હિન્દી ફિલ્મ
ઇન્ડસ્ટ્રી પરાધીન ન થઈ જાય તો સારુ! છેલ્લા થોડા વર્ષોથી એક પછી એક સુપર ડુપર હીટ
ફિલ્મ્સનો અભ્યાસ કરીએ તો જોવા મળે છે કે સાઉથની ફિલ્મ્સની રીમેક અથવા સાઉથ સ્ટાઇલની
બધી જ ફિલ્મ્સ હીટ રહી છે. એવું તે શું છે સાઉથની ફિલ્મ્સમાં કે હીટ ક્લિક કરી શકે
છે? જવાબ બહુ જ સરળ છે કે એન્ટરટાઇન્મેન્ટ બીકતા હૈં. થોડા ચેઇન્જ ખાતર લોકોને અન્ય
પ્રકારની ફિલ્મ્સ ગમે છે પણ આખરે તો માણસ ફિલ્મ જોવા એટલાં માટે જાય છે કે ફ્રૅશ થઈ
જવાય. રાવડી રાઠોર આ જ પ્રકારની ફિલ્મનું એક ઉદાહરણ છે. સાઉથની ફિલ્મ ’વિક્રમારકુડુ’ની લગભગ બેઠી કોપી
કહી શકાય એવી ફિલ્મ એટલે રાવડી રાઠોર….
સંજય લીલા ભણસાલી
એ હમ દિલ દે ચૂકે સનમ, સાવરીયા, ગુઝારીશ, બ્લેક જેવી અનોખી ફિલ્મ આપી ચૂક્યા છે. પોતે
ખૂબ સારા ડીરેક્ટર હોય તો પણ સાઉથના ડીરેક્ટર પ્રભુદેવાને ડીરેક્શન સોંપે એ વાત સાબિત
કરે છે કે સંજયભાઈ પણ હવે સારા બીઝનેસમેન થઈ ગયા છે. આ પહેલા પ્રભુદેવા એ સાઉથની જ
રીમેક ’વોન્ટેડ’
ડીરેક્ટ કરી હતી. વોન્ટેડના હીટ થવાનું કારણ પણ સાઉથ સ્ટાઇલ જ હતી. દબંગ, સિંઘમ જેવી
ફિલ્મ્સ પણ સાઉથ સ્ટાઇલ હોવાને લીધે જ હીટ ગઈ હતી. ફિલ્મમાં સંપૂર્ણ પણે એન્ટરટાઇન્મેન્ટ
વેલ્યૂ ઉમેરવી એ દરેક ડીરેક્ટરનો ધર્મ છે. મારી દ્રષ્ટિએ જે આ ધર્મને નિભાવે છે એ બોક્ષ
ઓફીસ પરનો પ્રસાદ મેળવવામાં સફળ રહે છે.
સતત નિષ્ફળ ફિલ્મ્સ
આપી ચૂકેલો અને પોતાની જાતને લગભગ કૉમેડી ફિલ્મ માટેનો જ હીરો સાબીત કરી ચૂકેલો અક્ષય
કુમાર ૭ વર્ષ પછી ઍક્શન ફિલ્મ તરફ પાછો વળતો હોય ત્યારે કાસ્ટિંગ માટે એક હજાર વાર
વિચાર થયો હશે પણ ડીરેક્ટર અક્ષય કુમારની ફિલ્મ વેલ્યૂ જાણતા જ હતા. નિષ્ફળ ફિલ્મ્સ
આપ્યા છતા અક્ષય એક માત્ર એવો હીરો છે જેણે પોતાના ભાવ ઘટાડ્યા નથી કે નથી બીજા હીરોની
માફક પોતાની જાતનું માર્કેટિંગ કરવા લાગ્યો. જોકે આ ફિલ્મ માટે અક્ષયનું એવું કહેવું
હતું કે એ ઍક્શન ફિલ્મ એટલાં માટે સ્વીકારે છે કે એના છોકરાને ઍક્શન ફિલ્મ ગમે છે.
બીજુ કંઈ હોય કે ન હોય એટ લીસ્ટ પોતાના પાત્ર માટે તો અક્ષય ઇમાનદાર રહ્યો જ છે. સોનાક્ષી
સાથે લક જોડાયેલું છે એ વાત એણે બતાવી આપી. દબંગ જેવી હીટ ફિલ્મ અને એ પછીની બીજી ફિલ્મ
રાવડી રાઠોર પણ એવી જ ફિલ્મ! ’કુડી મેં દમ તો હૈં હી’ મસ્ત અદા, મસ્ત
અવાજ, મસ્ત કમર, મસ્ત સ્ટાઇલ અને મસ્ત ડાન્સ બધી જ વસ્તુ સોનાક્ષી એ ફિલ્મમાં આપી.
આમ તો ફિલ્મમાં એના હિસ્સે ગીતો ગાવાથી વિશેષ કામ ન હતું પણ ફિલ્મના અંતમાં હિમ્મત
સાથે બોલેલા ડાયલૉગ પર સીટીઓ વગાડવા અને તાલીઓ પાડવા પ્રેક્ષકોને મજબૂર કરી દીધા. યશપાલ
શર્મા માટે ઇન્ડસ્ટ્રી એવું કહે છે કે ઇન્સ્પેક્ટરનું પાત્ર હોય ત્યારે યશપાલ શર્માને
સૌ પહેલા યાદ કરવામાં આવે છે. યશપાલ શર્મા આ પહેલા ઘણા હીટ રોલ કરી ચૂક્યો છે. વિલન
માટે પણ પરફેક્ટ ફેશ વેલ્યૂ યશપાલ પાસે છે. આ ફિલ્મમાં પણ અક્ષયના સાથી પોલીસ ઇન્સ્પેક્ટર
તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. સુપ્રીથ રેડી સાઉથ માટે પંકાયેલો વિલન છે. બાપજીના
ભાઈના પાત્રમાં સુપ્રીથ પણ યોગ્ય જ રહ્યો. પરેશ ગણાત્રા આપણો ગુજરાતી બંદો ઘણા સમયથી
ફિલ્મ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. અક્ષયના મિત્ર તરીકે જ્યારે પરેશ પસંદ થયો ત્યારે
એને પણ કલ્પના નહોતી કે ફિલ્મ આટલી સફળ જશે. બાપજી તરીકે નાસીર સચોટ સિલેક્શન રહ્યું.
મારા મિત્ર અને હંમેશા ફેવરીટ રહેલા દર્શનભાઇ ઝરીવાલાને નાનું પાત્ર આપવામાં આવેલું
પણ દર્શનભાઇ જે પાત્ર હોય એને ન્યાય આપી જ શકે. ફિલ્મનું કાસ્ટિંગ એકદમ પરફેક્ટ હતું.
દર્શકો જ્યારે
ફિલ્મ જોતા હોય ત્યારે એમની પાસે તો તૈયાર મસાલો જ આવે છે. ફિલ્મ બનાવવા માટે કેટલા
લોઢાના ચણા ચાવવા પડે છે એ ખબર પ્રોડ્યૂસર અને ડીરેક્ટરને જ પડે છે. ઓગસ્ટ ૨૦૧૧માં
ફિલ્મનું શૂટીંગ શરુ કરવામાં આવ્યું હતું. ક્લાઇમૅક્સ પહેલા જ શૂટ કરી લેવો એવું નક્કી
થયું. હામ્પીમાં શૂટીંગ માટે કાફલો ગોઠવાય ગયો હતો પણ પોલીસ તરફથી પરમિશન ન મળી. લગભગ
૭૦૦ વ્યક્તિઓનો સમય, પ્રોડ્યુસરના રૂપિયા બધું જ એળે ગયું. એવી જ રીતે એક બીજા લોકેશન
પર લોકલ પબ્લિક એ સોનાક્ષી અને અક્ષય પર ફિલ્માવવામાં આવેલું ગીત ’ચિંતા તાત’ માટે
શૂટ કરવાની ચોખ્ખે ચોખ્ખી ના ભણી દીધી. આ પછી આ ગીત સ્ટુડિયોમાં અને અન્ય લોકેશન પર
ફિલ્માવવું પડ્યું. (આ ગીતમાં સાઉથના સ્ટાર વિજય, પ્રભુદેવા અને કરીના કપૂરની એન્ટ્રી
પણ મોજ કરાવી જાય છે). મોટા પ્રોડક્શનમાં મોટી તકલીફો પડે છે. કલાઇમેક્સના શૂટીંગ દરમિયાન
અક્ષયને ખભા પર ઈજા થઈ અને શૂટીંગ શેડ્યુઅલ ૧૦ દિવસ લેઇટ કરવું પડ્યું હતું.
ફિલ્મ શરૂઆતથી
જ ગ્રીપ પકડે છે અને મૂકી પણ દે છે. જે ધમાકેદાર રીતે વિલન એસ્ટાબ્લીશ થાય છે એવા ધમાકાથી
હીરો એસ્ટાબ્લીશ નથી થતો કેમ કે ફિલ્મનો ઓરીજીનલ હીરો પહેલો નહીં પણ બીજો અક્ષય છે.
મસાલા ફિલ્મમાં એક વાત ખાસ યાદ રાખવી કે લોજિક લગાડવું નહીં. બંને અક્ષય (રાઠોર અને
શિવા)ના ચહેરા જ નથી મળતા, ઍક્શન અને સ્ટાઇલ પણ મળતી છે. અહીં થોડી જગ્યા હતી કે બંને
પાત્રોને નોખી રીતે રજૂ કરી શકાય પણ ડીરેક્ટરને માટે માત્ર અક્ષય જ મહત્વનો હતો. પ્રભુદેવા
માટે એક વાત તો કહેવી જ પડે કે કોપી કરવી એટલે પુરેપુરી કોપી કરવી. વિક્રમારકુડુમાં
ઉપયોગ થયેલા લોકેશન્સ જેવા કે વિત્તાલા મંદિર, લોટસ મહેલ, મહા નવામી ડીબ્બા, વિજયનગર
સલ્તનત જેવા અનેક લોકેશનનો ઉપયોગ થયો હતો. આ ફિલ્મમાં પણ આ બધા જ લોકેશનનો ઉપયોગ કરવામાં
આવ્યો. એક દ્ગશ્યમાં અક્ષય વિલનને પગ પર કીક મારે છે અને જેટલો દૂર પડે છે એટલે જ દૂર
અને એ જ રીતે વિક્રમારકુડુમાં પણ હીરો પડે છે. એક ઇંચનો પણ ફેર જોવા ન મળે કે ન તો
કૅમેરા એંગલનો ફેર ન જોવા મળે. કોપી કરવી તો પુરેપુરી. સાજિદ-વાજીદનો સંગીતમાં દાયકો
ચાલે છે. સાઉથની કોપી હોવા છતા એક બે સોંગ પોતાની આગવી છાપ છોડી શક્યા. ફિલ્મમાં વિઝ્યુઅલ
સ્પેશિયલ ઇફેક્ટનો ભરપૂર ઉપયોગ થયો છે. એટલું તો માનવું જ પડે કે સ્પેશિયલ ઇફેક્ટમાં
બોલીવુડની ફિલ્મ્સ હોલીવુડ કરતા જરા પણ પાછળ નથી.
જે રીતે ફિલ્મની
ઝોનર હોય છે એ રીતે દર્શકોની પણ ઝોનર હોય છે. લગભગ ૫૦ દર્શકોના ઇન્ટર્વ્યૂમાં બે વાત
સામે આવી. એક પ્રકારના પ્રેક્ષકો એવા હતા કે જેમને ઇન્ટરવલ પહેલાનો ભાગ ગમ્યો અને એક
પ્રકારના લોકો એવા હતા જેને ઇન્ટરવલ પછીનો ભાગ ગમ્યો. અમુક દર્શકોને અક્ષય શિવાના રોલમાં
ગમ્યો તો અમુકને રાઠોરના રોલમાં. જેને જે ગમ્યું હોય એ પણ ૪૦ કરોડના બજેટમાં બનેલી
ફિલ્મ માત્ર પહેલા ૫ દિવસમાં જ ૭૫ કરોડનો ધંધો કરી ચૂકી છે. કૅમેરા ટેકનિક, એક્ટીંગ,
વી.એફ.એક્સ., ઍક્શન, ડાન્સ, મ્યુઝિક બધાનું યોગ્ય કોમ્બીનેશન રહ્યું તો પણ જો મારો
અભિપ્રાય આપવાનો હોય તો હું ૩ સ્ટારથી વધારે ન આપું કેમ કે મને એક હદ ઉપરનું એન્ટરટાઇન્મેન્ટ
આપવાનો પ્રયત્ન લાગ્યો જે અતિરેક કરી ગયો...
પેકઅપ:
“ઘણા
બહાદૂર લોકો હોય છે જે પોલીસ અથવા આર્મી જોઇન કરે છે અને ઘણા લગ્ન કરે છે…”
No comments:
Post a Comment