સિનેમા પ્રેમીઓ માટે હર હંમેશા રસનો વિષય કૉમેડી રહ્યો છે.
ગમે તે પ્રકારની ફિલ્મ્સ લોકો પસંદ કરે પણ આખરે તો હરીફરીને પોતાની જાતને હળવી કરવા
કૉમેડી તરફ પાછાં વળ્યા જ છે. આ કારણોથી જ ફિલ્મ ગમે તેવી હોઈ તેમાં હળવા ડાયલૉગ, હળવા
પ્રસંગો, હળવી પળો મૂકીને લોકોને આનંદિત કરવાનો પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવ્યો છે.
એક સમય હતો જ્યારે મહેમુદ ફિલ્મના હીરો કરતા વધારે રૂપિયા લેતા પણ સમય જતા અમિતાભના
આવ્યા પછી કોમેડીયનની ગરજ પણ અમિતાભ બચ્ચને સારી એટલે ફિલ્મ બનાવવા વાળા શીખ્યા કે
હીરો પાસે જ કૉમેડી કરાવી હોય તો પણ ફિલ્મ ચાલે. કૉમેડી માટે નાનાથી લઈને મોટા ડિરેક્ટર્સ
સુધીના લોકોએ કૉમેડી ફિલ્મ કરવાનો પ્રયાસ કર્યો જ છે પણ જો ખૂબ ઓછા બજેટમાં, કોઈ નામી
કલાકારો કે છાપેલા કાંઠલા વગર કૉમેડી ફિલ્મ કરવી એ હિંમતનું કામ છે. ’ફુકરે’ એટલે
આવી જ કૉમેડી ફિલ્મ જેમાં તમે માણસો એક્ટીંગ, સ્ક્રીનપ્લે, સ્ટોરી અને સિનેમેટોગ્રાફીનો
સુભગ સમન્વય.
ફિલ્મનો આધાર
એટલે ફિલ્મની વાર્તા પણ ઘણીવાર વાર્તા સારી હોય અને સ્ક્રીનપ્લે સારો ન હોય તો પણ ફિલ્મ
ન ચાલે. આ રીતે જ સ્ક્રીનપ્લે પણ સારો હોય પણ ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી ન હોય, એક્ટર્સ
એક્ટીંગ સારી ન કરે તો પણ ફિલ્મનો હાર્દ મરી જાય. સૌથી ઉપર જો કોઈ બાબત હોય તો ફિલ્મનું
ડિરેક્શન. ’ફુકરે’ મ્રીઘદીપ સિંઘ લાંબાએ ડિરેક્ટ કર્યું છે. આમ તો આ પહેલા ’તીન
થે ભાઈ’ ડિરેક્ટ
કરી ચૂક્યા છે પણ ખરા અર્થમાં એમનું ડિરેક્શન માણવા મળ્યું હોય તો આ ફિલ્મમાં. મ્રીઘદીપ
સિંઘ સારા સ્ક્રીનપ્લે રાઇટર પણ છે. મ્રીઘદીપ સિંઘની લોકોને ખબર નહીં હોય પણ તેઓ સારા
સિનેમેટોગ્રાફર પણ છે. એમણે ’કાશ’ ફિલ્મ માટે સિનેમેટોગ્રાફી કરી હતી. મ્રીઘદીપે વખાણવા લાયક
ડિરેક્શન કર્યું છે.
ફિલ્મની વાર્તા
સાવ સાદી છે. એક મૂરખ મિત્ર ઉટપટાંગ સપના જુએ છે અને બીજો મિત્ર આ સપનાનો ઉટપટાંગ અર્થ
કાઢી લોટરી રમે છે. દરેક વખતે જીતે પણ છે. આ લોકો સાથે બીજા બે મિત્રો જોડાય છે અને
દરેકની તકલીફ દૂર કરવા એક મોટો દાવ રમે છે. આ પરિસ્થિતિ પછી એમની જે રીતે વાટ લાગે
છે અને જે રીતે બહાર નીકળે છે એ માણવું એક લહાવો છે. પુલકીત શર્માનું આ પહેલું ફિલ્મ.
આ પહેલા પુલકીત ’ક્યોંકી સાંસ ભી કભી બહુ થી’માં વિરાણી પરિવારનો સદસ્ય બતાવવામાં આવ્યો
હતો. ’ઇન્ડિયન ટેલી એવૉર્ડ’માં બેસ્ટ ફ્રૅશ ન્યુ ફેસ એવૉર્ડ પણ જીત્યો. આમ તો પુલકીતની
પહેલી ફિલ્મ ’બીટ્ટુ બોસ’ હતી પણ જામી નહીં. પુલકીતને પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવું થયું
હતું. પહેલી ફિલ્મ વખતે જ પીઠનો દુખાવો શરૂ થયો અને દુબઈ ટ્રીટમેન્ટ કરાવવી પડી. ફિલ્મમાં
લાલીનું પાત્ર ભજવતો મનજોત સિંઘ માટે ફિલ્મની એન્ટ્રી સાવ વિચિત્ર રીતે થઈ. ’ઓયે લક્કી!
લક્કી ઓયે!’ માટે ઓડીશન આપવા ગયો પણ કાસ્ટિંગ ડિરેક્ટરે રીજેક્ટ કરી દીધો. નસીબ સારા
કે દિબાકર બેનર્જીએ ધરાર ફિલ્મ આપ્યું. આ પછી મનાલી વર્કશોપમાં એક અઠવાડિયું ગયો અને
ખરા અર્થમાં એક્ટીંગ શીખ્યો. આ પછી ’ઉડાન’ અને ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયર’ કરી.
આ બંને ફિલ્મમાં મનજોત લોકોનું ધ્યાન ખેંચી શક્યો હતો.
અલી ફઝલ એટલે
ફિલ્મનો ઝફર. અલીની કેરિયરની શરૂઆત પિઝા હટ, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, માઇક્રોમેક્સ
મોબાઇલ વગેરે એડવર્ટાઇઝ કરી ચૂક્યો હતો. અલી સારો ડ્રામા આર્ટિસ્ટ પણ ખરો. એક ડ્રામા
વખતે રાજકુમાર હીરાણીએ અલીને જોયો અને ’થ્રી ઇડિયટ્સ’માં
જોય લોબોના પાત્ર માટે સાઇન કર્યો. આ પછી ’ઓલવેયઝ કભી કભી’ પણ
કરી. અલીનો ખરેખર સારો કલાકાર છે. ફિલ્મમાં પુલકીત સામે પ્રિયા આનંદને લેવામાં આવી
છે. પ્રિયાની કેરિયરની શરૂઆત પણ ટીવી કોમર્સિયલથી શરૂ થઈ હતી. પ્રિયાની ફિલ્મ કેરિયર
તમીલ ફિલ્મથી શરૂ થઈ સાથેસાથે તેલુગુ ફિલ્મ્સ પણ એણે કરી પણ પહેલી હિન્દી ફિલ્મ ’ઇંગ્લિશ
વિંગ્લીશ’ કરી.
પ્રિયાની બીજી ફિલ્મ ’રંગરેઝ’ હતી. ફિલ્મમાં ભોલી પંજાબણ થતી રીચા ચઢ્ઢા માટે તો ક્યાં કંઈ
કહેવું જ પડે? રીચા મૂળગત રીતે સ્ટેજની કલાકાર. રીચાએ ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ
ઘણા ડ્રામા કર્યા છે. રીચાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ’ઓયે લક્કી! લક્કી ઓય!’થી
થઈ. આ પછીની એની ફિલ્મ હતી ’ગેંગ્સ ઑફ વસ્સેપુર ૧-૨’ આ ફિલ્મમાં એના એક્ટીંગ માટે
પણ મેં ભરપૂર વખાણ કર્યા હતા અને ’ફુકરે’ માટે પણ કહું છું કે ખૂબ સારી અભિનેત્રી.
ફિલ્મમાં અલી સામે ટીચરની ભૂમિકા વિશાખા સિંઘે કરી છે. વિશાખા આમ તો અબુધાબીથી છે પણ
અભ્યાસ દિલ્હીમાં કર્યો છે. વિશાખાને આશુતોષ ગવરીકરે ’ખેલે હમ જી જાન સે’. આપી
હતી જો કે વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી કદાચ ’હમ સે હૈં જહાં’ વિશાખાની
પહેલી ફિલ્મ હતી. વિશાખા ફિલ્મ પ્રોડ્યૂસર પણ છે. વિશાખાએ બે-ત્રણ તમીલ ફિલ્મ પ્રોડ્યુસ
કરી છે. વિશાખા માટે આજનો દિવસ ખાસ છે કેમ કે આજે રજૂ થનારી ’અંકુર અરોરા મર્ડર કેસ’માં
પણ એ છે. પંકજ ત્રીપાઠી ફિલ્મમાં પંડીતજીનું પાત્ર ભજવે છે. પંકજ ત્રીપાઠી હવે મંજાયેલો
કલાકાર થઈ ગયો છે. કોઈ પણ પાત્ર આપો પંકજ ફીટ જ હોય.
ફિલ્મ માટે જો
કોઈ પણના મોં ફાટ વખાણ થઈ શકે તો ફિલ્મમાં ડેબ્યુટ કરનાર વરૂણ શર્માના. વરૂણ ફિલ્મમાં
ચીચોનું પાત્ર ભજવે છે. બુધ્ધી વગરના પાત્રો તમે ઘણી ફિલ્મમાં જોયા હશે પણ વરૂણે તો
હદ વટાવી છે. આ પાત્રને ફિલ્મની બહાર નીકળીને પણ તમે જરૂર વખણાશો. રામ સંપથનું મ્યુઝિક
પણ માણવા લાયક છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કે.યુ. મોહનનની છે. ફિલ્મના અમુક શોટ એટલાં
અફલાતૂન બનાવ્યા છે કે મારા જેવા ફિલ્મ રસિક માટે આશ્ચર્યની વાત છે. ફિલ્મના એક દ્ગશ્યમાં
પુલકીત અને વરૂણ એક છત પર સુતા છે જ્યાં કેમેરો ૩૬૦ ડીગ્રીએ ફરે છે. આ દ્ગશ્ય માટે
ચલાવેલી કલ્પના રિસર્ચ માંગી લે એવી છે. આખુ દ્ગશ્ય મિરર રાખીને મિરર ઇમેજથી લેવામાં
આવ્યું છે. આ રીતે જ વાઇડ એન્ગલ લેન્સથી અમુક ફિક્સ શોટ માણવાની મઝા જ પડે છે.
ફિલ્મ ફરહાન
અખ્તર અને રીતેશ સીધવાનીએ પ્રોડ્યુસ કર્યું છે. રીતેશે ટ્વિટ કર્યું હતું કે
" ’ફુકરે’ ’દિલ ચાહતા હૈં’, ’રોક ઓન’ અને
’જિંદગી ના મિલેગી દુબારા’ જેવો જ પ્રોજેક્ટ છે" આ વાત માન્ય ન રાખીએ તો પણ ફિલ્મ
જોવા લાયક તો ચોક્કસ છે જ. સ્ટાર આપવાની વાત આવે તો ૩ સ્ટાર આપવા જ પડે. ૨ સ્ટાર જે
કાપવા પડે છે એ માટેનું કારણ છે ફિલ્મની શરૂઆત. પાત્રોને એસ્ટાબ્લીસ કરવામાં ખાસ્સો
સમય બગાડવામાં આવ્યો છે....
પેકઅપ:
"બે વ્યક્તિઓ ઝગડો કરતા હોય અને ટોળું ભેગું થાય અને તરત
જ ત્યાં કોઈ ચાયનો ગલ્લો ખોલી લે તો સમજી લેજો કે તમે અમદાવાદમાં છો"

વાહ સર... સુપર્બ રીવ્યુ...
ReplyDeleteઆ રીવ્યુ વાચ્યા પછી તમે કહ્યો તે અફલાતુન શોટ જોવા માટે જેમ બને તેમ વહેલુ આ મુવી જોવુ પડશે
@Himanshu... There are few people who really read review and comment... I am thankful to you...
ReplyDeleteThanks for the review. Will definitely watch this one.
ReplyDeleteBadhirbhai,
ReplyDeleteIt is really worth watching movie...
Obliged for your comment...
Sam