બજરંગી ભાઈજાન: સલમાનની સ્ટાઇલથી
અલગ
ભારતીય સિનેમા સ્થાપિત થયું
ત્યારથી એક પછી એક સ્ટાર આવતા જ રહ્યા છે જેના નામ પર ફિલ્મ હીટ થાય પણ એક ગાળા પછી
આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ જેવા સ્ટાર આવ્યા પછી તો સાવ નવો જ ચિલ્લો
ચીતર્યો કે જો તેમની ફિલ્મ આવે એટલે ૧૦૦ કરોડની ફિલ્મ હોય જ અને કેમ ન હોય? સ્ક્રીનની
નંબર ગેઇમ મુજબ તેમને મળતી સ્ક્રીન અન્ય ફિલ્મ કરતા વધારે જ હોવાની. સલમાનભાઈની ફિલ્મ
એટલે પ્યૉર એન્ટરટેઇન્મેન્ટ પણ ’બજરંગી ભાઈજાન’માં સલમાને સાવ અલગ જ કામ કર્યું છે. સ્ટોરીમાં કોઈ જ નવીનતા નથી
કે કોઈ જ મસાલો ઉમેરવામાં નથી આવ્યો. લગભગ બધાને ખબર છે કે એક નાની બાળકીને સલમાન પાકિસ્તાન
મૂકવા જાય છે એટલે દર્શકોને એવી અપેક્ષા હોય કે પાકિસ્તાન જઈ ભાઈ સન્ની દેઓલની જેમ
ધબાધબી બોલાવશે પણ વાત સાવ જ અલગ છે. આ ફિલ્મમાં સલમાન કોમૅડી પણ કરે છે અને ફાઇટ પણ
કરે છે પણ અગાઉ કરી છે એમ નહીં. આ ફિલ્મ સલમાનની પોતાની આગવી સ્ટાઇલથી સાવ અલગ છે...
કબિર ખાનના ડિરેક્શનમાં સૌથી
સારી બાબત એ છે કે કબિર સિનેમેટોગ્રાફર છે. જ્યારે ડિરેક્ટર સિનેમેટોગ્રાફી જાણતા હોય
ત્યારે તેને ક્ટ્સ અને ફિલ્મની બ્યૂટી વિષે વધુ જાણકારી હોય છે. માત્ર ૨૪ વર્ષની ઉમરે
જ તેમણે ડિસ્કવરી ચેનલ માટે ’બિયોન્ડ્સ ધ હિમાલયા’ નામની ડોક્યૂમેન્ટરી માટે
કૅમેરો હેન્ડલ કર્યો અને તેના ૩ વર્ષ પછી એટલે કે ૧૯૯૯માં તેમની પોતાની ડિરેક્ટ કરેલી
ડોક્યૂમેન્ટરી એટલે ’ફરગોટન આર્મી’. આ પછી તેમણે હિન્દી સિનેમા
ક્ષેત્રે પ્રવેશ કર્યો પણ એ માટે તેમણે છેક ૨૦૦૬ સુધી રાહ જોવી પડી. તેમની પહેલી ફિલ્મ
હતી ’કાબુલ એક્સપ્રેસ’. ક્રીટીક્સની દ્રષ્ટિએ ખૂબ જ સારી ફિલ્મ
રહી. આ પછી તેમની ’ન્યૂયોર્ક’ અને ’એક થા ટાઇગર’ બંને ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર સુપર ડુપર હીટ રહી. હવે એક ટ્રેન્ડ શરૂ થયો છે
કે હીરો મુજબ ડિરેક્ટર. સલમાન સાથે તેમનું આ બીજુ ફિલ્મ છે. કદાચ સાંભળવા મળ્યું છે
તેમ અગામી ફિલ્મમાં સલમાનની જગ્યા પર હૃત્વિક રોશનને હીરો તરીકે લેવામાં આવ્યા છે.
આ ફિલ્મ ઇમોશનથી ભરપૂર છે માટે કબિરને ડિરેક્શનમાં જરૂર મહેનત પડી હશે...
સલમાન ખાન માટે કેરિયરની શરૂઆત
ખૂબ સરળ હતી કેમ કે સલિમ ખાન જેવા મહાન લેખકના પુત્ર હતા એમ છતા તેની પહેલી ફિલ્મ
’બીવી હો તો ઐસી’ ૧૯૮૮માં આવી હતી અને તેનો ખૂબ જ નાનો રોલ હતો. બહુ જ થોડા સમયમાં સુરજ બડજાત્યાની
ફિલ્મ ’મૈને પ્યાર કીયા’ ૧૯૮૯માં આવી અને એ સાથે જ ત્યારના ન્યુકમર
સ્ટારમાં આવી ગયા. દરેકના જીવનમાં ઘણી ભૂલો થતી હોય છે એમ સલમાન ખાનને શરૂઆતમાં કંઈ
ખાસ ન કહી શકાય તેવી ફિલ્મ્સ જ મળી અને લાગવા માંડ્યું કે બસ હવે કેરિયર ખતમ. સમય ચાલતા
છેક ૨૦૦૯માં ’વોન્ટેડ’ સાથે સલમાનના દિવસો બદલ્યા. એ પછી તો બસ
માન્યતા જ શરૂ થઈ ગઈ કે સલમાન ભાઈની ફિલ્મ હોય એટલે ૧૦૦ કરોડની જ ફિલ્મ હોય. સલમાન
માટે ભૂલોની પરંપરામાં ઘણી સ્ત્રીઓથી માંડીને કોર્ટ કેસ સુધીની છે પણ છતાં ટકી રહે
છે. સલમાન સામે કરીના છે. કરીના માટે પણ એમ જ કહી શકાય કે ખાનદાની વારસો હોવાના લીધે
તેને પણ ફિલ્મ મળવી ખૂબ જ સહેલી હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે ’કહો ના પ્યાર હૈ’ની હીરોઇન તરીકે કરીના ફોક્સ હતી. એક શેડ્યૂલ પણ લેવામાં આવ્યું હતું પણ છેલ્લી
ઘડી પર શું બન્યું કે તેણે ફિલ્મ છોડી અને ૨૦૦૦ની સાલમાં જે.પી. દત્તાની ફિલ્મ ’રૅફ્યૂજી’
સાથે પહેલી ફિલ્મ કરી. કરીના સાથે બધા જ સ્ટાર જોડે બને છે એવી જ ઘટના
બની કે એન્ટ્રી સમયે ખાસ ન જામેલી કરીના ધીમેધીમે એક્ટીંગ શીખતી ગઈ અને નંબર ૧ ની દોડમાં
જોડાય ગઈ. સૈફ સાથે તેના લગ્નનો નિર્ણય ભલે લોકોની દ્રષ્ટીએ જે હોય તે પણ તે નિર્ણય
પર ઊભી રહી અને એ પણ સાબિત કરી દીધું કે લગ્ન પછી પણ તે હીટ ફિલ્મ આપી શકે છે. જો ભારત
માટે કોઈ ઓસ્કાર લઈ આવી શકે એવી ક્ષમતા ધરાવતો આર્ટિસ્ટ હોય તો એ છે નવાઝુદ્દીન સીદ્દીકી.
નવાઝુદ્દીન એટલે એન.એસ.ડી.નો ગ્રેજ્યૂએટ. ફિલ્મ મેળવવા માટે ઓછી મહેનત નથી કરી કે નવાઝુદ્દીને
નાના રોલ માટે પણ ના નથી કહી. ’સરફરોશ’નો નાનો રોલ હોય કે પછી
’મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’માં પોકેટ ચોરવા માટે ખાલી દેખાવાનું હોય તો પણ તેણે સ્વીકાર
કર્યો છે. આ પછી તેણી ઘણી ફિલ્મ કરી પણ નવાઝુદ્દીન કેવા કલાકાર છે એ સમજવા માટે આપણે
’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ સુધી રાહ જોવી પડી. આ ફિલ્મ પછી તો શું
કહેવું? નવાઝુદ્દીનની કોઈ પણ ફિલ્મ જોવો કંપેર જ ન થઈ શકે કે કઈ સારી! મુન્નીના પાત્રમાં
વૈશાલી મલ્હોત્રા છે. વૈશાલીની આ પહેલી ફિલ્મ છે. આ પહેલા વૈશાલી ’કબૂલ હૈ’
અને ’લૌટ આઓ ત્રીશા’ સિરિયલથી જાણીતી બની હતી.
બાળક તરીકે વૈશાલીએ જે એક્ટીંગ કર્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે. મીર્ઝા કબિર સાથે આ પહેલા
’ન્યૂયોર્ક’ કરી ચૂક્યો હતો એટલે આ ફિલ્મ પણ તેને મળી છે. આ કલાકારો
ઉપરાંત શરત સક્શેના અને ખૂબ નાના રોલમાં ઓમ પુરી જેવા મહાન કલાકારો પણ છે.
સલમાન ભાઈની સ્પીરીટ માટે તો
સેલ્યૂટ જ કરવું પડે. અચાનક જ મુસ્લિમ સમાજ દ્વારા એક વોટ્સએપમાં મૅસેજ ફરતો થયો કે
ઈદ જેવા પવિત્ર દિવસે બજરંગી જેવું પાત્ર ભજવતા સલમાન ખાનને કેમ જોવો? જો મુસ્લિમ હોય
તો ફિલ્મ ન જોવી પણ ભાઈનો કોન્ફીડન્સ હતો કે તેણે મીડિયા સામે જાહેરમાં કહ્યું કે
"હું મુસ્લિમો વગર પણ ફિલ્મ હીટ કરીને બતાવીશ’ આટલું જ નહીં પણ સલમાને આ મૅસેજ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી. મીડિયાએ
ભલે એમ રજૂ કર્યું હોય કે આ માત્ર પબ્લીસીટી સ્ટંટ છે પણ સાચું રીએક્શન જો તમે ન્યૂઝ
જોયા હોય તો સલમાનનો ચહેરો સત્ય બોલતો હતો. આ ફિલ્મ માટે સલમાન ખૂબ જ આશા રાખે છે કેમ
કે મુખ્ય પ્રોડ્યૂસર તરીકે સલમાન જ છે. સલમાન સાથે રોકલીન વેંકટેસ બીજા પ્રોડ્યૂસર
છે...
ફિલ્મના સ્ક્રીનપ્લે માટે ખૂબ
મહેનત કરવામાં આવી છે. કબિર ખાન ઉપરાંત વી. વિજયેન્દ્ર પ્રસાદ, પરવિઝ શૈખ અને અર્ષદ
હુશેન ચાર વ્યક્તિએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે. મૂળ વાર્તા વી. વિજયેન્દ્ર પ્રસાદની
છે. મ્યુઝિક પ્રિતમ, કોમૈલનું છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર જુલિયસનો છે. અસિમ મિશ્રા આ
પહેલા બે ફિલ્મ કરી ચૂક્યા છે પણ ખાસ જાણિતિ નહીં છતા પણ અસિમ પર વિશ્વાસ મૂકી આ ફિલ્મની
સિનેમેટોગ્રાફી તેમને સોંપવામાં આવી છે. જો કે ન્યૂઝ એવું કહે છે કે મોટા ભાગે સિનેમેટોગ્રાફી
કબિરની જ છે. ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મને રીલીઝ કરવાની છે. જે તે સમયે ૭૦૦૦ સ્ક્રીન
નક્કી કરેલ ઇરોઝ એટલી ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલ છે કે ’બાહુબલી’ ઉતારવા કોઈ ટૉકીઝ તૈયાર જ નથી! માનવામાં આવે
છે કે આ ફિલ્મને ૪૦૦૦થી વધારે સ્ક્રીન મળે એમ નથી. ૧૫૪ મીનીટના રન ટાઇમ વાળી આ ફિલ્મ
સારી હોવા છતા એક તરફ હીટ ચાલતી ફિલ્મ ’બાહુબલી’ છે અને બીજી
તરફ સલમાન સ્ટાઇલ ન હોવાથી કોણ જાણે શું રિઝલ્ટ આવે! મારી રીતે હું ફિલ્મને ૩ સ્ટાર
આપુ છું...
પેકઅપ:
"સલમાન ખાનના મૂવીનો રિવ્યૂ કરવો એટલે અંડર ગારમેન્ટ્સને ઇસ્ત્રી કરવા જેવું
છે"
No comments:
Post a Comment