બોલીવુડની બહાર
જેમ ભાઈલોગની બોલબાલા રહી છે એ રીતે જ બોલીવુડની ફિલ્મ્સમાં પણ ભાઈલોગની બોલબાલા રહી
જ છે. એમા પણ જ્યારે મુંબૈયા સ્ટાઇલ ભાઈની વાત હોય તો બોલીવુડના ગઢ એવા મુંબઈમાં બનતી
લગભગ ફિલ્મમાં આવા ભાઈ જોવા મળે. મુંબઈમાં બ્લાસ્ટ થયા પછી લોકોને જે કંઈ નુકશાન થયુ
હોય પણ બોલીવુડને પૂરતો ફાયદો મળ્યો છે. ઘણા સર્જકો સમય અનુસાર ભાઈગીરી પર ફિલ્મ બનાવી
ચૂક્યા છે. મારી ખૂબ ગમતી ફિલ્મ્સમાં પણ જો કોઈ ફિલ્મને મારે નંબર આપવો હોય તો ’સત્યા’ને હું
ક્યો નંબર આપુ એ કહેવું મુશ્કેલ થઈ પડે અને ’સત્યા’ પણ ભાઈલોગ પરની જ ફિલ્મ. આ સપ્તાહે
બે ફિલ્મ એક સાથે રીલીઝ થઈ. ’રમૈયા વસ્તાવૈયા’ અને ’ડી-ડેય’ હવે
જ્યારે બે માંથી એક ફિલ્મ પસંદ કરવાની હોય તો મનગમતો વિષય જ પસંદ થઈ જાય એટલે ’ડી-ડેય’ જ પસંદ
કરી પણ ફિલ્મ જોઈને એમ થયું કે દિવસ બગડ્યો!
નિખિલ આડવાણીના
ડિરેક્શન ઉપર મને ખાસ ભરોસો નહીં તો પણ એમ થયું કે નિખિલ પોતાની ઘરેડ માંથી બહાર નીકળીને
પહેલીવાર આવું ફિલ્મ બનાવી રહ્યો છે તો સારુ હોય શકે. આ આશા રાખવા પાછળનું કારણ એક
એ પણ છે કે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એની પ્રથમ ફિલ્મ ’ઇસ રાત કી સુબહ નહીં હોગી’ હતી
અને એ સુધીર મિશ્રાને આસિસ્ટ કરતો હતો. આ ફિલ્મનો કો-સ્ક્રીનપ્લે રાઇટર પણ હતો. નિખિલની
મમ્મી જાણીતી મોડેલ હોવાને લીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા સંબંધો ધરાવે છે. આ સંબંધોના
નાતે નિખિલે ધરમા પ્રોડક્શન જોઇન કર્યું. ધરમાના બૅનર નીચે બનેલી ’કુછ કુછ હોતા હૈં’ અને
’કભી ખુશી કભી ગમ’માં આસિસ્ટન્ટશીપ કરી. ધરમા પ્રોડક્શને નિખિલ પર વિશ્વાસ મુકી
’કલ હો ના હો’નું
ડિરેક્શન સોંપ્યું. ૨૦૦૩ની સૌથી મોટી હીટ ફિલ્મ બની. ૬ ફિલ્મફેર એવૉર્ડ સાથે લગભગ બધા
જ એવોર્ડ્સમાં છવાયેલી રહી. નામ મળતાની સાથે જ નિખિલે ધરમા પ્રોડક્શન છોડી અને બીજા
બૅનર સાથે ’સલામે ઇશ્ક’ ડિરેક્ટ કરી પણ ટાંઈ ટાંઈ ફીશ.. એ પછી નિખિલે ’ચાંદની ચોક
ટુ ચાઇના’ અને
’પતિયાલા હાઉસ’ અક્ષય
કુમારને લઈને બનાવી પણ આ બે માંથી એક પણ ફિલ્મ ખાસ જાદુ ન કરી શકી. નિખિલની આદત બની
ગઈ હતી કે એ મોટા સ્ટાર્સ સાથે જ ફિલ્મ બનાવે પણ ’ડી-ડેય’ માટે
સુપર સ્ટાર નહીં પણ સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી પણ આ ફિલ્મ ધંધો કરશે કે કેમ એ મને
પ્રશ્ન થાય છે!
કલાકારોની દ્રષ્ટિએ
જુઓ તો એક પણ નબળો કલાકાર નથી. ફિલ્મનું લીડ અર્જૂન રામપાલને આપવામાં આવ્યું છે. અર્જૂને
આ ફિલ્મ માટે ખૂબ મહેનત પણ કરી. અર્જૂનની છાપ મુજબ એ એટિકેટ કપડામાં જ જોવા મળ્યો છે
પણ આ ફિલ્મ માટે એણે જાતે જ પોતાના માટે લુંગી અને ટોપી પસંદ કરી. અર્જૂન સામે છેલ્લી
ઘડી સુધી દીપિકા પાદુકોણ સાથે વાતો ચાલતી હતી પણ અચાનક જ શ્રુતિ હાસનનું નામ આવી ગયું.
શ્રુતિની જીવન કહાની પણ ફિલ્મી જ છે. શ્રુતિએ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો સીંગર તરીકે.
તેના પિતાની ફિલ્મ ’ચાચી ૪૨૦’મામ એક ગીત ગાયું. આ પછી શ્રુતિએ ઘણા ગીતો ગાયા પણ એક્ટીંગનો
કીડો ક્યાં કોઈને પણ છોડે છે! કમલા હાસનની પહેલી ફિલ્મ હતી ’હે રામ’ જો
કે આ ફિલ્મમાં એ માત્ર ગેસ્ટ અપીરીયન્સમાં જ હતી. આ પછી ’લક’માં
ડબલ રોલ કર્યો પણ ખરેખર સારી એક્ટીંગ ’દિલ તો બચ્ચા હૈં’ માં
જોવા મળી. શ્રુતિ માટે આજનો દિવસ ખાસ છે કેમ કે આજે રીલીઝ થયેલી બંને ફિલ્મ્સમાં શ્રુતિ
હીરોઇન છે. રો’ ના
ચીફ તરીકે નાસર છે. સાઉથની અસંખ્ય ફિલ્મ કરી ચૂકેલા પણ ’રાઉડી રાઠોર’ના મેઇન
વિલનથી હીન્દી ઇન્ડસ્ટ્રીમાં જાણીતા થયા. રો’ ના સેકન્ડ લીડ માં સંદીપ કુલકર્ણી છે. આમ
તો પેઇન્ટર છે પણ વર્ષોથી થિયેટર સાથે જોડાયેલા. ’શ્વાસ’, ’ડોમ્બીવલી
ફાસ્ટ’ અને
’ટ્રાફિક સિગ્નલ’ માટે નેશનલ એવૉર્ડ પણ જીતી ચૂક્યા છે. ઇરફાનની સામે શ્રી સ્વરા
લેવામાં આવી છે. આ છોકરીમાં દમ છે. હુમા કુરેશી ’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ પછી
’લવ સવ તેય ચીકન ખુરાના’ અને ’એક થી ડાયન’ કરી પણ ચાલી ન હતી. ઋષિ કપૂરની બીજી ઇનિંગ
જામતી જાય છે. કે.કે. રૈનાને આજકાલ ઘણી ફિલ્મ્સ મળવા લાગી છે. સારા કલાકારોનો કાફલો
પણ ફિલ્મ જામી તો નહીં જ...
ફિલ્મની વાર્તા ખૂબ જ નબળી છે. રો’ના ચાર
એજન્ટ અર્જૂન રામપાલ, હુમા કુરેશી, ઇરફાન અને આકાશ દહિયા દાઉદ(ઋષિ કપૂર)ને પકડવા માટે
પાકિસ્તાન જાય છે. પોતાના પ્લાન મુજબ પકડી પણ લે છે પણ મારતા નથી કેમ કે ઇરફાનનું સપનું
છે કે દાઉદને જીવતો ભારતને સોંપવો. આ ઝગડામાં દાઉદ બચી જાય છે. ચારેય રો’ના લોકોની
હાલત એવી થાય છે કે ન ઘરના કે ન ઘાટના. ભારત પોતાના પર આ જવાબદારી લેવા ન માંગતું હોવાથી
ન્યુઝમાં આપી દે છે કે અમારે આ લોકો સાથે કંઈ જ લાગતું વળગતું નથી. ચારેય પોતાનું મિશન
આગળ વધારે છે પણ આ મિશન એટલી બોરિંગ રીતે આગળ વધે છે કે સતત રાહ જોવી પડે કે ફિલ્મ
પુરી ક્યારે થશે? ફિલ્મના અંતે તો દાઉદને મરવું જ પડે તો જ ફિલ્મ ફિલ્મી બને. હવે જો
એમ જ થવાનું હોય તો પછી આપણને એમ થાય કે આટલી હદે ફિલ્મ ખેંચવાની ક્યાં જરૂર હતી? લાંબા
લાંબા દ્ગશ્યો અને આર્ટીફિશ્યલ દેખાય આવતા ફાઇટ સીન્સ ખરેખર ફિલ્મને વધુ ખરાબ બનાવે
છે. જો કે નિખિલે સારુ કરવા માટે હોલીવુડના પ્રખ્યાત ઍક્શન ડિરેક્ટર ટોમ સુથરને લાવવામાં
આવ્યા. ફિલ્મની અંદર જો કે એક વાત વખાણવા લાયક છે કે પાકિસ્તાનમાં શૂટ નથી થયું છતા
પણ પાકિસ્તાન જેવું જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. લોકોને ધ્યાનમાં નહીં હોય પણ
પાકિસ્તાનના દ્ગશ્યો માટે અમદાવાદમાં શૂટીંગ કરવામાં આવ્યું છે. રીતેશ શાહ, સુરેશ નાયર
અને નિખિલે ત્રણે મળીને સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યા છે તો પણ ફિલ્મ નબળી પડે છે.
જો ક્રીમીનલ બૅકગ્રાઉન્ડની ફિલ્મ બનાવવી હોય તો હાર્ડ કોર ક્રીમીનલ ઍક્શન હોવા જોઇએ
પણ એમા જો ઇમોશનલ વાતો અને એ પણ અર્થ વગરની મૂકવામાં આવે તો ફિલ્મની ઓરીજીનાલીટી મરી
જાય...
મ્યુઝિક શંકર ઇશાન લોયનું છે. હમણાં જ ’ભાગ મીલ્ખા ભાગ’માં
ખૂબ સારુ મ્યુઝિક આપી ચૂક્યા છે. આ ફિલ્મમાં પણ ખરાબ મ્યુઝિક તો નથી જ. ફિલ્મની ગઝલ
માણવા લાયક છે. ફિલ્મ માટે નિખિલ એવું જ માનતો હતો કે ’એ’ સર્ટીફીકેટ
મળશે કેમ કે ફિલ્મમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા ડાયલોગ્ઝ છે પણ ફિલ્મને ’યુએ’ સર્ટીફીકેટ
મળ્યું. ઑડિયન્સ બહોળી મળશે પણ જો ફિલ્મ ચાલે તો. સ્ટારની વાત કરીએ તો ફિલ્મને ૨ થી
વધારે સ્ટાર આપવાએ ફિલ્મને અન્યાય થશે...
પેકઅપ:
’ડી-ડેય’માં
શ્રુતિ હાસનના જમણા ગાલ પર ટાંકાનું નિશાન છે પણ એક દ્ગશ્યમાં ડાબા ગાલ પર આવી જાય
છે..... નિખિલ પાસે આવી ભૂલની અપેક્ષા હતી જ....
No comments:
Post a Comment