ફિલ્મ બનાવવા માટે ઘણા બેઝીક રુલ્સ છે તેમ જ ફિલ્મ જોવા માટે
પણ રુલ્સ નક્કી થતા હોય તો ઘણા લોકો ખર્ચ કરવા માંથી બચી જાય. હાલ દર્શકો માટે ઘણી
સગવડતા છે કે અસંખ્ય લોકો રીવ્યુ લખતા થઈ ગયા છે ત્યારે ક્યા લખનારનો ટેસ્ટ મારા જેવો
છે એ જોઈ એમનો રીવ્યુ વાંચી ફિલ્મ જોવામાં સમય બગાડવો કે નહીં એ નક્કી કરી શકાય પણ
આ હાલતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ તો રીવ્યુ લેખકની થાય છે. ફિલ્મ હથોડો હોય કે સારુ હોય
ફિલ્મ જોવું જ રહ્યું અને એ ઉપરાંત દરેક વ્યક્તિનો ટેસ્ટ સરખો ન હોવાને લીધે વિરોધ
પણ સહન કરવો પડે. જો કે ’ઇશક’ માટે મોટાભાગના દર્શકો મારી સાથે સહમત થશે અને કદાચ રીવ્યુ
લેખકો પણ... ફિલ્મ ક્યારે પુરુ થશે એની રાહ જોઈને થાકી જવાયું એટલે ’ઇશક’ પ્રેમથી
જોવા ન જવું...
મનીષ તિવારી
ફૂડ & એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન કંપનીમાં રોમમાં નોકરી કરતા પણ અભ્યાસ સમયથી જ ફિલ્મ
સોસાયટીની કેમ્બ્રીજ ખાતે શરૂઆત કરી હતી. એ દરમિયાનમાં ’રામનગર’, ’લો
મથાંગ’ ડોક્યુમેન્ટરીઝને
સારો પ્રતિભાવ મળ્યો હતો અને એમણે પોતાની પહેલી ડેબ્યુટ મુવી ’ દિલ, દોસ્તી એસેટ્રા’ પહેલા
પાંચેક શૉર્ટ ફિલ્મ્સ પણ બનાવી હતી. એમની પહેલી ફિલ્મ આઇ.આઇ.એફ.એ. માં બેસ્ટ ડેબ્યુટ
ડિરેક્ટર તરીકે નોમીનેટ પણ થયા પણ જો ફિલ્મ જોયું હોય તો ખબર પડે કે એ પણ વેસ્ટ ઑફ
ટાઈમ હતું. ક્રિટીક્સે આશ્ચર્ય વચ્ચે ૨ સ્ટાર આપેલા પણ ઘણા વધારે હતા. એમની બીજી ફિલ્મ
એટલે ’ઇશક’માં
પણ એવું જ થશે એવી આશા છે. નબળા ડિરેક્શનનો ખરેખર સરસ રીતે અનુભવ થાય છે.
ફિલ્મમાં લીડ
રોલ પ્રતિક બબ્બરને આપવામાં આવ્યો છે. પ્રતિકે શરૂઆતના સમયે પોતાનું નામ માત્ર પ્રતિક
જ લખવાનો આગ્રહ રાખ્યો હતો કેમ કે પ્રતિક એવું ઇચ્છતો નહોતો કે રાજ બબ્બર અને સ્મિતા
પાટીલનો છોકરો છે જેના લીધે એને વધારાનું ફૂટેજ મળે. પ્રતિકને શરૂઆતમાં તો રસ પ્રોડક્શન
તરફ જ હતો. પ્રતિકે પ્રહલાદ કક્કર (એડ મેકર) સાથે મળીને ઘણી ટેલિવિઝન કોમર્સિયલ એસ
એ પ્રોડક્શન આસિસ્ટન્ટ કરી પણ આર્ટિસ્ટના છોકરાઓ ફિલ્મથી ક્યાં દૂર રહી શક્યા છે!
’જાને તું, યા જાને ના’થી ફિલ્મ ક્ષેત્રે એન્ટ્રી કરી. આ પછી ’ધોબીઘાટ’, ’દમ
મારો દમ’, ’આકર્ષણ’, ’માય
ફ્રેન્ડ પીન્ટો’, ’એક
દિવાના થા’ કરી
પણ ક્યાંય પ્રતિકનું કામ વખાણવામાં આવ્યું નથી અને છેલ્લી ફિલ્મ ’ઇશક’ પણ
આગલી ફિલ્મ જેવી જ રહી. ફિલ્મમાં હીરોઇન તરીકે
અમીરા દસ્તુરને લેવામાં આવી છે. અમીરા દસ્તુરનું આ પહેલું ફિલ્મ છે. અમીરા આ પહેલા
’કલિન & ક્લિયર’, ’એરટેલ’ અને ’માઇક્રોમેક્સ’ની એડમાં જોવા મળી હતી. અમીરામાં કોઈ પણ પ્રકારની
હીરોઇન વેલ્યૂ નથી કે નથી એક્ટીંગ. એક નાના રોલમાં ઇવલિન શર્મા જોવા મળી. ઇવલિન વિશે
આ પહેલા પણ લખી ચૂક્યો છું છતા કહું કે ’યે જવાની હૈં દિવાની’ અને
’ઇશક’ જુઓ
ત્યાં જ ખબર પડી જાય કે ડિરેક્ટરનો હાથ બદલવાથી કલાકારની એક્ટીંગ કેટલી વિચિત્ર લાગે
છે. ફિલ્મમાં રવિ કિરણ છે. રવિ એટલે ભોજપુરી ફિલ્મનો બેતાજ બાદશાહ. રવિની આજે ’બજાતે
રહો’ પણ
રીલીઝ થઈ છે અને જ્યાં સુધી સાંભળ્યું છે એ પણ ફ્લોપ જ રહેશે. રવિ કિરણ હવે જ્યારે
સારી બ્રાન્ડ બની જ ગયો છે ત્યારે તેણે સમજીને ફિલ્મ્સ સાઇન કરવી જોઈએ. ડિરેક્ટરનો
ફેર સૌથી વધુ નજરે પડે છે વિનીત કુમાર સિંઘમાં અને પ્રકાશ નારાયણમાં. વિનીત કુમાર સિંઘ
એટલે ’બોમ્બે ટૉકીઝ’માં અમીતાભને મુરબ્બો ચખાડવા જતો યુવાન. અને પ્રકાશ નારાયણ
એટલે ’મર્ડર 2’ નો વિલન. આ બંનેને આ પહેલાની ફિલ્મ્સમાં જુઓ તો ખૂબ મોટી આશાઓ બંધાય
પણ અહીં આ ફિલ્મમાં વેડફવામાં આવ્યા છે. સુધીર પાંડે પણ વર્ષોથી ફિલ્મ સાથે સંકળાયેલા
છે. આમ તો ફિલ્મમાં ગેંગના મુખ્ય માણસ બતાવવામાં આવ્યા છે પણ કોઈ પણ રીતે પાત્ર બહાર
આવતું નથી. નીના ગુપ્તા જેવી ગ્રેટ આર્ટિસ્ટને પણ વેડફવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે.
મકરંદ વિચિત્ર પાત્રો ભજવવા માટે જાણીતો છે. મકરંદનો દેખાવ જ એક્ટીંગ કરે છે. આ ફિલ્મમાં
મકરંદને બાબાનું પાત્ર આપવામાં આવ્યું છે. આ પાત્ર શા માટે રાખવામાં આવ્યું છે એ જ
નથી સમજાતું! ઓવરઓલ ગુડ એક્ટર્સ વચ્ચે નો એક્ટીંગની સ્પર્ધા હોય એવો અહેસાસ થાય છે.
બે રાઇવલરી ગૃપના
છોકરા છોકરી વચ્ચે પ્રેમની કોણ જાણે કેટલી બધી ફિલ્મ્સ આપણે જોઈ લીધી હશે. હવે જો આવો
જ વિષય પકડવો હોય તો વાત મજબૂત બનવી જોઈએ. ફિલ્મની વચ્ચે મસાલો ચોક્કસ ઉમેરી શકાય પણ
જો મસાલા વચ્ચે ફિલ્મ મૂકવામાં આવે તો દર્શકોની ઇચ્છા કફોડી થઈ જાય છે. પ્રતિક મિશ્રા
ખાનદાનનો છોકરો છે અને અમીરા કશ્યપ ખાનદાનની છોકરી છે. બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે
અને આ પ્રેમ કેમ કેવી રીતે કે પ્રેમનું ટ્રાન્સીસન પણ સ્ટોરીમાં બરાબર નથી તો પણ આપણે
સ્વીકારી લઈએ તો અચાનક જ ત્રણ પાત્રો ફિલ્મમાં ઉમેરી દેવામાં આવે. આશ્ચર્યની વાત તો
એ છે એક એક યંગ છોકરો જેને સીધો પોલીસ કમિશ્નર તરીકે દર્શાવવામાં આવે અને જેના લગ્ન
અમીરા સાથે કરવાની વાત રવિ કિશન ચલાવે. આમ જ અચાનક એક પાત્ર ઉમેરાય પ્રકાશ નારાયણનું
જે નક્કસલીસ્ટ છે. આ પાત્ર શું કામ? શા માટે? જેવા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આપતું
અને બસ રવિ કિશનને મારવા માટે પાછળ ફરતો દેખાય છે. આ રીતે જ મકરંદ દેશપાંડે પણ બાબા
તરીકે પ્રતિકને સાથ આપતું પાત્ર છે પણ પૂરક પાત્ર જ. રવિ કિશનને તેની ભાણેજના પ્રેમની
ખબર પડતા પ્રતિકને મારવા જાય છે અને તેને ગોળી લાગે છે. હવે બદલો તો લેવો જ પડે અને
છેલ્લે હીરો-હીરોઇન મરે તો જ ઓડિયન્સની સહાનુભૂતિ મળે ને? વાર્તા પણ મનીષ તિવારીની
જ છે એટલે પછી હવે રાઇટરને દોષ પણ આપી શકાય એમ નથી!
મ્યુઝિકમાં આજકાલ
નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે એક કરતા વધારે મ્યુઝિક ડિરેક્ટર લેવામાં આવે પણ આવો પ્રયોગ
જો મોટા બૅનર વાળા કરે તો ચાલે પણ જ્યારે નાના બૅનર વાળા માટે મજબૂરી હોય છે. આ પાછળનું
કારણ એ હોય છે કે ઘણા ગીત ફિલ્મ માંથી છોડી દેવામાં આવે છે. આવા ગીતો ખૂબ સસ્તા મળી
જાય છે અને બીજુ કારણ એ હોય છે કે નવા મ્યુઝિક ડિરેક્ટર પાસેથી એકાદ જ સારુ ક્રીએશન
મળી શકે. આ ફિલ્મમાં સચીન-જીગર, ક્રષ્ન અને સચીન ગુપ્તાએ ગીતનું મ્યુઝિક આપ્યું છે
અને બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રસાન્ત પીલ્લાઇને હિસ્સે ગયો છે. ગીતો સાવ ખરાબ નથી પણ ગીતનું
પીક્ચરાઇઝેશન ખરાબ છે જેથી જામતું નથી.
ફિલ્મનું સૌથી
નબળું પાસું હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી છે. વિશાલ સિંહા જેવા ગ્રેટ સિનેમેટોગ્રાફર
આવી ખરાબ સિનેમેટોગ્રાફી કેમ કરી શકે એ સૌથી મોટું આશ્ચર્ય છે! વિશાલ સિંહાએ તાજેતરમાં
જ ’રાઝણા’ની સિનેમેટોગ્રાફી
પણ સંભાળી હતી જે કોઈ પણ રીતે નબળી ન હતી. આ પહેલાની વિશાલની ફિલ્મ્સ ’ભૂત’, ’ડરના
મના હૈં’, ’અબ
તક છપ્પન’ જરા
પણ નબળી ન હતી. આ પરથી આપણે ધારીએ કે સિનેમેટોગ્રાફીમાં પણ મનીષે ટાંગ અડાડી હશે. સ્ટાર
આપવાની વાત હોય તો સ્ટાર આપવાની મારી હિમ્મત નથી થતી...
પેકઅપ:
"અમુક લોકો ફિલ્મ બનાવે છે અને અમુક લોકો પ્રોડ્યુસરને
બનાવે છે"
No comments:
Post a Comment