો કરી જ લે છે કે ફિલ્મનો
ખર્ચ નીકળી જાય. ફિલ્મ રીલીઝ કરવા માટેની બે રીત છે એક તો કોઈ મોટી રીલીઝીંગ કંપની
તમારો હાથ ઝાલે અથવા તમે મેઇન સ્ટ્રીમ સિનેમાને બદલે એવૉર્ડ માટેની ફિલ્મ બનાવો. આ
ફિલ્મને અલગ અલગ એવૉર્ડમાં લઈ જાવ અને પછી એકાદ કેટેગરીમાં તો તમને એવૉર્ડ મળી જ રહે
ત્યારે ’૧-૨-૩-૪-૫ એકેડેમી એવૉર્ડ વિનર’ લખીને ફિલ્મ રીલીઝ કરો એટલે ચાલી જાય. આવા
જ કોઈ આશયથી ફિલ્મ ’બી.એ. પાસ’ બનાવવામાં આવી પણ ઓવરઓલ ફિલ્મ તો નાપાસ જ થાય એવી છે....
ફિલ્મનું એડપ્શન
મોહન સિક્કાની શૉર્ટ ફિલ્મ ’ધ રેલ્વે આન્ટી’ પરથી કરવામાં આવેલુ છે અને ફિલ્મનો સ્ક્રીન્પ્લે
રીતેષ શાહે લખેલો છે. જો કે શૉર્ટ ફિલ્મ કરતા આ ફિલ્મમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા
છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને ડિરેક્શન એમ બેવડી જવાબદારી અજય બહલે સંભાળી છે. અજય
બહલની સિનેમેટોગ્રાફીના થોડા ચમત્કાર જોવા મળ્યા અને ડિરેક્શનમાં પણ ક્યાંક સારુ લાગ્યું
પણ ફિલ્મની વાત કરીએ તો જ્યારે શૉર્ટ સ્ટોરીને લોંગ બનાવવી હોય ત્યારે ખેંચવી તો પડે
જ અને એ સ્ક્રીન પર વર્તાય પણ આવે. આ ઉપરાંત સ્ટોરીલાઈન પણ એટલી જ મહત્વની છે કેમ કે
તમે આખરે સાબિત શું કરવા માંગો છો એ જ જો દર્શકોને કનવીન્સ ન કરી શકો તો તમારી રજૂઆત
પાણીમાં જાય!
ફિલ્મ દિલ્હીમાં
શૂટ કરવામાં આવી છે એટલે પંજાબી બૅકગ્રાઉન્ડથી ફિલ્મ શરૂ થાય છે. પંજાબી સામાન્ય ફેમીલીમાં
માં-બાપના મર્યા પછી એક ભાઇ અને બે બહેનો મોટી બહેનના ઘેર રહે છે. સતત દબાતો શદબ કમાલ
(મુકેશ) શિલ્પા શુક્લા (સારિકા)ના પરિચયમાં આવે છે. સારિકા રાજેશ શર્મા (ખન્ના)ની પત્ની
છે. શદબને શિલ્પા સેક્સ શિખવાડે છે અને પછી ગીગોલો (મેલ પ્રોસ્ટીટ્યુશન)ના ધંધામાં
લગાડે છે. શદબ પૈસા કમાવવા લાગે છે. બહેનના ઘેર ઝગડો થતા પોતે કમાયેલા રૂપિયા શિલ્પાની
પાસે મૂકી આવે છે અને બરાબર એ સમયે જ રાજેશ શર્મા આવી જાય છે. શદબ તેના એક મિત્ર દિબ્યેન્દુ
ભટ્ટાચાર્ય (જોની) સાથે રહેવા લાગે છે. પકડાય ગયા પછી કામ નથી મળતું અને રૂપિયા શિલ્પા
પાસે છે. અંત સારો અને ટ્વિસ્ટ વાળો છે એટલે હું નથી લખતો પણ આ વાત રજૂ કરવા માટે એક
સારા ડિરેક્ટરને વધુમાં વધુ ૩૦ મીનીટ જોઈએ જે માટે અજય બહલે ૧.૧૦ મીનીટ લીધી.
અજય બહલની પહેલી
પસંદગી રીચા ચઢ્ઢા હતી પણ આખરે શિલ્પા પસંદ કરવામાં આવી. શિલ્પા મૂળભૂત રીતે ગુજરાતી છોરી છે. અસ્મિતા થિયેટર સાથે જોડાઈને ઘણું સ્ટેજ
પરફોર્મ કર્યું છે. શિલ્પાને ફિલ્મમાં પહેલો બ્રેક ૨૦૦૩માં ’ખામોશ પાની’માં
મળ્યો. આ પછી ૨૦૦૫માં ’હજારો ખ્વાઇશેં ઐશી’ કરી પણ નામના મેળવી ’ચક દે ઇન્ડિયા’થી.
’ચક દે ઇન્ડિયા’ માટે
ઘણા એવૉર્ડ ઉપરાંત ફિલ્મફેર એવૉર્ડમાં નોમીનેશન પણ મળ્યું. આ પછી એણે ’ફ્રોઝન’ અને
’ભીંડી બજાર’ કરી.
આ બંને ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર ખાસ નામના નહોતી મેળવી શકી પણ શિલ્પાના એક્ટીંગ માટે
વખાણ કરવા જ પડે. આ ફિલ્મમાં પણ શિલ્પાની એક્ટીંગ ખરેખર સારી છે. દિબ્યેંદુ ભટ્ટાચાર્ય
આ પહેલા ’દેવ ડી’ અને ’બ્લેક ફ્રાય ડે’ અનુરાગ કશ્યપ સાથે કરી ચૂક્યો છે. જોનીના
પાત્રમાં દિબ્યેંદુ પણ સારુ એક્ટીંગ કરે છે. જો કે સિનેફેન ફેસ્ટિવલ ઑફ એસીયન એન્ડ
અરબ સિનેમામાં આ ફિલ્મ પ્રથમ રીલીઝ કરવામાં આવી ત્યારે એવૉર્ડ શદબને મળ્યો. જો કે મને
શદબ કરતા બીજા કલાકારોની એક્ટીંગ વધુ પસંદ પડી. એક્ટીંગની દ્રષ્ટિએ ફિલ્મ સારી છે પણ
ઓવરઓલ પર્ફોર્મ્ન્સ નબળું પડે છે.
ફિલ્મમાં દિપ્તી
નવલને એક ગ્રાહક તરીકે લાવવામાં આવે છે. દિપ્તી નવલના પતિ પથારીવશ છે અને જે રાતે એ
ગીગોલો બૂક કરે છે એ રાતે જ એના પતિનું અવસાન થાય છે. આ વાત જો ફિલ્મ માંથી દૂર કરવામાં
આવે તો ફિલ્મ માંથી કંઈ જ ઓછું થતું નથી પણ ફિલ્મને લંબાવવા માટે આવું એક પાત્ર ખાસ
ઊભું કરવામાં આવ્યું છે. ફિલ્મને ’એ’ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે કેમ કે ફિલ્મનો
મુખ્ય બેઝ સેક્સ જ છે. જો કે અજય બહલનું કહેવાનું એવું થાય છે કે "ફિલ્મ આર્ટીસ્ટીક
રીતે રજૂ થયેલી છે એટલે ફિલ્મ સેક્સ ઓરીયેન્ટેડ નહીં લાગે. દરેક સિન ફિલ્મની જરૂરિયાત
છે" આટલે જ ન અટકતા અજય બહલ ઉમેરે છે કે "આ ફિલ્મ ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં
રજૂ થઈ છે માટે જો નગ્નતા જ ફિલ્મનો બેઝ હોત તો આવું ન બનત". જો તમે આરામથી અભ્યાસ
કરો તો લગભગ ૫થી ઉપર આ ફિલ્મ એવૉર્ડ જીતી ચૂકી છે પણ કોઈ પણ ફેસ્ટિવલ એવો નથી કે જે
સેલ્યુટેબલે હોય. સામાન્ય દર્શકો માટે બે પીછાં વચ્ચે દોરેલા એવૉર્ડ એટલે બહુ મોટી
ઘટના પણ અભ્યાસુ માણસ આ ફિલ્મ ફેસ્ટીવલ્સનો અભ્યાસ કરશે તો તરત જ ખબર પડશે કે આ ફેસ્ટીવલ્સમાં
માંડ માંડ આઠ કે દશ એન્ટ્રી આવતી હોય છે!
આર્ટ ફિલ્મ બનાવવી
હોય ત્યારે એ નિયમ એ નથી કે ફિલ્મની પેસ ધીમી જ રાખવી જોઈએ. હાં રજૂઆત ચોક્કસ પણે સુંદર
હોવી જ જોઈએ. ઇન્ટરવલ સુધી તો ફિલ્મ એટલી ધીમી ચાલે છે કે કોઈ ઘટના વગર જ મધ્યાન્તર
આવી જાય છે. ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી આગળ વધે છે પણ એટલી ગતિ સાથે નહીં કે તમે આગલાં
દ્ગશ્યની રાહ જોતા રહી જાવ. ફિલ્મને મસ્ટ વોચ લીસ્ટમાં ન રાખતા ૨ સ્ટાર તો આપી જ શકાય...
પેકઅપ:
તમે ગમે તેવું નવું પેન્ટ ખરીદો એમાં બે કાણા તો હોવાના જ...
.
.
....નહિતર પગ ક્યાંથી નાખવા?
No comments:
Post a Comment