ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વણ લખ્યો રુલ છે કે સ્પોટબોય તરીકે કામ કરતા
વ્યક્તિને પણ એક દિવસ ડિરેક્ટર બનવાના સપના હોય, ત્યારે એક હીરો કે હીરોઇનને પ્રોડ્યૂસર
કે ડિરેક્ટર બનવાનો કેમ શોખ ન હોય? આખરે એક માત્ર એવો ધંધો છે જે બહુ જ ટૂંકા ગાળામાં
ગુણાકારમાં રૂપિયા કમાવીને આપે છે. જો તમે બજેટને સીમીત રાખી શકો અને રીલીઝ કરાવી શકો
તો કોઈ પણ ફિલ્મ ખોટ નથી કરતી. ખોટ કરે છે તો ઑડિયન્સ. એક વાર તો પ્રચારને ધ્યાનમાં
લઈને કે આર્ટિસ્ટને ધ્યાનમાં લઈને બચારા જોવા જાય જ અને પછી બહાર નીકળીને ફિલ્મ વખોડે
કે વખાણે. ’એન.એચ. 10’ ખૂબ સારો હાઇ-વે છે પણ ફિલ્મનો આ રન કાપવો થોડો મુશ્કેલ પડે
છે, ટૂંકમાં કહીએ તો સારા હાઇ-વેનું ખરાબ ફિલ્મ....
નવદીપ સિંઘનું આમ ખરા અર્થમાં કહીએ તો સારા બૅનરમાં આ પહેલું ડિરેક્શન
કહેવાય. આ પહેલા તેમણે અભય દેઓલને લઈને ’મનોરમા સીક્સ ફીટ અન્ડર’ ડિરેક્ટ
કર્યું હતું અને પૂરા ૮ વર્ષ પછી તેમના ડિરેક્શનમાં આ બીજુ ફિલ્મ આવ્યું છે. એવું માની
શકાય કે આ ૮ વર્ષ તેમણે તપસ્યા જ કરી હશે અને ડિરેક્શનના ઘણા પોઇન્ટ્સ આ ફિલ્મમાં તમે
માણી જ શકશો પણ જ્યારે વાર્તા જ એટલી સ્લો હોય ત્યારે ડિરેક્શન સારુ હોવા છતા ઓવરઓલ
ફિલ્મના માર્ક કપાય જ જાય...
મોડેલ તરીકે અનુષ્કાની કેરિયર સારી રીતે આગળ વધી જ રહી હતી પણ અચાનક
જ નસીબ ફર્યા અને તેની મુલાકાત આદિત્ય ચોપરા સાથે થઈ. આદિત્યને છોકરીમાં દમ લાગ્યો
અને તરત જ તેની ફિલ્મ ’રબ ને બનાદી જોડી’ માટે સાઇન કરી લીધી. આ પછીની તેની ફિલ્મ
’બદમાશ કંપની’ હીટ
નહોતી રહી પણ અનુષ્કા તો સારુ પર્ફૉર્મન્સ આપી જ શકી હતી. અનુષ્કાને ૨૦૧૦માં જ ’બેન્ડ
બાજા બારાતી’નું
રીલીઝ પણ મળ્યું. એવોર્ડ્સની વાત ન કરો તો પણ અનુષ્કાની એક્ટીંગનો ગ્રાફ સતત ઊંચો ચડતો
જ જોયો છે. અનુષ્કાના દેખાવમાં પણ સતત સુંદરતાનો વધારો થતો જોવા મળ્યો છે. ’પીકે’ જેવી
મોસ્ટ હીટ ફિલ્મની હીરોઇન બનવું એ પણ એક ક્રેડિટ જ કહેવાય. આ ફિલ્મમાં તો જ્યારે પોતે
પ્રોડ્યૂસર હોય તો પછી પોતાને મળતી તક કેમ ગુમાવી શકાય! આ તકનો ઉપયોગ કરવામાં અને પોતાના
પર જ કૅમેરા સ્થિર કરવામાં પોતાના એક્ટીંગના ઊંચા જતા ગ્રાફને પણ સ્થિર કરી દીધો. અનુષ્કા
સામે નેઇલ ભૂપલમ કાસ્ટ કરવામાં આવ્યો છે. નેઇલની બોલીવુડ એન્ટ્રી ૨૦૦૬ની ફિલ્મ ’ઓફશોર’થી થઈ
હતી અને ૨૦૦૯ સુધીમાં તેણે લગભગ ૩ કે ૪ ફિલ્મ્સ કરી ત્યાં સુધી કોઈ ઓળખતું નહોતું.
તે્ને થોડી ઘણી ઓળખાણ મળી હોય તો ’મેરા દિલ લેકે દેખો’થી. આ પછી ’નો વન કીલ્લ્ડ જેસ્સિકા’, ’ડેવિડ’, ’અગ્લી’ જેવી
શાનદાર ફિલ્મ્સ પણ કરી. અનીલ કપૂરની ક્લાસ ટેલી સિરીઝ ’24’ માં તેણે પ્રાઇમ મીનીસ્ટરનો
રોલ કર્યા પછી તો ખૂબ જ જાણીતો ચહેરો બની ગયો. આ ફિલ્મમાં હીરો તો હીરોઇન હતી એટલે
જેટલું કામ મળ્યું તેને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. દર્શન કુમારના એક નસીબ તો માનવા
જ પડે કે તેનું બીજુ ફિલ્મ હોવા છતા ગ્રેટ હીરોઇન્સ સાથે કામ કરવા મળ્યું છે. આ પહેલાનું
તેનું ફિલ્મ ’મેરી કોમ’ પ્રિયંકા ચોપરા સાથે હતું અને આ ફિલ્મ અનુષ્કા સાથે. જો કે
દર્શન છેલ્લા ૫ વર્ષથી સહજ થિયેટર ગૃપ સાથે જોડાયેલો છે. સ્ટેજના આર્ટિસ્ટના એક્ટીંગ
માટે વધારે કંઈ કહેવાની જરૂર જ ન હોય આ ફિલ્મમાં તો બસ ભગાવ્યે રાખ્યો છે અને કોઈ ખાસ
કામ પોતાના હિસ્સામાં ન હોવાથી કોઈ કૉમેન્ટ થઈ શકે એમ નથી. દિપ્તી નવલ ખૂબ નાના રોલમાં
છે પણ સાચે જ સરસ કામ કર્યું છે....
સાંભળવા મળ્યું છે કે આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મ ’ઇડન લેક’ની બેઠી
ઉઠાંતરી છે. અરે ત્યાં સુધી કે પોસ્ટર પણ ’બ્લેક વિડોવ’ પરથી
ઉઠાવવામાં આવ્યું છે! સપ્ટેમ્બર, ૨૦૧૪માં રીલીઝ કરવાના ટાર્ગેટ સાથે ફિલ્મનું શૂટ જાન્યુઆરી
૨૦૧૪માં શરૂ કરવામાં આવ્યું પણ કોણ જાણે જ્યારે લેટ થવાનું હોય ત્યારે ગમે તેમ લેટ
થતું જ રહે છે. ફિલ્મને ઘણા વિઘ્નો નડ્યા જેમ કે ૧૮ એપ્રિલ, ૨૦૧૪માં જયપૂરના શૂટ દરમિયાન
સેન્ડ સ્ટ્રોમ આવ્યું અને પૂરા ૫ દિવસ સુધી શૂટ બંધ રહ્યું હતું. આમ લેટ થતા થતા છેવટે
૬ માર્ચ ફિલ્મ રીલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યાં સેન્સર બોર્ડને વાંધો પડ્યો!
સેન્સર બોર્ડના કહેવા પ્રમાણે ૮ કટ પછી ફિલ્મને રીલીઝ કરવા દેવામાં આવ્યું છે જ્યારે
અનુષ્કાના કહેવા પ્રમાણે ૨ કટ જ સ્વીકારવામાં આવ્યા છે. હવે બે માંથી ગમે તે સાચું
હોય પણ ફિલ્મ તો આ કારણોથી ૧૩ માર્ચ જ રીલીઝ થઈ શકી અને એ પણ ’A' સર્ટીફીકેટ સાથે...
ફિલ્મને વખોડવા બેસીએ તો એટલાં બધા પોઇન્ટ્સ છે કે ગણવા પણ અઘરા
પડે! ઇન્ટરવલ સુધી ફિલ્મમાં કહી શકાય એવી એક જ ઘટના બને છે. ઘટના મુજબ એક ધાબા પર જમવા
બેઠેલાં અનુષ્કા અને નેઇલ સામે દર્શન કુમાર તેની બહેનને મારી રહ્યો છે અને નેઇલ વચ્ચે
પડતા તેને થપ્પડ ખાવી પડે છે. આ ઘટના પછી પોતાની હીરોગીરી દેખાડવા દર્શનની પાછળ જાય
છે અને દ્ગશ્ય જોતા જ ભાગવા માંડે છે. હવે જો થપ્પડ ઇશ્યૂ હોય અને પાસે બંદૂક હોય તો
ડરવાની વાત જ ક્યાં આવે છે? અને જો એટલી હિમ્મત હોય તો ત્યાં પણ જવાબ આપી શક્યો હોત.
ચલો ઇન્ટરવલ પછી આગળ વધીએ તો બસ ભાગવાનું જ છે અને એક પછી એક વાત બહુ જ એક્સ્પેક્ટેડ
આવે છે. પોલીસ સ્ટેશને જતી અનુષ્કાને ઇન્સ્પેક્ટર લઈને જાય ત્યાં જ ખબર પડે કે મળેલો
નીકળશે. આ રીતે જ સરપંચનું ઘર શોધીને તેના ઘેર પહોંચે ત્યારે પણ એક્સ્પેક્ટેડ જ હોય
કે આ દર્શનનું જ ઘર નીકળશે અને એ પણ એટલી જ સરસ રીતે ખબર પડે કે નેઇલ મરી જશે, ત્યારબાદ
અનુષ્કા ચંડી ચામુંડા થઈને બધા ગુંડા પાર્ટીને મારી નાખશે. હવે આટલી જ વાત માટે આખું
ફિલ્મ જે રીતે સમય બગાડે છે એ સહન કરવો અઘરો છે. જો રાઇટર સુદીપ શર્માની ક્રીએટીવીટી
હોત તો આ ભાગવું પણ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાયું હોત....
મ્યુઝિક ચક્રવર્તિ, સંજીવ-દર્શન, આયુષ શ્રેષ્ઠા, સવેરા મહેતા અને
સમીરા કોપીકર જેવા પાંચ પાંચ મ્યુઝિક ડિરેક્ટર્સે મળીને તૈયાર કર્યું છે અને સારુ છે
પણ ગીતોનું પ્લેસમેન્ટ ખૂબ જ ખરાબ છે. પ્રોડક્શન કંપનીની ક્રેડિટ ફેન્ટમ ફિલ્મ્સ અને
ક્લિન સ્લેટ ફિલ્મ્સને આપવામાં આવી છે. પ્રોડ્યૂસર તરીકે અનુષ્કા ઉપરાંત વિક્રમાદિત્ય
મોટવાણે, અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, સુનીલ લુલ્લા, ક્રિશીકા લુલ્લાનું નામ આપવામાં આવ્યું
છે. ઇરોઝ ઇન્ટરનેશનલ દ્વારા રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મને તેની મહેનત, લાઇટીંગ,
કૅમેરા વર્ક માટે જ ૨ સ્ટાર આપી શકાય....
પેકઅપ:
"આલિયા ભટ્ટ સ્વાઇનફ્લુના
માશ્ક પણ દુપટ્ટા મુજબ મેચીંગ કલરના શોધવા નીકળી હતી..."
No comments:
Post a Comment