યોગ્ય દિવસ એટલે
કે ’વેલેન્ટાઇન ડે’ સિલેક્ટ કરીને રજૂ થયેલ ફિલ્મ હીટ જવાના ચાન્સીઝ વધી જાય એ
પ્રોડ્યુસર્સ જાણતા જ હોય. જૂની અને જાણીતી વાત કે જો ફિલ્મ સારી હોય તો ફિલ્મ જુએ,
બાકી કોર્નરની ટીકીટ તો હોય જ! આદિત્ય ચોપરાનું પ્રોડક્શન અને યશરાજ ફિલ્મ્સનું બૅનર
હોય એટલે એમ પણ લાભ તો મળે જ. આ ઉપરાંત અત્યારે રણવિર સિંઘ સેલેબલ સ્ટાર પણ ખરો. અર્જુન
કપૂર બહુ મોટો સેલેબલ સ્ટાર નથી પણ પાત્ર માટે તો ફીટ સ્ટાર જ છે. આમ પણ અર્જુન કપૂરને
એક જ પ્રકારનું એક્ટીંગ આવડે છે. ગુંડા સ્ટાઇલથી હસવાનું અને મારફાડ કરવાની! સ્ટોરીની
ખાસિયત મુજબ ફિલ્મ શરૂ થાય ત્યારથી ગ્રીપ પકડે છે અને પ્રિયંકા ચોપરાની એન્ટ્રી સુધી
સરસ રીતે વાત ચાલતી રહે છે. આ પછીની બધી જ વાતો પ્રીડીક્ટેબલ છે એટલે ખાસ જામતી નથી
તો પણ ઇન્ટરવલ સુધી ફિલ્મ ખૂબ સારી રીતે ચાલી છે. ઇન્ટરવલ પછી જો ફિલ્મને કોઈ હીટ કરી
શકે તો ફિલ્મનું કાસ્ટ પણ સ્ટોરી ઇઝ નોટ એટ ઓલ ફીટ...
અલી અબ્બાસ ઝફરની
કેરિયરની ડિરેક્ટર તરીકેની શરૂઆત ’મેરે બ્રધર કી દુલહન’થી થઈ
હતી. આમ તો અલી અબ્બાસ યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયેલા જ છે, એમણે સંજય ગઢવી અને વિજય
ક્રિશ્નને આસિસ્ટ કર્યા હતા. અલી અબ્બાસ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે. અલી સ્ક્રીનપ્લે
લખે છે, ડાયલૉગ લખે છે અને સારા આર્ટ ડિરેક્ટર પણ છે. ઓછા અનુભવની વાત ફિલ્મમાં પણ
દેખાય આવે છે. જો કે વાત કેવી મજબૂત એ પર ડિરેક્શનનો ઘણો બધો આધાર હોય છે એટલે જેટલું
નબળું છે એ માટે માત્ર અલી અબ્બાસને જ દોષ દેવો યોગ્ય નથી. જો કે ફિલ્મ એક સમયગાળા
પહેલાનું બતાવવામાં આવ્યું છે. ૧૯૭૧થી ફિલ્મ શરૂ થાય છે અને ૧૫ વર્ષ એટલે કે ૧૯૮૬ સુધી
ચાલે છે અને આ સમયગાળાનું આર્ટ ડિરેક્શન વખાણવા લાયક જ છે. એ સમયના ફોન, એ સમયમાં ચાલતું
મ્યુઝિક, એ સમયના ફિલ્મના ગીતો વગેરે માટે ખાસ કાળજી લેવી પડે અને જે લેવામાં આવી છે...
ફિલ્મની શરૂઆત
જે રીતે ભારત અને બાંગ્લાદેશના ભાગલાથી કરવામાં આવી છે. બે મિત્રો બાંગ્લાદેશ જાય છે
અને ત્યાં મીલ્ટ્રી કૅમ્પના કમાન્ડરને મારીને ભારત પાછાં આવે છે. આ બાળકો ભારત આવે
છે અને હિજરતી તરીકે એમને લાગેલા ઘા સહન ન થતા કલકત્તા પર રાજ કરવાનું શરૂ કરે છે.
આ બંને મિત્રોની સલ્તનત પર પાણી ફેરવવા માટે ઇરફાનને ખાસ રોલ આપવામાં આવ્યો છે. ઇરફાનની એન્ટ્રી પછી પણ બધું સરસ જ જાય છે પણ યુઝવલ
ફૉર્મ્યુલા મુજબ એક સ્ત્રીની એન્ટ્રી થતા જ વાતો ફરવા લાગે છે. એ જ ફૉર્મ્યુલા કે એક
જ છોકરી બંનેને ગમે. બીજી ફિલ્મ્સથી અલગ બંને એક સાથે પટાવવાની કોશિશ શરૂ કરે. સ્પીરીટ
ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી છોકરી કોઈ એકને નક્કી ન કરી લે. ઇન્ટરવલમાં અચાનક જ
અર્જુન કપૂરના હાથે એક મર્ડર થાય છે અને કોલકતા છોડવું પડે છે. બસ આ ઇન્ટરવલ પોઇન્ટ
સુધીની વાત જાણી લીધા પછી શું થશે એ તમે આપોઆપ જ સમજી જશો. ઇરફાનને બુધ્ધીશાળી એસીપી
બતાવવામાં આવ્યો છે એટલે બંને મિત્રો સામે મૂકેલી ફૉર્મ્યુલા પણ તમને ફિલ્મ જોતા દરમિયાનમાં
સમજાય જ જશે. આગળની સ્ટોરી એટલાં માટે ડિસ્કસ નથી કરતો કેમ કે ફિલ્મને પ્રીડીક્ટ કરવામાં
અલગ અલગ લોકો અલગ અલગ રીતે કાબેલ હોય છે. કોઈ આગળની વાતને કલ્પી ન પણ શકે અને ફિલ્મ
ગમે કે શું સસ્પેન્સ હતું, જ્યારે કોઈ એવું કહેતા પણ સાંભળવા મળે કે શું યાર આ તો કોથળા
માંથી બિલાડું કાઢ્યું! સૌરભ શૂક્લા ફિલ્મમાં સપોર્ટીંગ રોલમાં છે. સૌરભ શુક્લાની એક્ટીંગની
વાત આવે તો સબળ એક્ટર ગણવા જ પડે પણ જે રીતે એમનો ઉપયોગ થવો જોઈએ એ રીતે નથી થઈ શક્યો.
બાકી અર્જુન કપૂર, રણવિર સિંઘ પરફેક્ટ કાસ્ટિંગ છે. પ્રિયંકાના હિસ્સે બહુ ખાસ કામ
નથી પણ જેટલું છે એ કામ સારી રીતે કરી જાણી છે. આમ તો આ ફિલ્મ માટે પહેલા કેટરીનાને
પસંદ કરવામાં આવી હતી પણ કેટરીના પાસે ડેટ્સ ન હોવાને લીધે આ કામ પ્રિયંકાને મળ્યું. ઇરફાન તો જે પાત્ર આપો એને એ યોગ્ય ન્યાય આપે જ
છે. એક્ટીંગ બાબતે એટલું કહેવું જ પડે કે બધા જ પોત પોતાની રીતે યોગ્ય જ કરી ગયા છે...
આ પહેલા ઘણી
ફિલ્મ્સ અલગ અલગ ભાષાઓમાં રજૂ થઈ હશે પણ આ ફિલ્મ ખાસ બંગાળી ભાષામાં ડબ કરવામાં આવી
છે અને સૌથી મહત્વની વાત એ છે કે બંગાળી ફિલ્મ માટે ઓરીજીનલ ફિલ્મના મ્યુઝિકથી સાવ
અલગ મ્યુઝિક સોહૈલ સેને કંપોઝ કર્યું છે. હિન્દીનું મ્યુઝિક પણ સોહૈલ સેને જ આપ્યું
છે. ફિલ્મનું એક ગીત ’તુને મારી એન્ટ્રીયાં..’ તો અત્યારે નંબર વન પર ચાલી રહ્યું છે.
ગીતો પ્રમાણમાં સારા છે એટલે મ્યુઝિક પણ કમાણી તો કરાવશે જ. ગીત શૂટ દરમિયાન યુનિટે
ઘણા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો. એક ગીતના શૂટ વખતે એક ટ્રક વચ્ચે ઘૂસી ગયો હતો
અને ટ્રાફિક એટલો જામ થયો કે આખુ શૂટ બીજા દિવસ પર લઈ જવું પડ્યું. આ રીતે જ ’જશ્ને
ઇશ્ક’ ગીતના
શૂટના એક દ્ગશ્યમાં રણવિર સિંઘે માથુ ભટકાવવાનું હતું. ભાઈનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ
આવી ગયું કે જોરથી માથું ભટકાવ્યું અને પોતે જ ઇન્જર્ડ થઈ ગયો. આ ગીતનું શૂટ પણ રોકવું
પડ્યું હતું. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જુલીયસ પેકીમનું છે અને સારું છે. ખાસ કરીને દુર્ગા
પૂજાના દ્ગશ્યો દરમિયાન ઓરીજીનલ જૂના કલકત્તાની દુર્ગા પૂજાની યાદ આવી જાય છે...
ફિલ્મનો રન ટાઇમ
૧૫૩.૩૦ મીનીટનો છે જે થોડો અતિરેક કરી જાય છે. અસિમ મિશ્રાની સિનેમેટોગ્રાફી પણ સારી
છે. એડીટીંગ લેવલે મહેનત કરી છે પણ છતાં એક શોટથી બીજા શોટના કટિંગમાં ક્યાંક ખાંચા
દેખાય છે. રામેશ્વર ભગતે ફિલ્મ એડીટ કર્યું છે. અલી અબ્બાસે જ સ્ટોરી લખી છે એટલે એ
રાઇટરનો વાંક તો નહીં જ કાઢી શકે. ફિલ્મના અમુક ડાયલૉગ સારા છે કદાચ એ એડીશનલ ડાયલૉગ
રાઇટર સંજય માસૂમનો કમાલ હોઈ શકે. ઓવરઓલ ફિલ્મનું કાસ્ટિંગ, બૅનર અને મ્યુઝિક ફિલ્મને
હીટ તો બનાવશે જ. ૩૫૦૦ સ્ક્રીન રીલીઝ કરવામાં આવી છે અને આ સાથે કોઈ સારી ફિલ્મ રીલીઝ
જ નથી થઈ એટલે એ લાભ પણ મળશે જ. ફિલ્મ ધંધો તો આપશે જ પણ સ્ટાર ૨.૫ થી વધારે આપવા મને
યોગ્ય નથી લાગતા....
પેકઅપ:
"વેલેન્ટાઇન ડે ના દિવસે તમારી સાથે કોઈ તમારી/તમારું
વેલેન્ટાઇન ન હોય તો ચિંતા ન કરવી કેમ કે ’એઇડ્સ ડે’ ના દિવસે તમને એઇડ્સ હોવો જરૂરી
નથી..."
આભાર,
ReplyDeleteમારા ટિકિટ ના રૂપીયા બચાવવા બદલ,... એની તમને રૂબરૂ મળશો ત્યારે પાર્ટી આપીશ ,.. :P
ડી.વી.ડી. બહાર પડશે ત્યારે જોઈ લેશું ,..!!
:)