વિષયની વાત પહેલા જ કરીશું જે સાંભળીને તમને લાગશે કે ખરેખર
ફિલ્મની વનલાઈન એટલે કહેવું પડે. આજના કોમ્પીટીશનના યુગમાં બાળકની શું અપેક્ષા છે એ
જાણ્યા વગર માં-બાપ પોતાની અપેક્ષા મુજબ બાળક પર ફોર્સ કરીને અધુરી ઇચ્છાઓ ઠોકી બેસાડે
છે જેના કારણે બાળકના માનસ પર શું અસર થાય અને માં-બાપ કેટલી હદે ખોટા છે એ આ ફિલ્મની
સ્ટોરી છે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ અને હાલના સમાજમાં પ્રવર્તતી આ વાતોને ઘણી વાર
ચર્ચામાં પણ લીધી હશે અને એટલે જ એમ થાય કે આવા સરસ વિષય પર જો ફિલ્મ બનાવી હોય તો
ફિલ્મ માણવાની મઝા પડી જાય પણ જો ફિલ્મની રજૂઆત અને વાર્તા પર નજર કરવામાં આવે તો તમે
પણ એક પલમાં એમ કહી જ દેશો કે કદાચ દર્શકોનો વિચાર કરીને જ આ ફિલ્મનું ટાઇટલ ’ટેઇક
ઇટ ઇઝી’ રાખવામાં
આવ્યું હશે કે ફિલ્મમાં કંઈ ન નીકળે તો પણ ટેઇક ઇટ ઇઝી યાર તમે જેટલી ધારો છો એટલી
આ ફિલ્મ સહન કરવી સહેલી નથી જ...
તમે ગમે તેટલા
અનુભવી કલાકારો લઈ લો, ગમે તેટલી સારી ટેક્નિકથી ફિલ્મ બનાવો પણ જો ડિરેક્શન યોગ્ય
ન હોય અને વાર્તા યોગ્ય ન હોય તો ફિલ્મ સહન કરવી સહેલી ન જ પડે. સુનીલ પ્રેમ વ્યાસ
એટલે ફિલ્મના ડિરેક્ટર. આમ તો સુનીલ એક્ટર બનવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા
પણ રોલ ન મળતા તેમણે પ્રોડ્યૂસર્સને તૈયાર કરી આ પહેલા ચાર સ્મૉલ બજેટ ફિલ્મ બનાવી.
એક ફિલ્મ પણ ચાલી નથી પરંતુ તેમની લેખક, ડિરેક્ટર અને એક્ટર બનવાના અભળખા પૂરા કરી
લીધા. તેમની બનાવેલી ફિલ્મ્સના નામ તમે તો કદાચ સાંભળ્યા પણ નહીં હોય. જેમ કે ’ગાંધી
કી જમીન પર’, ’ગલતી
સે મીસ્ટેઇક હો ગઈ’, ’અભિશાપ્ત’ અને ’ધ આર્ટિસ્ટ’ આ ચાર
ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ એ પણ ખબર ન પડી! તમની જ આ ફિલ્મ માટે થોડી ઘણી આશાઓ
રાખી હતી કેમ કે ફિલ્મના કલાકારો તો સ્ટ્રોંગ જ હતા અને આ ઉપરાંત એક વિચાર એ પણ હતો
કે આગલા ચાર અનુભવ પણ કામ આવશે પણ બધા જ અનુભવો પાણીમાં ગયા.....
ફિલ્મના લેખનની
સૌથી મોટી નબળાઇ એ છે કે દરેક પ્રસંગો ધરાર કરીને ભરી દેવામાં આવ્યા છે. એક પણ સિન
એવો નથી કે જે ફિલ્મમાં ન હોય તો કોઈ ફેર પડે. ફિલ્મની શરૂઆતમાં જ જોય સેનગુપ્તા એટલે
લીડ ચાઇલ્ડ આર્ટિસ્ટ એકના પિતા અને દિયાન્નીતા શર્મા એટલે માતા. દિયાન્નીતા ૧૯૯૮માં
મીસ ઇન્ડિયા બની હતી. ટેલિવિઝન શો ’લાઇફ નહીં હૈ લડ્ડુ’માં
એક્ટીંગ પણ કરી હતી. ફિલ્મમાં તેનો પ્રવેશ ’૧૬ ડિસેમ્બર’ મૂવી
થી થયો. આ પછી ’દિલ વીલ પ્યાર વ્યાર’, ’અસંભવ’, ’માય બ્રધર નિખિલ’, ’લેડીઝ
વર્સિઝ રીક્કી બહેલ’, ’જોડી બ્રેકર્સ’ જેવી જાણીતી ફિલ્મ્સમાં કામ કર્યું પણ લીડ
કૅરેક્ટર ક્યાંય મળ્યું નથી. હાં તો મૂળ વાત પર આવીએ કે શરૂઆતમાં તેનો છોકરો દોડમાં
બીજા નંબર પર આવે છે અને ઘેર જે રીએક્શન આવે છે તે એટલું બધું આર્ટિફીશ્યલ લાગે છે
કે પુત્રના પગ પારણામાં જ વર્તાય રહે છે. આ પછી ફિલ્મ આગળ વધતા ઇન્ટરવલ સુધી પહોંચે
ત્યાં તમને લાગે કે ફિલ્મ અહીં પણ પૂરી કરી દીધી હોત તો કોઈ વાંધો જ ન હતો! અને અચાનક
જ પ્રિન્સિપલની નેગેટિવ ભૂમિકા અને સ્કૂલની રમત. એક પણ પ્રસંગ ગળે ઊતરે એમ નથી અને
ફિલ્મના કલાકારોની ચર્ચા કરીએ ત્યારે ખબર પડશે કે આટલાં સારા એક્ટર્સ હોવા છતા ફિલ્મના
ડિરેક્ટરને કારણે હદ બહાર ખરાબ એક્ટીંગ કરતા જોવા મળ્યા છે...
સેકન્ડ લીડ આર્ટિસ્ટના
પિતા તરીકે રાજેન્દ્રનાથ જુત્સી છે. રાજેન્દ્રનાથની ફિલ્મ એક્ટીંગ કેરિયરની શરૂઆત આમિર
ખાનની પહેલી ફિલ્મ ’હોલી’થી શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં નાની મોટી ભૂમિકાઓ ગણીએ તો તેણે
ઓછામાં ઓછી ૮૦ ફિલ્મ્સ કરી હશે. તેનો યુનિક દેખાવ અને દાદ માંગે તેવો અભિનય દરેકના
ધ્યાન ખેંચતો આવ્યો છે. આ ફિલ્મમાં એક ઓલ્મ્પીક હારેલ લંગડા પિતાની ભૂમિકામાં તેની
પાસે પૂરો સ્કોપ હતો પણ તેની ભૂમિકા બહાર આવી જ ન શકી. બાળકના દાદાની ભૂમિકામાં અનંગ
દેસાઈ છે. અનંગ એટલે જેણે ૮૦ વધુ ટી.વી. સિરિયલ્સમાં કામ કર્યું હશે. ’ખીચડી’ સિરિયલના
બાબુજી તરીકે તો ખાસ પ્રખ્યાત થયા છે. ૧૯૮૨માં ઓસ્કાર વિનર ફિલ્મ ’ગાંધી’થી તેમણે
ફિલ્મમાં પગ મૂક્યો હતો. આ પછી ઘણી બધી ફિલ્મ્સ તેમણે કરી છે. તમને જો ’કેવી રીતે જઈશ’ ગુજરાતી
ફિલ્મ જોઈ હોય તો તેમાં પણ તેમણે એક્ટીંગ કરી હતી. એક સારા દાદાજી તરીકે તેમની ભૂમિકા
છે પણ કોઈ જ અર્થ વગરની હોય તેવી લાગે છે. ધરાર એક્ટીંગ માટે જાણે આ વર્ષોના અનુભવી
કલાકારને લાવ્યા હોય એવું લાગશે. વિક્રમ ગોખલે એટલે દુર્ગાબાઈ કામત જે ભારતીય સિનેમાની
પહેલી મહિલા આર્ટિસ્ટ હતી તેમના પર પૌત્ર. મરાઠી અને હિન્દી નાટકોમાં તો તેમનો એક્કો
જ ચાલતો. હિન્દી, મરાઠી અને ગુજરાતી ત્રણે ભાષાની ફિલ્મ્સમાં તેમણે એક્ટીંગ કર્યું
છે. માત્ર એક્ટીંગ જ નહીં પણ ૨૦૧૦માં આવેલી ’આઘાત’ તેમણે ડિરેક્ટ પણ કરી હતી. આ
ફિલ્મમાં તો ઇન્ટરવલ પછી અંતે ફિલ્મ પહોંચે અને કોઈ પણ રેફરન્સ વગર પાત્રમાં ટપકી પડે.
કોઈ જ રીતે તેમનું પાત્ર કંન્વીન્સીંગ જ નથી લાગતું. એ કોણ છે? શું કામ આવ્યા? તેનું
વજૂદ શું? આવા ઘણા સવાલો તમને થશે જ. જેમ મેં કહ્યું એમ ઇન્ટરવલમાં ફિલ્મ પૂરુ થઈ જાય
છે પણ અચાનક જ જેમ બધું બને એમ સ્કૂલ સંકુલના ચેર પરસન સુપ્રિયા કાર્નિક આવી જાય. સુપ્રિયા
કાર્નિકનો અનુભવ પણ કોઈ ઓછો નથી. ૧૯૯૮માં તેની પહેલી ફિલ્મ ’મૈ સોલાહ બરસકી’ હતી.
તેણે ખૂબ જાણીતી એવી ફિલ્મ્સ ’મુજસે શાદી કરોગી’, ’રાજા હિન્દુસ્તાની’, ’તાલ’, ’વેલકમ’, ’જોડી
નં 1’ જેવી ઘણી ફિલ્મ્સ કરી છે. જો આ ફિલ્મમાં સુપ્રિયાને જોશો તો એમ લાગશે કે આ રોલનો
મતલબ શું છે? ક્યા કારણસર તે આવું વર્તન કરી રહી છે? વિજય કશ્યપ, સુલભા દેશપાંડે આર્યા
જેવા ઘણા છૂટક કલાકારો છે પણ ફિલ્મ તો સરવાળે શૂન્ય જ શેશમાં લાવે છે...
તમને ઇન્ટરવલ
સુધી ફિલ્મ બોર કરશે અને ઇન્ટરવલ પછી આ ફિલ્મ ઇરીટેડ કરશે. સ્ટોરીથી તમે ક્યાંય પણ
કન્વીન્સ નહીં થાઓ તેની ગેરંટી છતા તમને એમ લાગે કે જો ફિલ્મમાં સારી વાત શું છે તો
ફિલ્મના બંને બાળ કલાકારોનું કામ ખરેખર વખાણવા લાયક છે. ફિલ્મ ભલે એ બોધ આપતી હોય કે
નાના ખભા પર મોટો ભાર મૂકી દેવામાં આવે છે પણ જો ફિલ્મ જોશો તો તમને લાગશે કે આ નાના
ખભાઓ ફિલ્મની બહાર કાઢી લો તો ફિલ્મમાં કંઈ જ નથી. સ્ટાર આપવાની હિમ્મત મારામાં નથી
માટે મને માફ કરી દેવામાં આવે...
પેકઅપ:
"એમ. એસ. ધોની રિટાયર્ડ થયા પછી આલિયા ભટ્ટ એવું માની
રહી છે કે હવે પછી એમ.એસ. એક્સેલ અને એમ.એસ. વર્ડ રિટાયર્ડ થશે"
No comments:
Post a Comment