કોઈ પણ ફિલ્મ લખવાની શરૂ થાય
ત્યારે દરેક પાત્રનું પાત્રાલેખન કરવામાં આવ્યું હોય તો ફિલ્મના પાત્રો પાસેથી કામ
લેવું ખૂબ સહેલું થઈ જાય છે. પોતાના પાત્રને લઈને આર્ટિસ્ટ સતત ડિરેક્ટર સાથે બેસે
છે અને પોતાના પાત્રને સમજવાની કોશિશ કરે છે. આ સમજણ જેટલી સારી એટલું જ સારુ એક્ટીંગ
પડદા પર જોવા મળે. ’બદલાપુર’માં આ વાત સીધી જ સામે આવે છે. દરેક પાત્ર પોતાના કામ માટે
એકદમ સ્યોર છે. ફિલ્મની મુખ્ય વાર્તા ભલે બદલાની ભાવનાની છે પણ જો તેમાંથી પાત્રને
અલગ કરી લો તો પાત્રની પોતાની પણ એક વાર્તા છે. દરેક પાત્ર પોતાના ટાર્ગેટ પર જ રમે
છે. ભલે ગમે તેટલી બદલાની ભાવના હોય પણ નેગેટિવ કૅરેક્ટરમાં પણ તમને પ્રેમ જોવા મળશે
એટલે ફિલ્મને બદલા વચ્ચે પ્રેમની ફિલ્મ કહી શકાય....
શ્રીરામ રાઘવન એટલે FTIIમાં રાજકુમાર હીરાણીના ક્લાસમેટ. અભ્યાસ
દરમિયાન જ તેમણે એક શૉર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી ’ધ એઇટ કોલમ અફેર’ જે
૧૯૮૭માં નેશનલ એવૉર્ડ જીતી હતી. શરૂઆત જ આટલી સરસ હતી એટલે કામ તો મળવાનું જ હતું પણ
શ્રીરામને પહેલો બ્રેક રામ ગોપાલ વર્માએ આપ્યો. શ્રીરામની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ ’એક
હસીના થી’ હતી.
જેમણે પણ આ ફિલ્મ જોઈ હશે વખાણ જ કર્યા હશે. આ પછીની તેમની ફિલ્મ ’જોની ગદ્દાર’ બૉક્સ
ઓફીસ પર ખાસ અસર નહોતી છોડી શકી પણ ખાસ ઓડિયન્સને પસંદ આવેલી. એ પછીની તેમની પ્યૉર
કોમર્સિયલ ફિલ્મ એટલે ’એજન્ટ વિનોદ’. સૈફ અલીખાન સાથેની આ ફિલ્મ હીટ ન કહી શકાય
તો ફ્લોપ પણ ન જ કહી શકાય. કદાચ આ પહેલો મોકો છે જે અલગ અને છાપ છોડી શકે એવી ફિલ્મ
તેમને ડિરેક્ટ કરવા મળી છે. તેમને મળેલા આ મોકાને તેમણે ખૂબ જ સરસ રીતે ઝડપી લીધો છે.
નાની નાની વાતોમાં પણ ડિરેક્શનનો મોકો ચૂકવામાં નથી આવ્યો. ફિલ્મમાં કોઈ જ હાઇ-ફાઇ
દ્ગશ્યોને બદલે સ્થિર કૅમેરા વડે પણ વાતને બહાર કાઢવામાં આવી છે. અરે જેલની અંદર થયેલું
શૂટ એકદમ અદલ જેલની અંદર ચાલતા વહેવાર મુજબ જ શૂટ કરવામાં આવ્યો છે. જેલમાં ઇષ્ટો રમતા
કેદીઓની કૂકરી એટલે દવાની ટેબલેટ્સ! આટલી ઝીણવટથી શ્રીરામ જ ડિરેક્ટ કરી શકે....
એક સમયના મારા ફેવરીટ ડિરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર વરુણ મુખ્ય ભૂમિકામાં
છે. ડેવિડ ધારત તો વરુણને સીધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવી શક્યા હોત પણ વરુણને
ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ’માય નેઇમ ઇઝ ખાન’માં
કરણ જોહર સાથે રાખ્યો. પૂરા બે વર્ષ પછી કરણે તેને ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયર’માં
પહેલો બ્રેક આપ્યો. આ પછીની તેની ફિલ્મ ’તું મેરા હીરો’ સારી
રહી જ્યારે ’હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ખાસ બિઝનેસ ન કરી શકી. ખરા અર્થમાં કહો તો
વરુણને એક્ટીંગનો મોકો આપતી આ પહેલી ફિલ્મ કહી શકાય. વરુણનું એક્ટીંગ પોતાના પ્રમાણમાં
સારુ જ હતું પણ વધુ પડતો શાહીદ કપૂરની કોપી કરતો જોવા મળ્યો તો પણ સારું જ કામ કર્યું.
ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે નવાઝુદ્દીન સીદ્દીકી છે. નવાઝુદ્દીન NSDઆ સ્ટુડન્ટ રહી ચૂક્યા
છે. તમને આશ્ચર્ય થશે કે ૧૯૯૯માં આવેલી ’શૂલ’ ફિલ્મમાં માત્ર રેસ્ટોરેન્ટમાં લેખક તરીકે
એક કે બે દ્ગશ્યમાં દેખાયેલા. આ રીતે જ એ વર્ષમાં જ ’સરફરોશ’માં
પણ નાનો રોલ કર્યો હતો. ’ગેંગ્સ ઑફ વસ્સેપુર 2’ જોશો તો ખબર પડી જશે કે ’ગેંગ્સ ઑફ
વસ્સેપુર’ના મનોજ
બાજપેયીના એક્ટીંગને પણ ઝાંખું પાડવાની ક્ષમતા આ એક્ટરમાં છે. કોમર્સિયલ ફિલ્મ ’કીક’ સુધીની
તેમની સફરમાં નવાઝુદ્દીનના વખાણ જ સાંભળવા મળ્યા છે. માત્ર ૨૦૧૩-૧૩ના એક જ વર્ષમાં
નવાઝુદ્દીનને ૧૦ એવોર્ડ્સ મળ્યા છે. આ ફિલ્મમાં તો નવાઝુદ્દીનના એક્ટીંગના વખાણ કરતા
અટકી શકાય એમ નથી. એક એક સિનમાં નવાઝુદ્દીન જ દેખાય છે. ફિલ્મના હીરો તરીકે ભલે વરુણ
ધવન હોય પણ ફિલ્મનો રીયલ હીરો તો નવાઝુદ્દીન જ છે. હુમા કુરેશીએ આમ તો મોડેલીંગના ઘણા કોન્ટ્રેક્ટ્સ
કર્યા અને પછી મુંબઈ આવી ઓડીશન આપવાનું શરૂ કર્યું. ખૂબ મહેનત કરી પણ ખરી શરૂઆત અનુરાગ
કશ્યપની નજર પડતા થઈ. ’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ના બંને ભાગમાં દેખાતા સાથે જ ફિલ્મ્સની ઑફર આવવા લાગી. આ સફરમાં ’દેઢ ઇશ્કીયા’ પણ
તેને મળી. ૨૦૧૨ થી ૨૦૧૪ સુધીમાં આઇફા, ટાઇમ્સ, ઝી સીને, સ્ટારડસ્ટ, સ્ક્રીન જેવા બધા
જ એવોર્ડસ હુમાને મળ્યા. આ ફિલ્મમાં તેને હિસ્સે નાનો રોલ છે પણ નાના કામને પણ કેમ
દીપાવી શકાય એ હુમાએ બતાવીએ આપ્યું. ’ચાંદ
કે પાર ચલો’ સિરિયલથી
પોતાની કેરિયર શરૂ કરનાર યામી ગૌતમની પહેલી ફિલ્મ ’વિક્કી ડોનર’ સુપર
હીટ રહી. જો કે યામી કન્ન્ડ, પંજાબી અને તેલુગુ ફિલ્મમાં જાણીતું નામ બની જ ચૂકી હતી.
યામી હિન્દી ફિલ્મમાં ખૂબ ચૂઝી છે. ’ટોટલ સિયપ્પા’ અને ’ઍક્શન જેક્શન’ ગણીએ
તો આ તેની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં આમ જુઓ તો ખાસ રોલ નથી પણ જે છે તેને ન્યાય આપવાની
કોશિશ કરી છે. નવાઝુદ્દીનના પાર્ટનર તરીકે વિનય પાઠક છે. વિનયને તેની પ્રકૃતિ તદ્દન
અલગ રોલ આપવામાં આવ્યો છે. ૧૯૯૮ ’બોમ્બે બોયઝ’થી શરૂઆત કરનાર વિનય અત્યાર સુધી લગભગ ૩૫
ફિલ્મ્સ કરી ચૂક્યા હશે પણ લોકો તેને ’ભેજા ફ્રાય’ પછી
વધારે ઓળખવા લાગ્યા છે. વિનય પોતાના નાના પાત્રમાં માત્ર રૂમ બહાર બેસીને રડતા જુઓ
ત્યાં જ વાહ બોલાય જશે. મારી ઓલ ટાઇમ ફેવરીટ દિવ્યા દત્તા પણ એક નાના પાત્રમાં છે.
દિવ્યા પાસે હવે ૮૦ ફિલ્મ્સનો અનુભવ છે માટે કોઈ પણ રોલ હોય દિવ્યા સેટ જ હોય. વિનયની
પત્નીના પાત્રમાં રાધીકા આપ્ટે છે. રાધીકા ૨૦૦૫થી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. રાધીકાએ
હિન્દી ઉપરાંત બેંગોલી, મરાઠી, તેલુગુ, તામિલ, મલયાલમ અને ઇંગ્લિશ ફિલ્મ્સમાં પણ કામ
કર્યું છે...
સચીન-જીગરનું મ્યુઝિક પણ માણવા લાયક છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે શ્રીરામ
રાઘવને જ લખ્યો છે સાથે અન્ય લેખક તરીકેની ક્રેડિટ અરીજીત બિશ્વાસને આપવામાં આવી છે.
અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી સિમ્પલ અને સરસ છે. ઇરોઝ ઇન્ટરનેશનલ દ્વારા રીલીઝ કરવામાં
આવ્યું છે. સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી ફિલ્મનું બજેટ ૨૫ કરોડનું છે. હવે પ્રમોશનમાં
કેટલા આમાં ગણાયા હોય એ ખબર નથી પડી. આમ તો ફિલ્મના દરેક પાસા ખૂબ જ સારા છે પણ જો
કદાચ ન હોત તો પણ માત્ર અને માત્ર નવાઝુદ્દીન સીદ્દીકીના એક્ટીંગ પર ફિલ્મના રૂપિયા
વસૂલ છે. આ પછીની વાત આવે તો ફિલ્મનો સ્ક્રીનપ્લે. ખૂબ જ સીધો સાદો સ્ક્રીનપ્લે હોવા
છતા ક્યાંય ગ્રીપ છૂટતી નથી. આમ જુઓ તો ફિલ્મ પહેલા જ દ્ગશ્યમાં ઓપન થઈ જાય છે પણ અંત
સુધીની સફરને મજબૂત સ્ક્રીનપ્લે જ જાળવી રાખે છે. ખૂબ નાનું પાત્ર હોય તો પણ એ પાત્ર
પાસે મહેનત કરાવવામાં આવી જ છે. એક પણ દ્ગશ્યને વેડફવામાં નથી આવ્યું. દરેક દ્ગશ્યમાં
એક્ટીંગ અથવા ડાયલૉગ અથવા સિનેમેટોગ્રાફી અથવા ડિરેક્શન કંઈ પણ એક વાત તો આફરીન બોલવા
જેવી આવે જ છે. ફિલ્મ ૩.૫ સ્ટાર ડીઝર્વ કરતી મસ્ટવોચ લિસ્ટમાં જાય છે....
પેકઅપ:
"નોકરી જોઇન કરશો તે દિવસે
ક્વાટર મળશે વાંચીને આલિયા ભટ્ટ ગ્લાસ સાથે પહોંચી ગઈ હતી"
No comments:
Post a Comment