ફગલી શબ્દનો અર્થ થાય છે અતિશય ખરાબ દેખાતું અથવા કદરૂપું.
જેવો નામનો અર્થ થાય છે એટલું ખરાબ ફિલ્મ નથી પણ ફિલ્મ જે રીતે અલગ અલગ રીતે જ્યાં
ને ત્યાં ફંગોળાય છે અને વાર્તાનો જ નેઠો ન હોય ત્યાં વધારે તો શું કહેવું? આ પહેલા
ફિલ્મ ઇન્ડસ્ટ્રી ’ફ’નો જાદુ દેખાડી ચૂકી છે માટે ’ફુકરે’ની જેમ
જ ’ફગલી’ પર
ઘણી આશા બંધાયેલ હતી. આ ઉપરાંત ટ્રેઇલરમાં જીમ્મી શેરગીલની સ્ટાઇલનો જાદુ પણ એટલો જ
સરસ ઊભરતો હતો એટલે થયું કે એક નવા કલાકારો સાથે બીજી ઓછા બજેટની સારી ફિલ્મ બનશે પણ
ફિલ્મ જોઈને એટલો અહેસાસ થાય છે કે ફિલ્મની વાર્તા જ ગળે ઊતરે એવી નથી તો પછી સારી
ફિલ્મ કેવી રીતે બની શકે?
ફિલ્મમાં લગભગ
બધું જ કાસ્ટિંગ નવોદીતોથી ભરેલું છે. ફિલ્મનું લીડ કૅરેક્ટર મોહિત મારવાહને સોંપવામાં
આવ્યું છે. સંદીપ મારવાહ એટલે બોની કપૂરનો ભત્રીજો. આમ તો બોની કપૂર પોતે સંઘર્ષ કરી
રહ્યા છે તો પણ થોડી ફેવર તો મળે જ. સંદીપ સામે કિરણ આડવાણીને લેવામાં આવી છે. કિઆરા
પણ ન્યુકમર જ છે. અનુપમ ખૈર એકેડેમી માંથી એક્ટીંગનો કોર્સ કરેલી કિઆરા ઘણા ઓડીશન આપી
ચૂકી હતી અને આખરે આ ફિલ્મ તેને મળી. કિરણ ધ લિજેન્ડ અશોક કુમારની ગ્રાન્ડ નીસ થાય
માટે થોડો સહારો તો એને પણ મળે જ. કિઆરા જાણે ઇશા દેઓલની બહેન હોય એવી જ લાગે છે અને
એથી પણ વધારે આ ફિલ્મમાં તેના કોશ્ચ્યુમ પણ જાણે એ રીતે જ ડિઝાઇન થયા હોય એવું લાગે
છે. ચાર મિત્રો માંનો એક મિત્ર એટલે વિજયેન્દ્ર સિંઘ, ભારત તરફથી ઘણી બોક્સીંગ ચેમ્પીયનશીપ
રમી અને જીતી ચૂક્યો છે. વિજયેન્દ્રને પદ્મશ્રી એવૉર્ડ પણ મળ્યો છે. ૨૦૧૨માં ડ્રગ લેવા
માટે એના પર શંકા નાખી અને ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી જો કે ૨૦૧૩માં નાડા (નેશનલ
એન્ટી ડોપીંગ એજન્સી) એ ક્લીન ચીટ આપી હતી. વિજયેન્દ્ર ૨૦૦૮થી જ રેમ્પ વોક કરતો જોવા
મળ્યો હશે. ચોથા મિત્ર તરીકે અર્ફી લાંબા છે. અર્ફી મૂળ રીતે સ્ટેજનો કલાકાર. ખૂબ ખ્યાતનામ
નાટકોમાં એક્ટીંગ કરી ચૂક્યો છે. આ પહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ્સ જેવી કે ’સ્લમ ડોગ મિલિયોનર’, ’ધ
પોલ્યુટન’ અને
’પ્રેગ્યુ’માં
કામ કરી ચૂક્યો છે. જો કે આગલી ફિલ્મ્સના મુકાબલે આમાં વધુ મોટો અને સારો રોલ આપવામાં
આવ્યો છે.
આતો ઇન્ટ્રોડક્શન
થયું તો ચાલો વાત કરીએ એક્ટીંગની. જીમ્મી શેરગીલ અને આજુબાજુના થોડા પાત્રોને બાદ કરતા
આ મુખ્ય ચાર કલાકારો પાસે એક્ટીંગ તો કરાવવામાં આવી છે પણ માત્ર પ્રયત્ન જ કરતા હોય
એ દેખાય આવે છે. ગમે તે કહો કોઈ પણ હીરો કે હીરોઇન સમય અને અનુભવ સાથે જ ઘડાય છે. ખાસ
કરીને વિજયેન્દ્ર સિંઘમાં સીધે સીધુ દેખાય આવે છે કે વિજયેન્દ્ર કલાકાર નહીં માત્ર
મોડેલ જ છે. સંદીપ મારવાહ એક્ટીંગ કરવા અને ઇમોશનલ દ્ગશ્યો ભજવવા કોશિશ કરે છે તો સંવાદો
તૂટે છે અને સારો ડાયલૉગ બોલે તો એક્ટીંગ ખૂટે છે. આ પહેલા જ્યારે જ્યારે નવા કલાકારોને
લેવામાં આવ્યા છે ત્યારે મોટા ભાગે સિરિયલ માંથી જ લેવામાં આવે છે, એનું કારણ સાવ સરળ
છે કે બીજુ કંઈ હોય કે ન હોય ખૂબ એક્ટીંગ કરી ચૂક્યા હોય છે માટે એટ લીસ્ટ અનુભવની
કમી તો નજર આવતી નથી. કિરણ આડવાણી દેખાવડી છે અને એક્ટીંગ માટે ખૂબ પ્રયત્ન કરતી નજર
આવે છે. આ બધા માંથી કદાચ સૌથી પહેલો આગળ વધવાનો મોકો મળે તો કિરણને મળશે એવી મારી
ધારણા છે...
ફિલ્મનું ડિરેક્શન
કબીર સદાનંદનું છે. કબીરને ડિરેક્ટર તરીકે કેમ લેવામાં આવ્યા એ વાત હજુ સુધી સમજમાં
નથી આવી કેમ કે ડિરેક્શન ક્ષેત્રે કબીરનો કોઈ જ ફાળો નથી! સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ
’શગુન’ માં
કબીર કરણ નામથી લીડ કૅરેક્ટર કરતા. ડિરેક્શનની ખામીઓ ઘણી જગ્યા પર જોવા મળે છે. ફિલ્મમાં
જીમ્મી શેરગીલનું નામ ચૌટાલા છે. એક દ્ગશ્યમાં ચારે ફ્રેન્ડઝને નીચે બેસાડ્યા હોય ત્યારે
વિજયેન્દ્ર સિંઘ ચૌટાલાને ચૌધરી કહી બોલાવે છે પણ ડિરેક્ટરના ધ્યાનમાં એ વાત પણ ન આવી
નહિતર ડબીંગમાં તો સુધારી શકાય હોત જ! ફિલ્મનું સંગીત ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર પાસે
કરાવવામાં આવ્યું છે. યો યો હનીસિંઘ, રફતાર અને પ્રશાંત વધ્યાર ત્રણે મળીને અલગ અલગ
ગીતો કંપોઝ કર્યા છે પણ ખાસ વખાણવા લાયક નથી.. મિલિંદ જોગની સિનેમેટોગ્રાફી છે. કૅમેરાના
નિયમ મુજબ કેમેરો ઘણી સારી રીતે ફેરવ્યો છે પણ આર્ટીસ્ટની કૅમેરા સાથેની ક્રોનોલોજી
તૂટે છે એ દેખાય આવે છે....
ચાલો તો સ્ટોરીની
વાત પણ કરી જ નાખીએ. ચાર મિત્રો જેમાં એક છોકરી, એકબીજાને અનહદ પ્રેમ કરતા અને એકબીજાને
સાથ આપતા રહે છે. સુખરૂપ જીવનમાં બદલાવ ત્યારે આવે છે જ્યારે સ્ત્રી મિત્રની છેડતી
માટે દુકાનદારને ઉપાડીને પોતાની કારમાં લઈ જાય છે. કાર એકાએક પોલીસ ઇન્સ્પેક્ટર ચૌટાલા
સામે આવી જાય છે. ચૌટાલા સાથે પંગો થાય છે અને ચૌટાલાને ખબર પડે છે કે કારની ડેકીમાં
કોઈ છે. ચૌટાલા એ માણસને મારી નાખે છે અને આ લોકો પાસે રૂપિયા માંગે છે. આ ચારે મિત્રોનો
ચૌટાલા રૂપિયા કમાવવા માટે પૂરતો ઉપયોગ કરે છે વળી આમાંથી એક મીનીસ્ટરનો છોકરો છે.
આ આટલી વાત સરળ લાગીને? પણ હવે જો આમા વધારાનો કોઈ કારણ વગરનો મસાલો ઉમેરવામાં આવે
તો શું થાય? કોણ જાણે ક્યાં ક્યાંથી તાઉ આવી જાય, પોલીટીક્સ આવી જાય અને વાર્તા લખનારને
ખબર નહીં હોય કે ’રંગ દે બસંતી’ એક લેવલથી બનાવેલું ફિલ્મ હતું માટે આખરે રંગ દે જેવો અંત
લેવાની કોશિશ કરવામાં આવે તો દર્શકોને ગળે ન જ ઊતરે. ફિલ્મ જોતા દરમિયાન લગભગ દર્શકો
તરીકે યંગ સ્ટાર્સ જ હતા. ફિલ્મના અંતે એક સંવાદમાં મોહિત મારવાહ ૧૦૦ રૂપિયાની નોટ
આપતા વિજયેન્દ્રની સાથે ઇમોશનલ દ્ગશ્ય ભજવે છે અને તાત્પર્ય એવું નીકળે કે આ ૧૦૦ રૂપિયા
ગુમાવવાની વાત છે. મોટા ભાગના યંગસ્ટાર્સ કહેતા હતા કે અમારા પણ રૂપિયા પડી ગયા....
આ ફિલ્મમાં એક
દ્ગશ્ય જે મને ખૂબ જ ગમ્યું. કિરણ આડવાણીના ઘર પર બહાર કોઈ ’બીચ’ લખીને
જતું રહે છે અને ત્યારે પાણીથી સાફ કરતા વિજયેન્દ્ર અને સંદીપને થતું દર્દ આંખોમાં
પાણી લાવી દે એવું છે. ચલો આખા ફિલ્મ માટે નહીં તો આ દ્ગશ્ય માટે પણ આ ફિલ્મને ૨ સ્ટાર
તો આપવા જ પડશે....
પેકઅપ:
’આરબાઝ ખાનની નવી મુવી માટે પુલકીત સમ્રાટે ૧.૫ કરોડની માગણી
કરી અને સલમાન ભાઈએ જ્યારે પુલકીત સાથે વાત કરી તો પુલકીતે જવાબ આપ્યો કે "મૈં
તો મજાક કર રહા થા".. હવે સલમાન સામે કેવો મજાક કરે છે એ જોઈએ...’
Samirbhai, I really loved your blog and enjoyed reading interesting reviews.. Please keep writing. Thank you for sharing!
ReplyDeleteજીજ્ઞેશભાઈ,
Deleteબહુ ઓછા લોકો મારો રીવ્યુ વાંચે છે પણ જે વાંચે એને ગમે છે એટલું ઘણું છે. આપનો હ્રદયથી આભાર...
સમીર