હમણાં સુધી એવી માન્યતા હતી કો જો ખૂબ સારા આર્ટિસ્ટ્સ લેવા હોય તો ફિલ્મ
ધમાકેદાર જ હોવી જોઈએ, ગોર્જીયસ લોકેશન્સ હોવા
જોઈએ, ખાસ પ્રકારના કોસ્ચ્યુમ્સ હોવા જોઈએ અને ફિલ્મની સ્ટોરી
ચકચકતી હોવી જોઈએ પણ આ માન્યતા માંથી ધીમેધીમે લોકો બહાર નીકળતા શીખ્યા છે. જો કે
આમાં સૌથી મોટો ફાળો એક્ટર્સનો જ ગણવો પડે કેમ કે જ્યાં મોટી ફી સાથે પણ તેમને
સ્વીકારવા લાઇનમાં લોકો ઊભા હોય ત્યારે જ્યાં એક્ટીંગ કરવા મળે એવી ફિલ્મને પહેલા
પસંદ કરે. ’ફાઇડીંગ ફેની’માં
દિપીકા પાદુકોણ,
અર્જૂન કપૂર, ડિમ્પલ
કાપડિયા, નશીરુદ્દીન શાહ અને પંકજ કપૂર જેવા કલાકારો હોય. રણવીર સિંઘ
કેમિયો એપીરીયન્સ આપતો હોય ત્યારે તમે જો ધમાકેદાર ફિલ્મની આશામાં ફિલ્મ જોવા જતા
હો તો ન જતા પણ કોનું એક્ટીંગ સારુ છે એ નક્કી ન કરી શકો એવું ફિલ્મ જોવું હોય તો
તમારે માટે એક્ટીંગના ઉત્તમ નમૂના રૂપે ’ફાઇન્ડીંગ
ફેની’ છે....
ફિલ્મ હોમી અડજાનીયાએ
ડિરેક્ટ કરી છે. હોમીની ફિલ્મ્સ સામાન્ય અને કોમર્સિયલ ફિલ્મથી સાવ અલગ હોય છે.
૨૦૦૬માં આવેલી ’બીઇંગ સાયરસ’ જોઈ હોય તો તમે સમજી શકશો કે વાતને કંઈક અલગ રીતે પણ રજૂ
કરી શકાય. હોમી ખૂબ સારો રાઇટર પણ છે. આ ફિલ્મમાં હોમી કો-રાઇટર પણ હતા. આમ તો આ
ફિલ્મ ૨૦૦૯માં પહેલો ડ્રાફ્ટમાં લખાય ગઈ હતી. ફિલ્મના રિસર્ચ માટે હોમી એક મહિના
સુધી ગોવાના આજુબાજુના ગામડાઓમાં ફર્યા હતા અને ત્યાંના લોકોની ખાસિયત, કામ, ચાલ, બોલી વગેરેનો અભ્યાસ કર્યો હતો. ફિલ્મના મુખ્ય પાત્રો માટે
ઇમરાન ખાન અને સોનમ કપૂર સાથે વાત પણ થઈ ગઈ હતી પણ હોમીએ જ્યારે પહેલીવાર આ
ફિલ્મની વાત પ્રોડ્યૂસર દિનેશ વિજનને કરી તો તરત જ જવાબ મળ્યો કે "તારી આવી
હિંગ્લીશ ફિલ્મને જોવા ૧૦ માણસો પણ નહીં આવે" એટલે હોમીએ ’કોકટેલ’ પર કામ શરૂ કરી દીધું.
જો કે આ ફિલ્મની વાર્તા કેસરી ખંભાતાની હતી તેણે એક નોવેલની જેમ લખીને હોમીને આપી
હતી. હોમી માટે આ પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ જેવો હતો. હોમીએ ’કોકટેલ’ના શૂટ દરમિયાન જ દિપીકા
સાથે ફિલ્મની વાત કરી અને દિપીકા તૈયાર થઈ. હોમીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો
ફૂલ લેન્થ ફિલ્મ બનાવવા નહીં મળે તો આપણે શૉર્ટ ફિલ્મ પણ બનાવીશું....
હોમીની ’કોકટેલ’ની સફળતા પછી હોમી પર
પ્રોડ્યૂસ દિનેશ વિજનને ભરોસો બેઠો અને દિપીકા પછી બાકીના કલાકારો સાથે વાત
કરવાનું શરૂ કર્યું. મેં ૨૦૧૩માં અર્જૂન કપૂર ને સાઇન કરવામાં આવ્યો, ઓગસ્ટ ૨૦૧૩માં નશીર સાહેબ અને ડિમ્પલને સાઇન કરવામાં આવ્યા, આ દરમિયાન જ પંકજ કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા. આવા જોરદાર
કલાકારો હોય તો ફી કેવી હશે અને ફિલ્મનું બજેટ કેટલે જશે એ પ્રશ્ન ઊભો થશે! પણ
તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મ માત્ર ૧૨ કરોડમાં જ બની છે. હવે તમને થશે કે
જ્યારે દિપીકા ૫ કરોડ લેતી હોય, નશીર સાહેબ ૨.૫ કરોડ
લેતા હોય, અર્જૂન કપૂર ૨ કરોડ લેતા હોય અને પંકજ કપૂર મનમાં આવે એટલાં
રૂપિયા લેતા હોય ત્યારે ૧૨ કરોડમાં ફિલ્મ કેમ બને? તો દરેક એક્ટર્સ પોતાની ફી કોમ્ર્પોમાઇઝ કરીને પણ ફિલ્મ કરવા તૈયાર થયા.
ફિલ્મની વાર્તા જ એ રીતે ડિઝાઇન થઈ છે કે લગભગ ૭૫% ફિલ્મ એક જ કોસ્ચ્યુમમાં છે.
લોકેશન્સ એટલાં ઓછા છે કે લોકેશન કોસ્ટ ઝીરો મૂકી શકાય.. આટલાં ખાસ કલાકારો હોવા
છતા ફિલ્મના શૂટીંગ પહેલા એક મહિનાનો એક્ટીંગ વર્કશોપ ગોઠવવામાં આવ્યો. આ
વર્કશોપનો મુખ્ય હેતુ હતો નશીર સાહેબને તેની ટીપીકલ સ્ટાઇલથી બહાર એક્ટીંગ કરાવવી, અર્જૂન કપૂરને પણ તેની ટીપીકલ સ્ટાઇલ માંથી બહાર કાઢવો અને
ડિમ્પલ કાપડિયાનો વજન વધારવો. આ વર્કશોપ મહદંશે સફળ રહ્યો....
ઑક્ટોબર ૨૦૧૩માં ફિલ્મનું
શૂટીંગ શરૂ કરવામાં આવ્યું અને સળંગ ૩૬ દિવસનું શેડ્યૂલ લેવામાં આવ્યું. એક જ
શેડ્યૂલમાં આખુ ફિલ્મ પૂરુ કરવામાં આવ્યું. ફિલ્મ મૂળ અંગ્રેજીમાં હતું અને પછીથી
હિન્દી ડબ કરવામાં આવ્યું. ફિલ્મના ડબીંગમાં પણ એ જ કલાકારો પાસે કરાવવામાં આવ્યું
છે. યુવા બેલડી સચીન-જીગર અને સચીન ગુપ્તાનું મ્યુઝિક છે. સચીન-જીગર ગુજરાતી
મિત્રો છે અને તાજેતરમાં જ એમણે ’બેય
યાર’માં ખૂબ સરસ ગુજરાતી મ્યુઝિક પણ આપ્યું. મીથીઆસ કુટલેસીએ
બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ગોવા આજુબાજુનું વાતાવરણ હોય અને ક્રિષ્ચીયન
કોમ્યુનીટીની વાત હોય ત્યારે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કૉમ્પ્રોમાઇઝ થાય તો ન ચાલે
પણ ખૂબ સારી રીતે મીથીઆસ પોતાની જવાબદારી નીભાવી શક્યા છે. દિનેશ વિજનના પ્રોડક્શન
મેડરોક ફિલ્મ્સને પ્રોડક્શન ક્રેડિટ આપવામાં આવી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા
રીલીઝ કરવામાં આવ્યું છે...
આમ તો આપણી ફરિયાદ એવી હોય
છે કે ફિલ્મ એટલી ધીમી ચાલે છે કે બોર થઈ જવાય છે અને બીજી ફરિયાદ એવી હોય છે કે
ફિલ્મનો રન ટાઇમ ખૂબ લાંબો હતો પણ જો ’ફાઇડીંગ
ફેની’ની વાત કરીએ તો ફિલ્મની લેન્થ માત્ર ૯૩ મીનીટનો છે પણ આ
ફિલ્મ માટે મારી અન્ય ફિલ્મ કરતા અલગ ફરિયાદ છે કે અંત લાવવા માટે ફિલ્મ થોડી
ભગાવવામાં આવી છે. આ જગ્યાએ જો ફિલ્મને થોડી ખેંચવામાં આવી હોત તો વધુ સારો ન્યાય
આપી શકાયો હોત...
ફિલ્મની વાર્તાની વાત કરીએ
તો સાવ સામાન્ય રીતે રહેતું એક ગામ અને ગામમાં રહેતા ખાસ પ્રકારના માણસો. એક
પોસ્ટમાસ્ટર જેની પાસે ક્યારેય ચિઠ્ઠી નથી આવતી, લગ્નના પહેલા જ દિવસે પતિને ગુમાવી ચૂકેલી એક વિધવા અને
વિધવાની સાસુ. આ વિધવાનો જૂનો પ્રેમી અને ગામમાં અચાનક જ ચડી આવેલો એક ચિત્રકાર.
ક્રમશ: પાત્રો જોઈએ તો નશીરૂદ્દીન શાહ, દિપીકા
પાદુકોણ, ડિમ્પલ કાપડિયા, અર્જૂન
કપૂર અને પંકજ કપૂર. આ પાત્ર માંથી કોઈ પણ પાત્રને જો દૂર કરી દેવામાં આવે તો
ફિલ્મ ફિલ્મ જ ન રહે. ૪૬ વર્ષથી એક સ્ત્રીને મનમાં ચાહતા નસીર સાહેબની જિંદગીમાં
તોફાન ત્યારે આવી જાય છે કે જ્યારે કોઈ તેના ઘેર એમણે તેની પ્રેમિકા સ્ટેફની એટલે
ફેનીને લખેલી ચિઠ્ઠી ૪૬ વર્ષે પાછી આપી જાય છે. નસીર સાહેબને વસવસો થાય છે કે તેના
પ્રેમની વાત ફેની સુધી તે પહોંચાડી નથી શક્યા. દિપીકા માટે જીવનમાં બીજુ કંઈ જ નથી
માટે ફેનીની શોધમાં ઉપર લખેલું ગૃપ નીકળી પડે છે. દરેક વ્યક્તિ પાસે આ ટૂરમાં જોડાવવાનું
કોઈક કારણ છે. ફેનીની શોધ દરમિયાન બનતા પ્રસંગો એક સચોટ ફિલ્મની હાર્મની કેવી હોવી
જોઈએ એ સાબિતી આપે છે...
ફિલ્મની અંદર ખૂબ જ સારી
બાબતો છે પણ ફિલ્મ આખી અંતમાં સ્પીડ વધારાની સાથે જ અકાળે મરી જાય છે. જે ગતિથી
લોકો ફિલ્મને સ્વીકારતા હોય અને અચાનક જ એવી ઘટનાઓ રજૂ કરી દેવામાં આવે એટલે અમુક
ટ્રીટમેન્ટની અને ડિરેક્શનની ખામીઓ દેખાય આવે. ફિલ્મમાં દરેક બાબતોનું ધ્યાન
રાખવામાં આવ્યું છે જેમ કે ફેમસ કાસ્ટ હોવાને લીધે લાભ ઉઠાવવા ગીતો ઉમેરી શકાત પણ
એક જ ગીત રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં
દિપીકા અને અર્જૂનનો શારીરિક સંબંધ જરા પણ ખૂંચે એવો નથી, ગોવાની વાત છે એટલે ગોવાની જ પૃષ્ઠ ભૂમિ વાપરવામાં આવી છે, એક સિમ્બૉલિક રીતે ઉપયોગમાં લેવામાં આવેલી બિલાડીનો પણ
પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે જો છેલ્લી ૧૦ મીનીટ પર થોડું ધ્યાન રાખવામાં
આવ્યું હોત તો ૩ ને બદલે ૪ સ્ટાર મેળવી જાત....
પેકઅપ:
"સલમાન ખાન ’બીગ બોસ’માં પ્લેન ચલાવશે"-
આ સમાચારથી ફૂટપાથ પરના લોકોએ મીઠાઇઓ વહેંચી પણ બુર્જ ખલીફા સતત ચિંતિત છે.....
No comments:
Post a Comment