ફિલ્મ ઇન્ડસ્ટ્રી
માટે ગયુ અઠવાડીયું અને આ અઠવાડીયું બંને ખરાબ રહ્યા. ગયા અઠવાડીયે એક પણ ફિલ્મ રીલીઝ
ન થયું અને આ અઠવાડીયે ફિલ્મ રીલીઝ થયુ તો પણ એવું કે આ કરતા ઘેર બેઠાં રહીએ તો સારુ.
ક્યા કૂલ હૈં હમની વલ્ગારીટી ઘણા લોકોને નહોતી ગમી તો ઘણા લોકોને ગમી પણ ખરી. સેક્સ
લોકોના મગજમાં હોય છે. ખરાબ વાતો ગમે પણ છે તો પણ ખરાબ વાતોની પણ એક લીમીટ હોય છે.
દ્વિઅર્થી સંવાદો પણ લોકોને ગમી શકે પણ વાતની અંદર એક સેન્સ જોઈએ. સેન્સલેસ વાત ક્યારેય
પણ હજમ થઈ શકે નહીં. જો તમે દ્વિઅર્થી વાત અને જૂની ચવાય ગયેલી વાત સ્વીકારવા તૈયાર
હો તો ક્યા સુપર કૂલ હૈં હમ જોવા જજો નહિતર ઘેર બેસીને એક ચા, કોફી કે પેગ પીવામાં
વધારે મઝા આવશે.
સીક્વલની સીઝન
ચાલુ જ છે તો ગરમ તવામાં એકાદ ભજયુ શેકી લેવામાં કંઈ વાંધો નથી એવા વિચાર સાથે ક્યા
કૂલ હૈં હમની સીક્વલ ક્યા સુપર કૂલ હૈં હમ પ્રોડ્યુસ કરવામાં આવી. એકતા કપૂરને રૂબરૂ
ગાળો ભાંડતા સાંભળવાનો મોકો મને મળ્યો છે એટલે હું તો એવું કહી શકીશ કે ગાળો બોલવી
એ એક જ ટાર્ગેટ સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે. હું ક્યારેય પણ એવું નથી માનતો કે દ્વિઅર્થી
વાતો કે વલ્ગર જોક્સ ખરાબ હોય શકે પણ જો એક જ વાત અને જે વાતમાં પંચ ન હોય તો એવી રીતે
રજૂ ન થાય તો એનો કોઈ જ અર્થ નથી. આવી અર્થ વગરની ફિલ્મ એટલે ક્યા સુપર કૂલ હૈં હમ.
ક્યા કૂલ હૈં હમના ડિરેક્ટર હતા સંગીથ સેવન અને આ ફિલ્મ લખી હતી સચીન યાર્ડીએ. સચીન
યાર્ડી ગાળો ખૂબ સારી બોલે છે એટલે એકતા કપૂરના ફેવરીટ બની ગયા. ક્યા સુપર કૂલ હૈં
હમ લખવા માટે એમને જ આપવામાં આવી અને એકતાની દ્રષ્ટિએ ખૂબ સારુ લખવાના કારણે ડિરેક્શન
પણ એમને જ સોંપવામાં આવ્યું. રોહિત શેટ્ટીને પણ ફિલ્મમાં એકતા કપૂરના સંબંધોના હિસાબે
કામ કરવું પડ્યું. કૉમેડી સર્કસના સેટ પર એક પણ દ્વિઅર્થી સંવાદ આવે તો તરત જ વોર્નિંગ
આપતા રોહિત શેટ્ટીને હક્ક છે કે એ ગોલમાલમાં બેફામ ગાળો બોલાવી શકે. સફળતાને ફિલ્મ
ઇન્ડસ્ટ્રી સલામ કરતી આવી જ છે એટલે આપણે પણ આ સફળતાને સ્વીકારીને કહેવું કે વાહ શું
કૂલ વાત છે…
ફિલ્મ મેકીંગનો
એક પાર્ટ રહેવાને લીધે ફિલ્મ પ્રોડક્શનના તમામ પાસાઓથી હું વાકેફ છું. કોઈ પણ ફિલ્મ
બનાવતા પહેલા સ્ક્રીપ્ટ રીડિંગનું એક સેશન રાખવામાં આવે છે. આ સેશનમાં બુધ્ધિજીવી લોકો
બેસે છે અને સ્ક્રીપ્ટના વાંધાઓ રજૂ કરે છે. મૂળ વાત પર વિચાર કરવામાં આવે છે અને એવું
કહેવામાં આવે છે કે આ વાત યોગ્ય છે અને આ વાત યોગ્ય નથી. તમારે સાથેસાથે ખૂશામતખોરોને
પણ સાચવવા જ પડે. આ ખૂશામતખોરોને એક વાત જ કહેવાની હોય છે કે ’વાહ ક્યા બાત હૈં, યે
બાત તો હટકે હૈં’.
સુપર કૂલ હૈં વખતે આવા ’જી હજૂરિયાની ફૌજ’ વધારે હશે. એકતા કપૂર માટે આ ફિલ્મ એ ખોટનો
વિષય નહી રહે કેમ કે ૨૦૦૦ ટૉકીઝમાં ૪ શો રીલીઝ ઉપરાંત આ અઠવાડીયે એક પણ ફિલ્મ રજૂ નથી
થઈ એટલે ફરજિયાત તમારે આ ફિલ્મ જ જોવાની રહી. હું ફિલ્મ જોવા ગયો ત્યારે આખી ટૉકીઝ
ફૂલ હતું અને ઇન્ટરવલમાં લગભગ અડધી પબ્લિક છોડીને જતી રહી હતી પણ મલ્ટીપ્લેક્ષની ૧૫૦
રૂપિયાની ટીકીટનો ૭૦% હિસ્સો તો એકતા કપૂરના ઘેર પહોંચી જ ગયો છે.
આપણે ખરાબ એસ.એમ.એસ.
ફૉર્વર્ડ કરવા માટે ટેવાયેલા છીએ. મોટાભાગના મિત્રો ફ્રી એસ.એમ.એસ. આ કારણસર જ કરાવતા
હોય છે કે થોડી ગંદી વાતો મિત્રો વચ્ચે શેર કરી શકીએ અને થોડું હ્યુમર પીરસી શકીએ પણ
જો એક જ એસ. એમ. એસ. તમને દશેક વાર મળી ચૂક્યો હોય તો? આવું જ ક્યા સુપર કૂલ હૈં હમમાં
થયું. જ્યારે ચવાય ગયેલી વાતોને એક્ટીંગ દ્વારા રજૂ કરવી હોય ત્યારે તમારી અંદર ગમે
તેટલું ટૅલેન્ટ પડી હોય તો પણ તમને રજૂ કરવામાં મુશ્કેલી તો પડે જ. હ્રિતેષ દેશમુખ એક અચ્છો આર્ટિસ્ટ છે એ સાબિત કરી
શક્યો છે પણ અહીં જો ધ્યાન પૂર્વક જોવો તો ખ્યાલ આવશે કે ફિલ્મમાં ખરેખર મહેનત કરીને
પોતાની જાતને એસ્ટાબ્લીશ કરવી પડી છે. તુષાર કપૂર પાસે એક ટૅલેન્ટ તો છે જ કે એ એકતા
કપૂરનો ભાઈ છે. તુષારનો અવાજ પણ ખૂબ શાંતિથી સાંભળો તો ખબર પડશે કે હથોડો જ છે. ગોલમાલમાં
લોકો તુષારને કદાચ આ કારણસર જ પસંદ કર્યો કે એણે એ ઓઓઇઇ સિવાય બીજુ કંઈ કરવાનું નહોતું.
નવી બે છોકરીઓ નેહા શર્મા અને સરાહને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. નેહા દેખાવમાં સારી
અને એક્ટીંગમાં પણ સારી કહી શકાય. ફિલ્મમાં નેહાનું પાત્ર તુષારની ગર્લફ્રેન્ડનું છે.
નેહા પાસે ફ્યુચરમાં આશા રાખી શકાય. જ્યારે સરાહ એક ફેશન મોડેલ છે પણ ફિલ્મમાં કોઈ
પણ પ્રકારનું ગ્લૅમર આ છોકરીમાં જોવા નથી મળ્યું. પાત્રો જો અદલ બદલ કરવામાં આવ્યા
હોત તો કદાચ વધુ સારુ રહ્યું હોત પણ જ્યારે તુષારને જ મહત્વ આપવાનું એકતાએ નક્કી કર્યું
હોય ત્યારે સારી દેખાતી છોકરી તુષારને જ આપવી પડે. ચંકી પાંડે આઉટ ઑફ ડેટ થયા છતા સારા
કેમ્પેનીંગને હિસાબે ફિલ્મ્સ મેળવી શકે છે. આ ફિલ્મમાં બાબા તરીકે થાય એટલું ઓવર એક્ટીંગ
કરવાનું હતું. ફિલ્મ્સમાં ઘણીવાર ઓવર એક્ટીંગ જરૂરી હોય છે પણ જ્યારે ઓવર એક્ટીંગનો
પણ ઓવરડોઝ થઈ જાય ત્યારે શું કરવું? આવું જ સરસ કામ ચંકી પાંડે એ કર્યું છે. પૈસા માટે
ફિલ્મ એક્ટર્સ કોઈ પણ કામ કરે છે એમ છતા જ્યારે તમે અનેકવાર એસ્ટાબ્લીસ કરી ચૂક્યા
હો ત્યારે તમારે એક લેવલથી નીચે ઉતરીને કામ ન કરવું જોઈએ. મને તો બહુ મોટુ આશ્ચર્ય
એ થયું કે અનુપમ ખૈર આવી હલકી કક્ષાની ફિલ્મમાં કામ કરે. પોતાના કામને પૂરો ન્યાય આપવા
છતા અનુપમ ખૈર એ પોતાની છાપ બગાડી એવું મારુ માનવું છે. ફિલ્મના એકાદ બે દ્ગશ્યો સારા
રહ્યા એ અનુપમ ખૈર અને હ્રિતેષ દેશમુખની કેમેસ્ટ્રી.
ગોવા ગવર્નમેન્ટ
કોઈ પણ ફિલ્મ માટે ખાસ સબસિડી આપે છે એટલે કોઇ પણ રીતે ગોવા હવેની ફિલ્મ્સમાં ઉમેરી
દેવામાં આવે છે. અહીં પણ ગોવાને ધરાર ફિલ્મમાં ઘુસેડી દેવામાં આવી. ગોવા પાસે સુંદર
લોકેશન્સ છે પણ અહીં તો વલ્ગારીટીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એટલે લોકેશન્સથી પણ
વધારે દ્વિઅર્થી સંવાદો વધુ જોર પકડે છે. ફિલ્મનું મહત્વનું અંગ સિનેમેટોગ્રાફી તો
જાણે સ્કૂલ લેવલના શિખાવ માણસને સોંપવામાં આવી હોય એવું લાગે છે. ખર્ચ બચાવવા માટે
સંગીત જાણીતા ન હોય એવા સંગીત નિર્દેશક સચિન-જીગરને સોંપવામાં આવી. એક સમયનું સુપર
હીટ સોંગ ’દિલવાલો કે દિલ કા કરાર લૂટને…મૈં આઈ હું યુપી બિહાર લૂટને’નું રીમેક બનાવવામાં
આવ્યું પણ સંગીતનો એક પણ જાદુ અહીં કામમાં લાગ્યો નથી. નવા સંગીતકાર જ્યારે પણ આવે
ત્યારે પોતાનું બધું જ આર્ટ પહેલા આલ્બમમાં આપી દે છે પણ જો આ સંપૂર્ણ આર્ટ હોય તો
એવું કહેવાય કે બસ કરો હવે વધુ સહન નહીં થઈ શકે.
જો તમે એસ.એમ.એસ.ના
શોખીન હો તો ભેગાં કરવાનું ચાલુ કરી દો કોણ જાણે કાલ એકતા કપૂર આ વાંચીને તમને પણ રાઈટર
કે ડિરેક્ટર બનાવી દે!. તમે ફિલ્મ જોવા ચોક્કસ જવા જઈ શકો પણ જો સારા ફૅમિલીને બિલોંગ્સ
કરતા હો તો એકલાં જજો અને સાથે થોડી પેઇન કીલર ટેબ્લેટ્સ પણ લેતા જજો. આ ફિલ્મમાં તો
ચોક્કસ કામ લાગશે જ.
પેકઅપ:
“ગાલી પર સે યાદ આયા, ભાભીજી કૈસી હૈં?”


No comments:
Post a Comment