મનોજ કુમાર જો કોઈ પણ કારણોસર
હીટ ગયા હોય તો લોકોની અંદર પડેલી દેશ પ્રત્યેની દેશભક્તિ. જેના હ્રદયમાં નાના ખૂણે
પણ જો ભારત વસેલું હોય તો તે વ્યક્તિને ભારતને રમત-ગમત હોય કે યુદ્ધ બધે જ જીતેલું
જોવું ગમે જ. અમેરિકા તો આવી ફિલ્મ્સનું માસ્ટર છે. દેશ માટે ગમે તે જગ્યા પર જઈને
એક વ્યક્તિ ગમે તેવું મિશન ફેઇલ કરી દે. આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગે પણ ગમે તો
ખરી જ. ભારતમાં જો આ પ્રકારની ફિલ્મ્સ બને છે તો લોજિકની બહારની હોય છે અને ઉપરાંતમાં
એટલી બધી અતિશયોક્તિ હોય કે સહન કરવું જ અઘરું પડે પણ જો સરસ સ્ટોરી, સરસ સ્ક્રીનપ્લે,
સરસ ડિરેક્શન અને સારા આર્ટિસ્ટ્સ હોય તો પછી શું કહેવું? ’બેબી’ માટે
એટલું જ કહીશ કે એક એક પળ માટે જકડીને રાખી શકે છે અને એક પણ વાતમાં અતિશયોક્તિ નથી.
ઘણા સમયે દેશ માટે કાર્ય કરતા સિપાહીની ફોજને આટલી સરસ રીતે રજૂ કરી શકાય છે. ’બેબી’ એટલે
સાચે જ ક્ષણે ક્ષણનું એક્સાઇટમેન્ટ....
નિરજ પાંડે વિશે તો શું કહેવું? તેની પહેલી જ ફિલ્મ હતી ’વેનસડે’. કોઈ
જ ખાસ સ્ટાર કાસ્ટ નહીં એમ છતા માત્ર ક્લાસ સ્ક્રીનપ્લેના જોરે અત્યારના યુગમાં જ્યારે
એક અઠવાડિયાની લાઇફ લઈને આવતી ફિલ્મ્સના જમાનામાં કોણ જાણે કેટલા અઠવાડિયા ચાલી. એ
ફિલ્મની સક્સેસ માટે જો કોઈ પણ જવાબદાર હોય તો માત્ર નિરજ પાંડે. પહેલી જ ફિલ સાથે
એવોર્ડ્સની વર્ષા પણ વરસી. ૨૦૦૮માં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ સ્ટોરી માટે નેશનલ એવૉર્ડ,
આઇફામાં બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયલૉગ અને આ ઉપરાંત પણ ઘણા એવોર્ડ્સ જીત્યા. નિરજની બીજી
ફિલ્મ એટલે ’સ્પેસીયલ ૨૬’. લોકો એ ફિલ્મ જોઈને પણ વાહ પોકારી જ ગયેલા. સામાન્ય રીતે
એવું બને કે બે ત્રણ ફ્લોપ પછી કોઈ ડિરેક્ટર સારી હીટ ફિલ્મ આપી શકે પણ સતત સારી ફિલ્મ
બનાવતા રહેવું અઘરું છે. નિરજની લગાતાર આ ત્રીજી ફિલ્મ પણ એક લેવલ ઉપરની ફિલ્મ છે.
તમને ફિલ્મના એક એક દ્ગશ્યમાં તેના ડિરેક્શનનો ટચ દેખાશે જ. વધારાની વાત તો એ છે કે
આ ફિલ્મના ડાયલૉગ, સ્ટોરી, સ્ક્રીનપ્લે બધું જ નિરજ પાંડેનું જ છે. ફિલ્મની પકડ અંત
સુધી જમાવી રાખવાની તેમની સ્ટાઇલ આ ફિલ્મમાં પણ જોવા મળશે. નિરજ પાંડે પાસેથી અપેક્ષાઓ
વધતી જ જાય છે...
અજયની પત્ની તરીકે મધુરિમા તુલી છે. ૨૦૦૪માં તેલુગુ ફિલ્મથી પોતાની
કેરિયર શરૂ કરનાર આ અભિનેત્રીનું પહેલું હિન્દી ફિલ્મ ’બચના એ હસીનો’ હતું.
આ પછી તેણે લગભગ પાંચ હિન્દી ફિલ્મ્સ કરી પણ એક પણ જાણીતી નથી જો કે ટેલિવિઝનમાં તેની
સિરિયલ્સ ’કસ્તુરી’ અને ’પરિચય’ સારી હીટ રહી હતી. ફિલ્મમાં સાથી પોલીસ ઓફીસરની
ભૂમિકામાં તાપસી પન્નુ છે. તાપસી પણ તેલુગુ ફિલ્મમાં જાણીતી હીરોઇન છે. તાપસીની પહેલી
હિન્દી ફિલ્મ ’ચશ્મે બદદ્દૂર’ હતી. આ પછી તેણે ’રનિંગ શાદી ડોટ કોમ’ સાઇન
કરી પણ ’બેબી’નું
શેડ્યૂલ પહેલા આવી ગયું માટે આ ફિલ્મ ખતમ કરવામાં આવી. આમ જુઓ તો બંને હીરોઇનના ભાગમાં
ખાસ મોટો રોલ નથી પણ જે રીતે જેટલું કામ છે તેટલું ઉત્તમ રીતે કર્યું છે. મૌલાના મહમદ
રહેમાનના પાત્રમાં રસીદ નાઝ છે. રસીદ નાઝ ફિલ્મ માટે જાણીતું નામ નથી પણ ઉર્દૂ અને
હિન્દી નાટકોના શોખીન લોકો માટે ખૂબ જ જાણીતું નામ રહ્યું છે. તેમણે હિન્દી ફિલ્મ્સ
પણ કરી છે પરંતુ જાણીતી કોઈ ફિલ્મ મને યાદ આવતી નથી. રસીદને જોઈને તમને કોઈ એંગલથી
એમ નહીં લાગે કે સાચે આ કોઈ પાકિસ્તાની જેહાદના વડા નથી. એકદમ ક્લાસ અભિનયનો પરચો તેમણે
આપ્યો છે. ફિલ્મમાં એક સરસ પાત્ર મીકાલ ઝુલ્ફીકારને અસફાક નામ સાથે મળ્યું છે. મીકાલ
આમ તો પાકિસ્તાની જ છે પણ તે લંડન જ રહ્યો છે. પાકિસ્તાની ચેનલ હમ ટીવી પર તેની ઘણી
સિરિયલ્સ આવી ચૂક્યો છે. કેય કેય મેનનને તો કોઈ પણ પાત્ર આપો એક જ મીનીટમાં આત્મસાત્
કરી લે તેવો કલાકાર. બિલાલ ખાનના પાત્રમાં કેય કેય સાચે જ એક આતંકવાદીની ફીલ આપે છે.
નાનામાં નાના પાત્રો પણ જ્યારે સરસ પરફોર્મ કરતા હોય ત્યારે મુખ્ય પાત્રો એટલે કે અક્ષય
કુમાર, ડેની ડેન્ઝોપા, રાણા દીગ્ગબુટ્ટી અને અનુપમ ખૈર માટે કંઈ લખવા જેવું રહેતું
જ નથી....
૪ સપ્ટેમ્બર, ૨૦૧૪થી ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી. નોઇડા, યુ.પી.,
નેપાળ અને અબુધાબીમાં ફિલ્મ શૂટ કરવામાં આવી હતી. સાંભળવા મળ્યું છે ત્યાં સુધી બધા
જ આર્ટિસ્ટ્સ સહમત હતા અને બહુ ટૂંકા શેડ્યૂલમાં ફિલ્મ કરવા માટે રાજી થઈને ડેટ્સ ફાળવી
હતી. ટી-સીરીઝ ઉપરાંત, ક્રાઉચીંગ ટાયગર, કેપ ઑફ ગૂડ ફિલ્મ અને ફ્રાયડે ફિલ્મ વર્ક્સ
એમ ચાર ચાર પ્રોડક્શન કંપની ઉપરાંત ભૂષણ કુમાર, કિશન કુમાર, શિતલ ભાટિયાના પ્રોડ્યૂસર્સ
તરીકે નામ છે. એમ.એમ. કરીમ અને મીત બ્રોસ અન્જાને ગીતો કંપોઝ કર્યા છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ
સ્કોર ફિલ્મના એક્સાઇટમેન્ટમાં સતત વધારો કરતો રહે એવો છે અને જે સંજોય ચૌધરીએ તૈયાર
કર્યો છે. ફિલ્મમાં ઘણા ચેઝીંગ અને સાયલન્ટ સીન્સ છે પણ બૅકગ્રાઉન્ડ સ્કોર તમને એ જણાવવા
જ ન દે એટલો મજબૂત છે. સુદીપ ચેટર્જીની સિનેમેટોગ્રાફી પણ એક્સ્ટ્રા ઓર્ડીનરી છે. એક
પણ જગ્યા પર ખોટા એંગલ કૅમેરા નહીં જોવા મળે. એક એક દ્ગશ્યની ગોર્જીયસનેસ જોઈને તમને
ખૂબ જ મઝા આવશે....
કોઈ પણ લેખકને જો એક વાતની ખબર પડી જાય કે ફિલ્મ માટે આ દ્ગશ્ય મહત્વનું
નથી તો ફિલ્મમાં ન હોવું જોઈએ તો મોટા ભાગની ફિલ્મ્સ સારી બનવા લાગે. આ ઉપરાંત એક કારણ
વગરના ઇમોશન્સ પણ જો ફિલ્મ માંથી કાઢી નાખવામાં આવે તો પણ ફિલ્મ્સની કક્ષા સાચે જ ઊંચી
આવી જાય. નિરજ પાંડેનો સ્ક્રીનપ્લે એટલે સાચે જ મજબૂત. તમે ’બેબી’ જોવાની
શરૂઆત કરશો ત્યાંથી અંત સુધીમાં તમે એવું એક પણ દ્ગશ્ય નહીં જુઓ કે જે ફિલ્મમાં ન હોય
તો ચાલે. આ ઉપરાંત જ્યાં જરૂરી નથી ત્યાં ડાયલૉગ નથી, માત્ર સાયલન્ટ પણ બોલે છે. ફિલ્મમાં
વચ્ચે ક્યાંય કારણ વગર ગીત રજૂ કરી ફિલ્મની ગતિ રોકવામાં આવી નથી. ફિલ્મના હીરોને બે
છોકરાનો બાપ બતાવવામાં આવ્યો છે જે સાબિત કરે છે કે હીરો ગીરીને બદલે તેના કામનું વધારે
મહત્વ છે. અનુપમ ખૈર જેવા ગ્રેટ કલાકાર હોવા છતા તેનો રોલ ઇન્ટરવલ પછી અને અંત પહેલા
જ રાખવામાં આવ્યો છે. આ પહેલા ફિલ્મમાં તેની જરૂર ન હતી તો ખોટે ખોટું ઇન્ટ્રોડક્શન
આપવામાં નથી આવ્યું. આ રીતે જ કેય કેય મેનન જેલ તોડીને ભાગે છે પછી માત્ર પ્લેનમાં
બેઠેલો બતાવીને બધું જ કહી દેવામાં આવ્યું છે. એક એક પાત્રને સરસ રીતે રજૂ કરી શકાયું
છે. ફિલ્મને કઠણ કલેજું કરો તો પણ ૪ સ્ટાર આપવા જ પડે...
પેકઅપ:
"મહાન કલાકાર શ્રી ઉપેન્દ્ર
ત્રીવેદીના નિધન પછીના સમાચારમાં એક ગુજરાતી ચેનલે બોલીવુડ કા અભિનય સમ્રાટ એવું લખ્યું..."
No comments:
Post a Comment