ફિલ્મ સારી હોય કે ન હોય પણ બોક્ષ ઓફીસ પર કેટલો ધંધો કરે છે
એના પર સફળતાનો આધાર છે. આ સફળતામાં તમે જ્યારે પહેલી ફિલ્મમાં કમાણી કરી ચૂક્યા હો
ત્યારે બીજી ફિલ્મ આવે જ એ લોજિક સાથે જ ચાલવાનું અને એથી પણ વિશેષ જો ફિલ્મના પ્રોડ્યૂસર
વિક્રમ ભટ્ટ હોય તો પછી બીજો નહીં ત્રીજો ભાગ કે ચોથો ભાગ પણ આવી શકે. ’હેટ સ્ટોરી’ માત્ર
૩.૫ કરોડમાં બનેલી હતી અને પોસ્ટર તેમજ પ્રોમો પરથી પહેલા જ દિવસે ફિલ્મની આવક ૨ કરોડ
થઈ હતી. આ પછી એક વિક પુરુ થતા બોક્ષ ઓફીસ અને અન્ય રાઈટ્સ બધું જ મળીને આ ફિલ્મ ૪૫ કરોડનો ધંધો કરવામાં સફળ
રહી હતી. જો ૪૫ કરોડ કમાણી કરી ચૂક્યા હોય તો પછી બીજા પ્રયાસમાં ૫-૭ કરોડ નાખવામાં
શું વાંધો? આજે આ ફિલ્મ સાથે અન્ય બે ફિલ્મ્સ ’અમીત સહાની કી લીસ્ટ’ અને
’પિઝા 3D’ પણ રીલીઝ થઈ છે. જોઈએ હવે લોકો હોરર પસંદ કરે છે કોમૅડી કે પછી સેક્સ! જો
કે સેક્સની આશામાં ગયેલા લોકોને આ ફિલ્મના બીજા નિષ્ફળ પ્રયાસની જેમ જ નિષ્ફળતા મળશે...
’હેટ સ્ટોરી’નું
ડિરેક્શન વિવેક અગ્નીહોત્રીનું હતું. વિવેક ’ચોકલેટ’ જેવી ખતરનાક ફિલ્મ આપી ચૂક્યા
છે જ્યારે પાર્ટ-૨ વિશાલ પંડ્યાએ ડિરેક્ટ કરી છે. વિશાલ પંડ્યાનું આ પહેલું ડિરેક્શન
છે. આ કારણે જ તમને ફિલ્મમાં સીધો ફેર દેખાશે. સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડિરેક્શનમાં
બધે જ ખામીઓ નજર આવશે. સારા ડિરેક્ટરના હાથ નીચે તૈયાર થયેલું ફિલ્મ દેખીતી રીતે જ
અલગ નજર આવે છે. વિશાલે ’આવારા પાગલ દિવાના’માં સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની
કેરિયર શરૂ કરી હતી. આ પછી ’એલાન’, ’જૂર્મ’, ’દિવાને હુએ પાગલ’ અને ’અનકહી’ સુધી
આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા. વિક્રમ ભટ્ટ કૅમ્પમાં તેમણે ’રાઝ-૩’માં
એસોસિયેટ ડિરેક્ટર તરીકેની ક્રેડિટ મળી. ઉપરના લીસ્ટમાં એક પણ એવું ફિલ્મ નથી જેના
વખાણ કરવા પડે માટે અહીં અનુભવની ખામી સીધી જ નજરમાં આવે છે...
સુરવિન ચાવલા
પર ફિલ્મનો ભાર છે. સુરવિન જ જ્યારે દેખાવડી નથી લાગતી ત્યારે સેન્ટ્રલ કૅરેક્ટર નબળું
જ લાગે. સુરવિનની ફિલ્મ એન્ટ્રી કન્નડ ફિલ્મ ’પરમેશા પનવાલા’થી થઈ
હતી. આ પછી ૨૦૦૯માં ’રાજુ મહારાજુ’ નામની તામિલ ફિલ્મ કરી અને એ જ વર્ષમાં પંજાબી
ફિલ્મ ’ધરતી’ પણ
કરી. ’હમ તુમ ઔર શબાના’માં ગેસ્ટ રોલથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. આ પછી નાના
રોલ કર્યા જો કે સિરિયલ વર્લ્ડમાં સુરવિન પ્રખ્યાત રહી. ’કહીં તો હોગા’, ’કસોટી
જિંદગી કી’ લીડ
રોલમાં કરી અને સારી નામના મેળવી. સરવિનની આ લીડ રોલમાં પહેલી હિન્દી ફિલ્મ છે. દરેક
હીરોઇન માટે જરૂરી એ છે કે પોતાના પાત્રને એકવાર એ સ્ક્રીનમાં જોઈ લે પણ સુરવિને આવું
નહીં કર્યું હોય. મેકઅપ એટલી હદે ખરાબ છે કે તમે સુરવિનને આટલી ખરાબ કલ્પી પણ ન શકો.
સુરવિનની સામે જય ભાનુસાળીને લેવામાં આવ્યો છે. દેખીતી રીતે જ તમને ખબર પડશે કે સુરવિન
પાસે બાળક લાગે છે. જય ભાનુસાળી એટલે માહી વિજનો પતિ. જય આમ તો ’નચ બલિયે’ની પાંચમી
સીઝન જીત્યો ત્યારથી લોકોમાં જાણીતો ચહેરો બની ગયો છે. આ પછી ’ઝલક દિખલાજા’ થી
શરૂ કરીને ’ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સુધીના ઘણા નોન ફિક્શન શો કર્યા છે. આ જ વર્ષે જયની ’દેશી
કટ્ટે’ ફિલ્મ
પણ રીલીઝ થવાની છે. જયને જોતા લાગે છે કે ફિલ્મમાં એ સિરિયલ સ્ટાઇલ એક્ટીંગ જ કરે છે
એટલે વધારે ખેંચી નહીં શકે! સુશાંત સિંઘ સિરિયલથી શરૂ કરીને ફિલ્મ સુધી ધીમી ગતિએ આગળ
વધતો રહ્યો છે. તેની ફિલ્મ કેરિયરની શરૂઆત ૧૯૯૮માં ’સત્યા’થી થઈ.
આ પછી અત્યાર સુધીમાં લગભગ ૪૪ ફિલ્મ કરી ચૂક્યો છે. આ ફિલ્મના નેગેટિવ કૅરેક્ટરને નિભાવવામાં
ઘણા અંશે સફળ રહ્યો છે પણ ડિરેક્શનની ખામીને લીધે યોગ્ય રીતે ઊભરી શક્યો નથી. ફિલ્મમાં
ઇન્સ્પેક્ટરના કૅરેક્ટરમાં કોણ છે એ ધ્યાનમાં નથી પણ એના માટે ભવિષ્યમાં ચોક્કસ ઊજળી
તકો છે....
ફિલ્મની વાર્તા
શરૂઆતથી લઈને અંત સુધી પ્રીડેક્ટેબલ જ છે. ગીરીશ ધામીજાના ડાયલોગ્ઝ ખૂબ સારા છે પણ
માધુરી બેનર્જીનો સ્ક્રીનપ્લે ખરાબ છે. ફિલ્મની શરૂઆતમાં જ એક ફૂટેલો ઇન્સ્પેક્ટર સુરવિનને
મારવાની કોશિશ કરે છે ત્યારે સ્વભાવિક રીતે ફિલ્મ ફ્લેશબેક સાથે આગળ વધે. હોસ્પિટલ
માંથી છૂટીને બદલો પણ લેવાનો જ હોય એ વાત પણ પ્રીડીક્ટેબલ હતી અને એ સાથે તેની લવ સ્ટોરી
પણ બતાડાશે એ જાણ મુજબ જ ફિલ્મ આગળ વધે છે. ફિલ્મના પહેલા ફ્લેશબેકમાં બતાવવામાં આવે
છે કે સુશાંત સિંઘ જે મોટો નેતા છે અને સુરવિન તેની રખેલ છે. સુરવિન સુશાંતથી ખૂબ ડરતી
બતાવવામાં આવે છે અને ત્યાં સુધી કે પોતાની જાતને મારવાની કોશિશ પણ કરે છે પણ સુશાંતનો
ડર એને મરતા પણ રોકે છે. આ સમયે અપાતી ધમકીમાં એક વાત ખોલવામાં આવે છે કે સુશાંતના
કબજામાં તેની દાદી છે પણ સ્ક્રીનપ્લેમાં એ વાત લખવામાં ન આવી કે દાદી કઈ રીતે અનસેફ
છે. સુરવિન ફોટોગ્રાફીની શોખીન છે અને ત્યાં ક્લાસમાં તેનો પરિચય જય ભાનુસાળી સાથે
થાય છે. જય સુરવિનના પ્રેમમાં પડી જાય છે. સુરવિનને પણ જય ગમે છે પણ સુરવિન જાણે છે
કે જો તે આ પ્રેમનો સ્વીકાર કરશે તો સુશાંત તેને મારી નાખશે પણ જયના ફોર્સ પર બંને
ભાગવા તૈયાર થઈ જાય છે. ગોવામાં સબસિડી મળે છે એટલે પછી બંને ભાગીને ગોવા જતા રહે છે.
સ્ક્રીનપ્લે મુજબ અહીં સેક્સ દેખાડવાનો ચાન્સ હતો એટલે ફિલ્મનું હીટ સોંગ ’આજ ફીર તુમ
પે પ્યાર આયા હૈં’ રજૂ કરીને સુરવિનને બીકનીમાં અને થોડા બેડ સિન દેખાડવામાં
આવ્યા. હવે પકડાવવાનું પણ પ્રીડીક્ટેબલ જ હતું એટલે બંને પકડાય ગયા. જયને મારીને ગાડી
લેકમાં નાખી દે છે અને સુરવિનને કોફીનમાં નાખીને દાટી દેવામાં આવે છે. સ્ક્રીનપ્લેમાં
એ ભૂલ થઈ ગઈ કે ત્યાંથી કેમ છૂટી એ વાત લખવાની જ રહી ગઈ...બસ પછી ભાગતા ભાગતા સુરવિન
બદલો લે અને એક પછી એકને મારતી જાય. અગાઉ પણ ઘણી ફિલ્મ્સ જોઈ હશે જેમાં બેઇમાન પોલીસ
વચ્ચે એક પોલીસ ઇન્સ્પેક્ટર મદદ કરે અને અહીં પણ એમ જ થાય છે...
’હેટ સ્ટોરી’માં
સૌથી સરસ વાત હતી ફિલ્મની સિનેમેટોગ્રાફી. એકથી એક દ્ગશ્યો કમાલ રીતે કૅમેરામાં ઝીલવામાં
આવ્યા હતા. આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની કોઈ જ કમાલ જોવા ન મળી. એ રીતે જ પહેલા ભાગમાં
એક સરસ રીતે નીખરતી રમત હતી ઉપરાંત પાઓલી સુરવિન કરતા તો ખૂબ જ સુંદર લાગતી હતી. ટી.વી.
પર ચલાવવામાં આવેલા પ્રોમો અને ગીતથી વધારે કંઈ આશા ન રાખવી. જો કે પાછળથી સેન્સર બોર્ડના
વાંધાને લીધે આ પ્રોમો અને ગીત ઉતારી લેવામાં આવ્યું હતું...
પેકઅપ:
"સેક્સ માણસના મગજમાં એ હદે ભરાયેલું છે કે ગુગલ ઇમેજમાં
ભગવાન લખો તો પણ એકાદ ઇરોટીક ફોટો આવી જ જાય!"
No comments:
Post a Comment