આ પહેલી વાર નથી બન્યું કે કોઈ
ફિલ્મ શુક્રવાર ને બદલે બીજા કોઈ વારે રીલીઝ થઈ હોય પણ જ્યારે મોસ્ટ અવેઇટીંગ મૂવી
ગુરૂવારે રીલીઝ થાય અને એ પણ ગાંધી જયંતી જેવા પવિત્ર દિવસે ત્યારે મારા જેવા ચાહક
માટે જાણે દિવસ સુધરી ગયો કહેવાય. જો તમે સાહિત્યના શોખી હો તો તમે ’હેમલેટ’ વાંચ્યું
જ હશે પણ ફિલ્મ મેકરે જ્યારે આટલાં પ્રખ્યાત નાટકનો બેઝ લઈને ફિલ્મ બનાવવાની હોય ત્યારે
તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર હોય છે! આવ ચણા ચાવવાની હિંમત એક જ વ્યક્તિ કરી શકે
અને એ છે વિશાલ ભારદ્વાજ. ઘણી નોવેલ, નાટક પરથી ફિલ્મ બન્યા છે અને બનતા રહેશે પણ ખરા
અર્થમાં એ વાતને ભારતીય પૃષ્ઠભૂમિ પ્રમાણે ઢાળવી અને ન્યાય આપવો એ જેવા તેવાનું તો
કામ નથી જ અને એ કામ હાથમાં લીધા પછીનું પહેલું કામ હોય સ્ટોરી લખવાનું કામ વિશાલ ભારદ્વાજ
અને બશરત પીરે મળીને કર્યું પણ બે રાઇટર્સ મળીને પણ સ્ટોરીનું કન્ફ્યુઝન દૂર નથી કરી
શક્યા...
વિશાલ ભારદ્વાજ એટલે અજાણ્યા ગઝલ સિંગર્સ સાથે હાર્મોનિયમ વગાડતો
એક સામાન્ય કલાકાર. એવા ઘણા લોકો છે જે વર્ષો સુધી પોતે જે વાદ્ય વગાડતા હોય એમાં જ
પડ્યા રહે અને આગળ ન વધે પણ જેની અંદર હિર પડ્યું હોય અને જેણે પ્રગતિ જ કરવી હોય તે
સતત પોતાના રસ્તા શોધતાં જ રહે. વિશાલની મુલાકાત ગુલઝાર સાથે થયા પછી તેમની કેરિયરની
ખરી શરૂઆત થઈ. જો તમને જૂની કૉમિક સિરિયલ ’જંગલ બૂક’ યાદ હોય તો આ સિરીઝનું મ્યુઝિક
વિશાલે આપેલું હતું. લોકો વિશાલના મ્યુઝિકના દિવાના થવા લાગ્યા. ફિલ્મ ’ગોડ મધર’ના મ્યુઝિક
માટે તેમને પહેલો નેશનલ એવૉર્ડ મળ્યો હતો અને જે ’ઇશ્કીંયા’ના મ્યુઝિકમાં
રીપીટ થયો. વિશાલના ડિરેક્શનની શરૂઆત બાળ ફિલ્મ ’મકડી’થી થઈ.
પહેલી ફિલ્મમાં જ પોતે સામાન્ય ડિરેક્ટર નથી તેનો પરિચય આપી દીધો હતો. વિશાલ માટે આઇડલ
પર્સનાલિટી એટલે વિલિયમ શેક્સપિયર અને એટલે જ તેમનું બીજુ ફિલ્મ ’મેકબેથ’ પરથી
એડપ્ટ થયેલું ’મકબુલ’. આ પછી તેમને ચિલ્ડ્રન ફિલ્મનો ક્રેઝ હોવાના કારણે એક ચિલ્ડ્રન
ફિલ્મ ’બ્લ્યુ અંબ્રેલા’ પણ કરી. આ પછીનું એમનું એડપ્શન હતું ’ઓથેલો’ એટલે
કે ’ઓમકારા’ જો
શૈફ અલી ખાનને એક્ટર તરીકે કોઈ સ્વીકારતા થયા હોય તો તેમાં ’ઓમકારા’નો સૌથી
મોટો ફાળો છે. વિશાલનો અવાજ પણ જાદુ જેવો છે. તેમના ગાયેલા ગીત હ્રદય માંથી હટાવવા
મુશ્કેલ હોય છે. આટલી બધી પ્રતિભા એક સાથે ક્યાં મળે? વિશાલ એટલે સાચે જ ફિલ્મના એનસાઇક્લો
પેડ્યા છે અને એટલે જ જ્યારે વિશાલનું પોતાનું લખેલું, મ્યુઝિક આપેલું અને ડિરેક્ટ
કરેલું મૂવી હોય ત્યારે સ્ટોરી માટેની શ્યોરીટી ન મળે તો દિલ ભાંગીને ભુક્કો થઈ જાય....
શહીદ માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વનું હતું. આમ તો વિશાલ અને શહીદ બંને
વચ્ચે વાત થઈ ત્યારે ’કમીને’ની સીક્વલ બનાવવા માટે જ વાત થઈ હતી પણ જ્યારે આ ફિલ્મની વાત
આવી ત્યારે આ ફિલ્મને પ્રાથમિકતા આપવામાં આવી. ફિલ્મના એક્ટીંગની વાત કરીએ તો શહીદનું
અત્યાર સુધીમાં જોયેલું શ્રેષ્ઠ એક્ટીંગ છે. આ રીતે જ તબ્બુ માટે પણ ક્યાં કંઈ કહેવું
પડે? કેય કેય મેનન માટે તો કોઈ પણ એક્ટીંગ રમત બરાબર જ હોય! શ્રદ્ધા આ ફિલ્મની પ્રોડ્યૂસર
પણ છે એટલે થોડી એક્ટીંગમાં એક્સ્ટ્રા મહેનત દેખાય આવે છે. શહીદના પિતાના પાત્રમાં
નરેન્દ્ર ઝા પણ જામે છે. શ્રદ્ધાના પિતાના પાત્રમાં લલીત પરીમુ હોય, શ્રદ્ધાના ભાઈના
પાત્રમાં આમીર બસીર હોય, આતંતવાદીના પાત્રમાં અસ્વાથ ભટ્ટ હોય કે નાના હૈદરના પાત્રમાં
અંશુમન મલ્હોત્રા હોય બધા જ એક્ટીંગ કરીને ફિલ્મને જિવાડે છે. માત્ર નાના બે કૅરેક્ટર
આશિશ વિદ્યાર્થી અને ઇરફાન ખાન પણ વાહ બોલાવી જાય છે. શહીદનું એક સ્ટુડન્ટથી શરૂ કરીને
પાગલ કે પછી આતંકવાદી સુધીનું ટ્રાન્સીશન અદભૂત છે. શહીદ ૫૦૦૦ માણસો સામે જ્યારે પાગલ
બનીને અભિનય કરે છે ત્યારે પંકજ ભટ્ટ સામે તરી આવે છે. આ એક્ટીંગ માટે શહીદે પૂરા ૪
કલાકનો સમય લીધો હતો...
ફિલ્મની સિનેમેટોગ્રાફી પંકજ કુમારની છે. કાશ્મીર જેવું સુંદર લોકેશન
હોય તો પછી સારી સિનેમેટોગ્રાફી માટે શું ઘટે? એક એક લોકેશનનો અને કાશ્મીરની સોફ્ટ
લાઇટ્સનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાં આરીફ શૈખનું એડીટીંગ ક્યાંક નબળું લાગે
છે પણ ચાલી જાય. વિશાલ ભરદ્વાજનું પોતાનું જ મ્યુઝિક હોય એટલે સાંભળવું તો ગમે જ. ફિલ્મનો
બૅકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. ફિલ્મના શૂટીંગની શરૂઆત નવેમ્બર ૨૦૧૩માં દાલ લેકથી કરવામાં
આવી હતી અને છેલ્લું શેડ્યૂલ જાન્યુઆરી ૨૦૧૪માં રાખવામાં આવ્યું હતું. સાંભળવા મળ્યું
છે ત્યાં સુધી સેન્સરમાં ફિલ્મને ખૂબ હેરાન કરવામાં આવી હતી. ૪૧ કટ પછી ફિલ્મને સેન્સર
પાસ કરવામાં આવી છે. આપણું સેન્સર બોર્ડ ખરેખર ગજબ જ છે. ’ગ્રાન્ડ મસ્તી’ જેવી
થર્ડ ક્લાસ ચીપ ફિલ્મ કટ વગર પાસ થાય અને એક ક્લાસિક ફિલ્મ આટલું ભોગવે....
આ બધી સારી વાતો થઈ ગઈ તો હવે ફિલ્મમાં શું કન્ફ્યુઝન છે એ વાત પણ
કરી લઈએ. ફિલ્મનું જ્યારે એડપ્શન થાય ત્યારે એક વાત તો નક્કી હોવી જ જોઈએ કે પરફેક્ટ
એડપ્શન કરવું છે કે માત્ર પ્લૉટ જ ઉપાડવો છે. બસ વાત અહીંથી બગડી. વિશાલ એ નક્કી ન
કરી શક્યા કે તેમને બેવફાઈ બતાવવી છે, કાશ્મીરમાં ગુમ થતા લોકોની સમસ્યા બતાવવી છે,
માં-પુત્રનો પ્રેમ બતાવવો છે, આતંકવાદ રજૂ કરવો છે, લવ સ્ટોરી બતાવવી છે કે મીલ્ટ્રીનો
સારો કે ખરાબ રોલ બતાવવો છે. હવે આટલાં બધા કન્ફ્યુઝન વચ્ચે લખાયેલી સ્ટોરીનો રન ટાઇમ
૧૬૨ મીનીટનો થઈ ગયો. સ્ટોરીને એસ્ટાબ્લીસ કરવા માટે બતાવવામાં આવેલા પહેલા દ્ગશ્યમાં
તમે અભિભૂત થઈ જશો પણ એ પછી સ્ટોરી આગળ વધતી જશે એમ ઇન્ટરવલ સુધીમાં બનેલા બનાવો વિશે
વિચારશો તો ખબર પડશે કે ફિલ્મ કંઈ ખાસ આગળ વધી નથી. ઇન્ટરવલ પછી અચાનક જ એટલાં બધા
પ્રસંગો બનવા માંડશે કે એ નહીં સમજાય કે ક્યા કારણસર આ બધું બતાવવામાં આવી રહ્યું છે!
વિશાલ જેવા રાઇટર જ્યારે લખતા હોય ત્યારે એમ થાય કે આવું કેમ થઈ શકે? વિશાલના ડિરેક્શનમાં
નાની નાની વાતોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યું હોય ત્યારે ડો. બિલાલના ઘરની બહાર લાગેલું
બોર્ડ ’એમ.ડી. સર્જન’ હસાવી ગયું. એમ.ડી. ડૉક્ટર ક્યારેય ઓપરેશન ના કરે એટલું પણ
કોઈએ નહીં કહ્યું હોય?
ફિલ્મને સીધી હરીફાઈ આજે જ રીલીઝ થયેલી ઋત્વિક રોશન અને કેટરીના
કૈફની ’બેંગબેંગ’ સામે છે. જો કે એક એ પણ હકીકત છે કે સારી ફિલ્મ કરતા મસાલા
ફિલ્મ વધારે ચાલે છે માટે જ્યારે અમે જોવા ગયા ત્યારે ’બેંગબેંગ’ ફૂલ
હતું અને ’હૈદર’માં
૬૦ થી ૭૦ માણસો માંડ માંડ હતા. એક વાત તો નક્કી છે કે માઉથ પબ્લીસીટી થઈ ગઈ તો ’હૈદર’ માટે
દર્શકો શોધવા મુશ્કેલ પડશે. આમ તો ફિલ્મ પણ ૨.૫ સ્ટારથી વધારે ડીઝર્વ નથી કરતી....પછી
જેવા નસીબ....
પેકઅપ:
"શાહરૂખ ખાનના દીકરાની ક્લિપ
આજકાલ ચર્ચામાં છે જે જોઈને ગૌરીને શાંતિ થઈ કે હાશ પિતા જેવો તો નથી થયો!"
No comments:
Post a Comment