Friday, 1 February 2013

વિશ્વરૂપ: ભારતમાં પણ વિશ્વ કક્ષાની ફિલ્મ બની શકે!






          "જુઓ એક તો આ ફિલ્મ છે અને ફિલ્મના બે જ પ્રકાર હોય છે, સારુ ફિલ્મ અને ખરાબ ફિલ્મ. ફિલ્મ હીટ છે કે ફ્લોપ એ નક્કી કરનારો વર્ગ એ જ છે જે ફિલ્મની ટીકીટ ખરીદે છે. હું આશા રાખુ છું કે કમલ હસનના બધા જ ફેન એમને સપોર્ટ કરશે જેમ હું ફુલ્લી સપોર્ટ કરી રહ્યો છું. ભૂલી ગયા ’એક દુજે કે લીયે? હું કમલ હસનને સપોર્ટ કરુ છું. સિનેમા હોલની બહાર ઊભા રહો અને લોકોને ફિલ્મ જોવાનું કહો. આ ફિલ્મ છે મિત્રો, મનોરંજન, લો એન્ડ ઑર્ડરને આનાથી શું વાંધો હોઈ શકે? જાઓ અને કહો કે તમારે આ ફિલ્મ જોવું છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કહે છે કે સેન્સર થયા પછી ફિલ્મને કોઈ રોકી ન શકે. એક તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ તરફથી સપોર્ટ નથી મળતો સિવાય કે ફેન્સ. બસ ટેક્સ પર ટેક્સ અને હવે ફિલ્મને રીલીઝ થતી અટકાવવી...વાહ!!" સલમાન ખાનની આ બળતરા ખોટી નથી. ફિલ્મ એ મનોરંજન છે જેને મનોરંજન તરીકે જ જોવું જોઈએ પણ ભારતીય પબ્લીકની આ ધાર્મિક લાગણી એવી છે કે જે ગમે ત્યારે દુભાય શકે છે! કેટલી સસ્તી માનસિકતા પર લોકો આવી ગયા છે કે ફિલ્મને ફિલ્મ તરીકે જોવાને બદલે ધાર્મિક રીતે જોવાય છે! તમે જો ફિલ્મના શોખીન હો તો એક વાર થિયેટર પર જઈને ફિલ્મ જોઈ આવજો. મારી જેમ તમને પણ આશ્ચર્ય થશે કે ભારતમાં પણ વિશ્વ કક્ષાની ફિલ્મ બની શકે!


        ફિલ્મની વાત કરતા પહેલા આપણે થોડી ફિલ્મને લગતી કોન્ટ્રાવર્સીની ખણખોદ કરીએ. ફિલ્મ માટે કમલ હસને ખૂબ મહેનત કરી હતી અને પહેલો વિવાદ એ થયો કે કમલ હસન ફિલ્મને ડી.ટી.એચ. પર પ્રથમ રીલીઝ કરવા માગતા હતા કેમ કે ડી.ટી.એચ. તરફથી એક માતબર રકમ આ ફિલ્મને ઑફર કરવામાં આવી હતી. આ સાથે જ ડીસ્ટ્રીબ્યુટર્સ અને અન્ય લાગતા વળગતા લોકોને તકલીફ શરૂ થઈ. જો કે આ વાત પર મારા અંગત અભિપ્રાય મુજબ કમલ હસન ખોટા હતા. કમલે પોતાની આ ડિમાન્ડ પડતી મૂકી અને પ્રથમ થિયેટરમાં જ ફિલ્મ રીલીઝ કરવામાં આવશે એવું સ્વીકાર્યું. આ પછી બીજી કોન્ટ્રાવર્સી એવી ઊભી થઈ કે ફિલ્મના ટેલિવિઝન રાઇટ્સ કોને આપવા. એક તરફ તામિલનાડુના સી.એમ. જયલલિતાની જયા ટીવી અને બીજી તરફ વિજયા ટીવી. જ્યાં લાભ વધારે થતો હોય ત્યાં જ રાઇટ્સ આપવામાં આવે આથી ’વિશ્વરૂપ કે જેનું તામીલ નામ ’વિશ્વરૂપમ છે એના ટી.વી. રાઇટ્સ વિજયા ટીવીને આપવામાં આવ્યા. જયલલિતા તો બરાબર ધ્યાનમાં રાખે એવી સ્ત્રી. એ સાથે હમણાં જ એક જાહેર કાર્યક્રમમાં ચિદમ્બરમ અને જયલલિતા એક સ્ટેજ પર હતા ત્યારે કમલ હસને ચિદમ્બરમના ભરપેટ વખાણ કર્યા હતા. એક તો ધંધામાં નુકશાની અને ઉપરથી ચિદમ્બરમના વખાણ? પોલીટીક્સના ભાગરૂપે મુસ્લિમ સંગઠનોને એકઠા કરવામાં આવ્યા અને ફિલ્મને રીલીઝ થતી રોકી દેવામાં આવી. જયલલિતાએ પોતાનો બચાવ કરતા કહ્યું કે ’કમલ હસન અને મુસ્લિમ સંગઠન વાત કરી લે. મુસ્લિમ સંગઠનને જો વાંધો ન હોય તો મને ફિલ્મ રીલીઝ કરવા દેવામાં કોઈ જ વાંધો નથી. મારા માટે તો ૫૨૪ થિયેટરની સુરક્ષા સંભાળવી મુશ્કેલ હતી અને લો એન્ડ ઑર્ડર મેઇન્ટેઇન ન થાય તો રાજ્યના સી.એમ. તરીકે એ મારી જવાબદારી ગણાય. મને લાગે છે કે આ ફિલ્મ કોઈ મુસ્લિમ સંગઠનોએ જોઈ નહીં હોય નહિતર આ ફિલ્મ માટે વિરોધ કરવાને બદલે આ સંગઠનો જ ફિલ્મ રીલીઝ માટે લડતા હોત. કમલ હસને પણ કહ્યું જ કે ’આ ફિલ્મ મુસ્લિમ વિરોધી નહીં પણ મુસ્લિમ તરફી છે. ફિલ્મ જોઈને મુસ્લિમોને વાંધો લાગતો હોય તો હું કહીશ કે એ તમામ મુસ્લિમોને તાલીબાન મોકલી દેવા જોઈએ કેમ કે ફિલ્મમાં આંતકવાદની વાત છે નહીં કે મુસ્લીમની. ફિલ્મનો હીરો મુસ્લિમ છે અને ભારતની ’રો એજન્સી માટે કામ કરે છે. આંતકવાદનો સામનો કરે છે. જો કોઈ પણ વ્યક્તિ આંતકવાદને કોઈ પણ રીતે સપોર્ટ કરે છે તો એ હિન્દુ હોય કે મુસ્લિમ આતંકવાદી જ છે.


        એક ઉત્તમ ફિલ્મ બનાવવા માટે કેટલી મહેનત પડે છે એ જોવા પણ આ ફિલ્મ જોવું જોઈએ. અત્યાર સુધી આપણે હોલીવુડની ફિલ્મમાં જ સ્ટંટ દ્ગશ્યો, વિઝ્યુઅલ સ્પેશીયલ ઇફેક્ટ્સ, એનીમેશન વગેરે જોતા આવ્યા છીએ પણ આ ફિલ્મ જોઈને તમે એક એક ક્ષણે કહેશો કે કોઈ પણ સ્પેશીયલ ઇફેક્ટ કોઈ પણ રીતે હોલીવુડની ફિલ્મ્સથી ઊતરતી કક્ષાની નથી. એક એક દ્ર્શ્ય, એક એક ફાઇટ્સમાં જે રીતે ઇફેક્ટ્સ ગોઠવવામાં આવી છે તમે આહ! અને વાહ! શબ્દો બોલતા થાકી જશો. કોઈનું ધડ કપાય છે તો કોઈ પણ રીતે તમને એમ નહીં લાગે કે આ કપાયેલુ ધડ એનીમેટેડ છે. એક એક ફાઈટ સાથે ફાઈટ પછીના મેઇકઅપના વખાણ માટે પણ મારી પાસે શબ્દો ખૂટે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી કમલ હસન કંઈક નવું આપે છે એ વાતથી ટેવાયેલી છે. કમલ હસનના ફેન્સ એટલાં બધા છે કે જેનો આંક માંડવો પણ મુશ્કેલ છે. મને કમલ હસનના બહુ ઓછા સર્જન ગમ્યા છે પણ ’વિશ્વરૂપ માટે તો કહીશ કે કમલ હસનનું શ્રેષ્ઠ સર્જન છે. કમલ હસન સાચે જ કમાલ કરી શક્યા છે. એ સાથે બૅકગ્રાઉન્ડ સ્કોર પણ અતિ સરસ કહી શકાય એવો છે. શંકર ઇસાન લોયને એમના મ્યુઝિક માટે સલામ કરવી જ રહી.



        આ ફિલ્મના સર્જન માટે ઓછા ચણા ચાવવામાં નથી આવ્યા. ફિલ્મની વાર્તા કમલ હસને પોતે જ લખેલી. આ ફિલ્મનું કાસ્ટિંગ બહુ પહેલાથી શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ માટે હીરોઇન તરીકે પ્રથમ પસંદગી હતી સોનાક્ષી સિંહા. સોનાક્ષીએ આ ફિલ્મ માટે ૨ કરોડ રૂપિયા માગ્યા હતા અને એ સ્વીકારવામાં પણ આવ્યા હતા. સારી ફિલ્મ બનાવવી હોય તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે એટલે ડેઇટ્સ પાછળ જવા લાગી. સોનાક્ષી માટે આ એક પ્રૉબ્લેમ હતો એટલે આખરે અન્ય ફિલ્મ્સની ડેઇટ્સને લીધે સોનાક્ષી આ ફિલ્મ માંથી હટી ગઈ. આ પછી દીપીકા પાદુકોણ, કેટરીના કૈફ અને સોનમ કપૂર સાથે ઘણા સમય સુધી ચર્ચાઓ ચાલી. મીડિયાએ પણ આ ત્રણેય અભિનેત્રીઓને અલગ અલગ સમયે હીરોઇન ડીક્લેર કરી જ દીધી હતી પણ ફરી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ડેઇટ્સ અને આ ફિલ્મનું ડીલે થવું કારણ બન્યું. સાંભળવામાં આવ્યું છે કે વિદ્યા બાલનને પણ ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો પણ વિદ્યાએ તો સીધી જ ના પાડી હતી. છેલ્લે સમીરા રેડ્ડી લગભગ નક્કી જ હતી પણ ઓડીશન દરમિયાન કમલ હસને ’સ્કાઇપ પર પૂજા કુમારને જોઈ. કમલ હસને પોતાની હીરોઇન તરીકે પૂજાને ફાઇનલ કરી અને સાબિત કરી આપ્યું કે સાચે જ એનું સિલેક્શન પણ એટલું જ મજબૂત છે જેટલું આ ફિલ્મનું ડિરેક્શન. ફિલ્મમાં કમલ હસન સાથે એક સપોર્ટીંગ એક્ટ્રેસ છે. આ એક્ટ્રેસ માટે પણ કમલ હસને ખાસ્સી મહેનત કરવી પડી હતી. આ રોલ માટે પણ શ્રીયા સરન અને પ્રિયા આનંદના નામો ચર્ચામાં રહ્યા પણ જ્યારે પહેલું શૂટીંગ સેસન શરૂ થયુ ત્યારે ઇશા સરવાણી આ રોલ માટે નક્કી થઈ. ઇશાએ એક સેડ્યુલ તો સાથે કામ કર્યું પણ કોઈક કારણોસર બીજા સેડ્યુલથી ઇશા પણ ફિલ્મ છોડી ચૂકી હતી. એન્ડર્યા જેર્મિયા છેલ્લે આ રોલ માટે નક્કી કરવામાં આવી. એન્ડર્યા તામીલ અને તેલુગુ ફિલ્મની સારી સિંગર છે. ફિલ્મના અંત સુધી સાથે રહેતી આ છોકરી પણ કમાલ એક્ટીંગ કરી ગઈ છે. ’ગેંગ્સ ઑફ વસ્સેપુર વખતે મેં લખેલુ કે જયદીપ આહલાવત એક અચ્છો કલાકાર છે. આ ફિલ્મમાં પણ જયદીપ પોતાનું પાત્ર અતિ સરસ રીતે નિભાવી શક્યો છે. રાહુલ બોઝ હટકે પાત્રો નિભાવવા માટે જાણીતો છે. અહીં તો એક હદથી વધારે સારુ કામ આપી શક્યો છે. કમલ હસનની અદાકારી માટે તો કંઈ કહેવું જ ન પડે પણ ફિલ્મમાં સ્ત્રેણ લાગતો કમલ હસન જોવો એ એક લહાવો છે. કત્થક માટે બિરજૂ મહારાજ પાસેથી કમલે ખાસ ટ્રેનિંગ લીધી હતી. ફિલ્મમાં કમલનો આ દેખાવ એકદમ બિરજૂ મહારાજ જેવો જ લાગે છે. ફિલ્મનો બેઝ અમેરિકા છે માટે પહેલા ફિલ્મનું શૂટીંગ અમેરિકા જ કરવાનું નક્કી કર્યું હતું પણ વિઝાના પ્રોબ્લેમને હિસાબે ફિલ્મ કેનેડામાં શૂટ કરવામાં આવી. મહામહેનતે અમુક દ્ગશ્યો કમલ હસન પોતે જઈને અમેરિકા ચોક્કસ ફિલ્માવી આવ્યા છે પણ જો કદાચ ત્યાં ન કર્યું હોત તો પણ ફિલ્મની કંટેઇન એટલી મજબૂત છે કે ચાલી જાત.



        ૯૫ કરોડના અધધ ખર્ચે ફિલ્મ બની હોય અને જો રીલીઝમાં આવો ખોટા રોડા નાખવામાં આવતા હોય તો કમલ હસન દેશ છોડવાની વાત કરે તો એમાં નવાઈ પામવા જેવું નથી. મારા વાચક મિત્રો અને ફિલ્મના ફેન્સ આપ બધાને સમાપન પહેલા એટલું કહીશ કે ફિલ્મ ખરેખર સારુ છે એટલે ચૂકતા નહીં. આ ઉપરાંત ફિલ્મને ફિલ્મ જ રહેવા દો, ફિલ્મ એ એક મનોરંજન છે. ફિલ્મને તમારી સાવ ખોટી કહેવાય એવી ધાર્મિક લાગણીઓ સાથે જોડવાનું પાપ ન કરતા. આ ફિલ્મને હું પૂરા ૪.૫ સ્ટાર આપુ છું. અડધો સ્ટાર એટલાં માટે કપાય છે કે બીજા ભાગની તૈયારી માટે એફ.બી.આઇ. ને ખબર થઈ ગઈ હોવા છતા રાહુલ બોઝ પ્રાઇવેટ પ્લેનમાં નીકળી જાય છે જે ક્યારેય શક્ય જ નથી.



પેકઅપ:
"હું મારા વજન કરતા હાઇટથી વધારે ચિંતિત છું"
"કેમ?"
"મારા વજન પ્રમાણે મારી હાઇટ ૭.૫ ફૂટ હોવી જોઈએ"

11 comments:

  1. સમીરભાઇ, એઝ ઓલ્વેયઝ, એકદમ બેલેન્સ્ડ અભિપ્રાય. આજે મુકુલભાઇની પોસ્ટમાં પણ લખેલુ કે હવે તો આ મુવી જોવું જ પડશે, અને આપનો રીવ્યુ વાંચ્યા પછી એ નિર્ણય એકદમ ફાયનલ.

    ખુબ આભાર

    ReplyDelete
  2. રીવ્યુ વાચી ને હવે રેવાતું નથી . શું વર્ણન કર્યું છે યાર તમે તો . સુપર્બ ....

    ReplyDelete
  3. Dear Miteshbhai,

    Thanks a lot. It is really worth watching...

    Sam

    ReplyDelete
  4. Hu pan shri kamal hassan sir ni sathe chu ane tamaro report to khubaj saras che kharekhar tame abhinanad aapu chu......

    JITEN PUROHIT

    ReplyDelete
  5. યેસ,

    ફોન થઈ ગયો. ટીકીટ લેવાઈ ગઈ. ફર્સ્ટ ડે લાસ્ટ શો.

    દરેક ફિલ્મના રીવ્યું અહીં જ વાંચતો હોવા છતાં આજે આટલા બધા વિવાદના લીધે જ અને વળી પાછું ફેસબુક પર તમારું આમંત્રણ પણ મળ્યું એટલે કોમેન્ટ લખી.

    તમરા રીવ્યુ રાઈટીંગ માટે ફાઈવ સ્ટાર.... :)

    ReplyDelete
  6. વ્હા સમીરભાઈ ખરેખર ખુબ સરસ જણાવ્યુ તમે, મારે મુવી જોવી પડશે. મે વિચાર્યુ હતુ કે ૯૫ કરોડ ખર્ચીને ફિલ્મ બની હોય તે કાંઈ જેવી તેવી ન હોય. :)

    ~ સત્ય ઓઝા

    ReplyDelete
  7. Unfortunately its yet not released in my very small town ,.. but never mind, if will get enough time, will surely travel few miles to watch this flick ,..!!

    And as it is , if there is Kamal Hassan, his worst performance is also far better then some actors BEST ones ,..!! :)

    ReplyDelete
  8. @jiten.. special thanks for appreciation ... @vimesh pandya... do not forget to comment again after watching movie.. @satya... 95 crore is not only issue but care for making is important @darshit don't leave the movie... you might have to see it...

    ReplyDelete
  9. ફિલ્મનો વિરોધ થયો ત્યારે ફક્ત ને ફક્ત કમલહાસન ને સપોર્ટ કરવા આ ફિલ્મ જોવાનું નક્કી કરી જ નાખ્યું હતું. આ રીવ્યુ વાંચી ને હવે એ નિર્ણય પર અમલ જરૂર થશે, સોમવારે સવારે :)

    ReplyDelete
  10. @sidharthbhai... let me know your opinion after watching it...

    ReplyDelete