એનકાઉન્ટર સ્પેસિયાલિસ્ટ દયા
નાયકની જિંદગીનો આધાર લઈને ફિલ્મ બનાવવાની હોય ત્યારે આપણે રીયલ ઇન્સીડન્સની આશા લઈને
જઈએ પણ ફિલ્મ હોય ત્યારે ફિલ્મ લિબર્ટી તો રહેવાની જ છે. આ લિબર્ટીનો સ્વીકાર કરીને
ફિલ્મ જોતા હોઈએ પણ જો આ લિબર્ટી એટલી હદે લેવામાં આવી છે કે એનકાઉન્ટરને જાણે કાયદેસર
બનાવી દેવામાં આવ્યું હોય અને એનકાઉન્ટર સેલ ખોલવામાં આવે! આટલે ન અટકતા નાના પાટેકરને
જોતા જ ખબર પડે કે હવે તેઓ ૬૫ ઉપર નીકળી ગયા છે અને કોઈ પણ એંગલથી અધિકારી તરીકે ફીટ
નથી લાગતા. લિબર્ટી ત્યાં સુધીની કે તેમની પોસ્ટ શું એ પણ ક્યાંય ક્લિયર નથી કરવામાં
આવ્યું! પણ જો પહેલા ભાગ માંથી આપણે કમાણી કરી હોય તો બીજો ભાગ બનાવ્યા વગર કેમ રહી
શકાય? મને તો સમજમાં જ નથી આવતું કે આ બીજા ભાગનો મોહ ક્યારે છૂટશે???
શીમીત અમીનના ડેબ્યુ ડિરેક્શનમાં ’અબ તક છપ્પન’નો પહેલો
ભાગ જોવા મળેલો. આ પછી તેની બીજી ફિલ્મ એટલે ’ચક દે ઇન્ડિયા’. ફિલ્મ
જોઈને શાહરૂખ ખાનથી એલર્જી રાખતા લોકો પણ બોલ્યા કે ક્લાસ ફિલ્મ છે. લોકોના ધ્યાનમાં
ન આવેલી કે ખાસ હીટ ન રહેલી ખૂબ સારી ફિલ્મ ’રોકેટ સિંઘ’ પણ
તેમણે જ ડિરેક્ટ કરી હતી. જે કોઈ કારણો રહ્યા હોય પણ શીમીતને બીજા ભાગનું ડિરેક્શન
ન સોંપતા નવા ડિરેક્ટર એઝાઝ ગુલાબને સોંપવામાં આવ્યું. ડિરેક્શનથી શું ફેર પડે છે તે
ફિલ્મ જોઈને તરત જ તમે નક્કી કરી શકશો! એક પણ દ્ગશ્ય તમને એમ નહીં લાગે કે આ દ્ગશ્યમાં
ડિરેક્શનનો ટચ જોવા મળે છે. જો કે તેમનું પહેલું ફિલ્મ છે એ ધારીને છૂટ આપી શકીએ પણ
એક પ્રશ્ન તો સતત ઊભો થાય છે કે ફિલ્મ શૂટ થાય ત્યારે ડિરેક્ટર તરીકે તેઓ કોઈ ફ્રેમ
કૅમેરા પર જોતા જ નહીં હોય? સિદ્ધાર્થ મોરેથી ખરાબ સિનેમેટોગ્રાફી મેં ક્યારેય જોઈ
નથી! સિનેમેટોગ્રાફરની આળસ એટલી હદે દેખાય છે કે ક્લોઝ શોટ લેવા માટે પણ વાઇડ લેન્સનો
ઉપયોગ કરવામાં આવ્યો છે! સિનેમેટોગ્રાફીના રુલ્સ બ્રેક કરવા માટે જ હોય છે પણ એ રીતે
બ્રેક કરો કે દર્શકોને માથે હથોડા ન લાગે. પ્રયોગ કરવા જતા માત્ર અને માત્ર વાઇડ એંગલ
લેન્સનો જ ઉપયોગ થયો છે જે ખૂબ જ ખરાબ લાગે છે અને એ માટે સિનેમેટોગ્રાફરથી વિશેષ ડિરેક્ટરનો
જ વાંક ગણી શકાય....
નાના પાટેકરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ૧૯૭૮માં ’ગમન’ ફિલ્મથી
થઈ. નાનાએ પોતાની સ્ટાઇલ અલગ રીતે જ રજૂ કરી. ચહેરા પર કોઈ જ ઍક્સ્પ્રેશન ન આપીને પણ
એક્ટીંગ થઈ શકે એવું નાના પાટેકરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શિખવાડ્યું. ૧૯૭૮થી શરૂ થયેલી
આ સફર લગભગ ૭૦ ફિલ્મ્સ સુધી પહોંચી છે અને આ રીતે જ નાનાનું એવૉર્ડ લિસ્ટ પણ મોટું
છે. ’પરિંદા’માં
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવૉર્ડ જીત્યા પછી આશરે ૧૬ જેટલા એવોર્ડ્સ નાનાએ
જીત્યા છે. વર્ષો પહેલા દૂરદર્શન પર આવતી કાર્ટૂન સિરીઝ ’જંગલ બૂક’ના શેર
ખાનનો અવાજ નાનાએ આપેલો જે આજે પણ કાનમાં ગુંજે છે. નાના ડિરેક્ટર તરીકે પણ અદભૂત રહ્યા
છે. જો કે તેમણે ફરી ડિરેક્શન કર્યું જ નહીં પણ ’પ્રહાર’ જોઈને
તેમના ડિરેક્શનના વખાણ કરવા જ પડે પણ નાના પાટેકરે હવે સમજીને આવા કૅરેક્ટર માટે પોતાની
ડીગ્નીટી સાચવવા સામેથી ના પાડી દેવી જોઈએ. ગુલ પનાગ ભારત તરફથી મીસ યુનિવર્સ કોમ્પીટ
કરી ચૂકી છે પણ બોલીવુડ કેરિયર છેક ૨૦૦૩માં ’ધૂપ’ ફિલ્મથી શરૂ થઈ. ગુલને માંડ
માંડ ૧૫ ફિલ્મ્સ મળી છે અને તેમાં પણ નોંધ તો ક્યાંય પણ લેવામાં નથી આવી! કે ન તો આ
ફિલ્મ માટે પણ તેની કોઈ નોંધ લેશે. ગુલ સિરિયલ્સ પણ કરી ચૂકી છે. નિર્માતાને બજેટનો
પ્રશ્ન નડતો હોય ત્યારે આમ જાણીતા પણ ઓછા જાણીતા સ્ટાર પર પસંદગી વધારે ઊતારવામાં આવે
છે. મોહન અગાસેના એક્ટીંગનો હું પ્રશંસક રહ્યો છું. વ્યવસાયથી ડૉક્ટર એવા મોહન અગાસે
એક્ટીંગ માટે પ્રેક્ટીસ છોડી ચૂક્યા છે. ૧૯૭૨થી શરૂ થયેલી તેમની ફિલ્મ યાત્રા દરમિયાન
’ગાંધી’, ’પાર’, ’મશાલ’, ’મીસ્સીસીપ્પી
મસાલા’, ’શક્સ’, ’રંગ
દે બસંતી’ જેવી
અસંખ્ય નામાંકિત ફિલ્મ્સ આપી ચૂક્યા છે અહીંયાં તો તેમને આ રોલ કેમ કર્યો હશે એ પ્રશ્ન
તમને પણ મારી જેમ જ થશે જ. આવા જ એક મહાન કલાકાર એટલે ગોવિંદ નામદેવ. બહુ મોટી ઉમરે
ગોવિંદજીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. ૧૯૯૨માં તેમની પહેલી ફિલ્મ હતી ’શોલા
ઔર શબનમ’ અ પછીની
તેમની દરેક ફિલ્મ જુઓ તો ગોવિંદ નામદેવના વખાણ જ કરવા પડે, જેમ કે ’આંખે’, ’બેન્ડીટ
ક્વિન’, ’પ્રેમગંથ’, ’વિરાસત’, ’સત્યા’, ’સરફરોશ’, ’સત્તા’, ’ગર્વ’, ’સરકાર
રાજ’, ’હીરોઇન’ અને
કોણ જાણે બીજી કેટલી ફિલ્મ હશે. ગોવિંદ નામદેવ માટે આ બહુ જ નાનું પાત્ર હતું પણ તેમની
એક્ટીંગ માટે તમે પ્રશ્ન નહીં કરી શકો. મને જીવનમાં વિક્રમ ગોખલે સાથે કામ કરવાનો એકવાર
મોકો મળ્યો હતો જેને હું સદભાગ્ય ગણું છું. ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, નાટક
બધાં જ કામ માટે વિક્રમ ગોખલેને રીસપેક્ટ આપવી જ પડે એ રીતે તેઓ પોતાના કામને વફાદારી
પૂર્વક નિભાવે છે પણ વિક્રમ ગોખલેની એક ખાસિયત રહી છે તેઓ ડિરેક્ટરના એક્ટર રહ્યા છે.
આ ફિલ્મમાં ખાસ ન જામવા માટે તેમનાથી વધારે ડિરેક્ટરનો વાંક કહી શકાય. NSDના સ્ટૂડન્ટ
આશુતોષ રાણાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ૧૯૯૬ની ’સંશોધન’ ફિલ્મથી
થઈ હતી. આ પછી મોટા ભાગે તેમને નેગેટિવ કૅરેક્ટર જ મળ્યા છે અને લોકોને ઘણા પસંદ આવ્યા
છે પણ મનો દરેક વખતે ઓવર એક્ટીંગ કરતા જ લાગ્યા છે! આશુતોષે હિન્દી ઉપરાંત તેલુગુ,
મરાઠી અને તામિલ ફિલ્મ્સ પણ કરી છે અને આ ઉપરાંત ટેલિવિઝન ક્ષેત્રે પણ તેમનું સારુ
નામ રહ્યું છે. તેમને અહિંયાં પણ ઓવર એક્ટીંગનો મોકો આપવામાં આવ્યો છે. સતત બેલેન્સ
કામ કર્યું છે પણ મોકો મળતા જ ઓવર એક્ટીંગ તો બતાવી જ દીધી છે....
એનકાઉન્ટર જેવો હાર્ડકોર વિષય ઊઠાવવો હોય તો સ્ટોરી લેવલ પર પણ ઘણું
કાંતવું પડે પણ નિલેશ ગીરકરની વાર્તા પણ એ રીતે જ ખરાબ છે જેમ ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી
ખરાબ છે. ફિલ્મનું બજેટ બચાવવા પ્રોડ્યૂસર
રાજુ ચડા અને ગોપાલ દલવીએ આર્ટિસ્ટ્સ પણ સારા છતા ઓછા બજેટના શોધ્યા છે. કલાકારો
માટે તમને કોઈ જ પ્રશ્ન નહીં હોય પણ કામ માટે થશે જ. ફિલ્મમાં એક પણ ગીત ન લઈને દર્શકો
ઉપકાર મ્યુઝિક ડિરેક્ટર અમાલ મલ્લીકે ઉપકાર કર્યો છે. અલુમ્બરા એન્ટરટેઇન્મેન્ટને પ્રોડક્શન કંપનીની ક્રેડિટ
આપવામાં આવી છે અને વેવ સિનેમાં પોન્ટીએ ફિલ્મ રીલીઝ કરી છે. સૌથી સારી વાત એ છે કે
ફિલ્મનો રન ટાઇમ ૮૦ મીનીટનો જ છે જે પણ એક વધારાનો ઉપકાર જ ગણી શકાય. ફિલ્મને જો કોઈ
પણ બાબત માટે ૨ સ્ટાર આપવા હોય તો સિનિયર અને ગ્રેટ આર્ટિસ્ટ્સના ફિલ્મ સ્વીકારવા માટે
આપી શકાય એમ છે...
પેકઅપ:
"વેલેન્ટાઇન મંથમાં ના કોઈએ
ફૂલ આપ્યું, ના ચોકલેટ આપી કે ન તો કોઈએ પ્રોપોઝ કર્યું! મને થાય છે કે PK ના પ્લૅનેટ
પર જતો રહું અને કહું કે ’ઉ ગોલામાં હમરી કોનુ ફીરકી લે રહા હૈ"
No comments:
Post a Comment