દરેક પ્રકારની ફિલ્મ બનાવવા પાછળ બે ઉદ્દેશ હોય છે, એક તો રૂપિયા
કમાવવાનો અને બીજો નામ કમાવવાનો એટલે કે એવૉર્ડ જીતવાનો. જો કે એવૉર્ડ જીતવા માટે ખૂબ
જ ઓછી ફિલ્મ્સ બનતી હોય છે રૂપિયા કમાવવા માટે દર અઠવાડિયે એક ફિલ્મ તો આવે જ છે. હવે
એ કમાય છે કે નહીં એ વાત અલગ છે પણ ખર્ચ ચોક્કસ કાઢી જ લે છે. મહદ અંશે માણસો માત્ર
ફિલ્મ એન્ટરટાઇન્મેન્ટ માટે જોવા જાય છે. ઘણી એવી ફિલ્મ્સ છે જેને કેટ કેટલાં લોકો
વખોડતા હોય પણ બોક્ષ ઓફીસ પર ફિલ્મ પૂરતો ધંધો કરી જાણે છે. મારા રીવ્યુમાં પણ એવું
થયું છે કે જે ફિલ્મને મે વખોડી હોય એ ૧૦૦ કરોડનો ધંધો કરી ગઈ હોય. ’બેશરમ’ પણ
આવા જ હેતુથી બનાવવામાં આવી છે. રણબીર કપૂર જેવો સેલેબલ સ્ટાર હોય તો પછી એનકેશ તો
કરી જ લેવાય ને? પણ ફિલ્મ જોવા જાઓ એ પહેલા એક વાર વિચાર કરજો અને જો શક્ય હોય તો ફિલ્મ
જોવા જતા પહેલા થોડા શરમાજો તો રૂપિયા બચી જાશે...
અભિનવ કશ્યપ
એટલે અનુરાગ કશ્યપ જેવા ગ્રેટ ડિરેક્ટરનો મોટો ભાઈ. અભિનવ અભિનવ માટે ફિલ્મમાં એન્ટ્રી
સરળ હતી કેમ કે ઇન્ડસ્ટ્રીમાં અનુરાગનું ઘણું મોટું નામ થઈ ગયું છે. અભિનવની પહેલી
જ ફિલ્મ ’દબંગ’ સુપર
ડુપર હીટ રહી. જો કે ’દબંગ 2’ માંથી અભિનવની બાદબાકી થઈ અને એ કેમ થઈ એ ચર્ચા ન કરતા
’દબંગ’ માટે
તો એને અભિનંદન આપવા જ પડે. ’દબંગ’ની વાર્તા પણ અભિનવે જ લખી હતી. અભિનવ આ પહેલા
ઘણી ફિલ્મ્સ લખી પણ ચૂક્યો છે અને એક્ટીંગમાં પણ ’યુવા’ અને
’પાંચ’માં
હાથ અજમાવી ચૂક્યો છે. અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મને પ્રમોટ કરવામાં કંઈ બાકી જ ન રાખે
એ જ રસ્તે ચાલતા અભિનવે પણ ’બેશરમ’ પ્રમોટ કરવા માટે ’કૉમેડી નાઇટ્સ વિથ કપીલ;,
’ઝલક દીખલા જા’ ઉપરાંત
’કૌન બનેગા કરોડપતિ’ જેવા મોસ્ટ હીટ શો નો સહારો લીધો. પ્રોમોશન અને પ્રયત્ન જોઈ
ફિલ્મ જોતા પહેલા એક વાત મગજમાં હતી જ કે અભિનવને પબ્લીક્ને કેમ ખુશ કરવી એ આવડે છે
એટલે ડિરેક્શન અને રાઇટીંગમાં આ વાતનો ખાસ ખયાલ રાખવામાં આવ્યો હશે પણ હાય રે નસીબ!
ફિલ્મ નથી કૉમેડી, નથી લવ સ્ટોરી, નથી ઍક્શન કે નથી એન્ટરટાઇનીંગ. હવે એ માટે ડિરેક્શનનો
વાંક કાઢવો, સ્ટોરીનો વાંક કાઢવો કે પછી એક્ટર્સનો એ ઑડિયન્સ જ નક્કી કરે તો સારુ...
ફિલ્મની ટેગલાઇન
ખૂબ સરસ છે ’ના સન્માન કા મોહ, ના અપમાન કા ભય’. સાચે જ ફિલ્મ પ્રોડ્યુસર્સ હિંમાશુ મહેરા
અને સંજીવ ગુપ્તાને આ વિચાર આવ્યો જ હશે એટલે જ આટલી ચીલાચાલુ વાર્તા પર ૫૦ કરોડ નાખવા
તૈયાર થયા! એક અનાથ આશ્રમમાં મોટો થયેલો રણબીર એટલે કે બબલી અને એનો મિત્ર અમિતોષ નાગપાલ
એટલે કે ટીટુ મોટર મીકેનીક છે અને સાથે ગાડીઓ ચોરવાનું કામ કરે છે. રણબીર પોતાના એક્ટીંગને
ન્યાય આપે છે પણ એટલી હદે બેશરમી નથી કરી શક્યો કે ફિલ્મને ન્યાય આપી શકે. રણબીરને
પલ્લવી શરદા એટલે કે તારા શર્મા સાથે પ્રેમ થઈ જાય છે. પલ્લવી શરદાને માટે આ ખૂબ સારો
બ્રેક હતો કેમ કે મીસ ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયા બનેલી પલ્લવી આ પહેલા નાના રોલમાં ’માય નેઇમ
ઇઝ ખાન’માં
ઇન્ટ્રોડ્યુસ થઈ હતી. આ પછી ’દશ તોલા’, ’વોક વે’, ’લવ બ્રેકઅપ જિંદગી’ અને
’હીરોઇન’ જેવી
ફિલ્મ્સમાં નાના મોટા રોલ કરી ચૂકી છે પણ એક પણ જગ્યાએ છાપ નથી છોડી શકી. રણબીરને એકદમ
બેશરમ માનતી પલ્લવી પોતાની ગાડી પાછી મેળવવા માટે તેની સાથે ચંદીગઢ જવા રવાના થાય છે.
ગાડી રણબીરે જ ચોરી હતી અને એ ગાડી ભીમસિંઘ ચંડાલ એટલે કે જાવેદ જાફરી જે હવાલા કીંગ
છે એની પાસે હતી. આ સફર દરમિયાન અચાનક જ પલ્લવીને રણબીર સાથે પ્રેમ થવા લાગે છે. સ્ટોરી
લાઇન એટલી નબળી પડે છે કે આ પ્રેમનું ટ્રાન્સીસન જ ખબર નથી પડતી. હવે જ્યારે રણબીરને
હીરો બનાવ્યો હોય તો સ્કીમમાં ઋષિ કપૂર અને નિતુ સિંઘ આવી શકે. ફિલ્મમાં ઇન્સ્પેક્ટર
ચુલબુલ ચૌટાલા અને હેડ કૉન્સ્ટેબલ બુલબુલ ચૌટાલા બનેલું આ કપલ ધરાર સ્ટોરીમાં ઘુસેડવામાં
આવે છે. મેં ઋષિ કપૂરની બીજી ઇનિંગના ખૂબ જ વખાણ કર્યા છે પણ ’બેશરમ’ માટે
વખાણ નહીં કરી શકું. નીતુ સિંઘનું વર્ષો પછી સ્ક્રીન પર આવવું જામ્યું પણ જે રીતે તેની
ઉમર ૫૩ વર્ષ વારંવાર બોલાવવામાં આવે છે એ સ્ક્રીન પર દેખાતી નથી! ઉલ્ટુ એથી ઘણી વધારે
દેખાય છે. ફિલ્મના અંતમાં ફાઇટ તો રાખવી જ પડે. હવે અત્યાર સુધી હીરો બનાવેલો રણબીર
સાથે ખાસ પ્રસંગમાં ઋષિ કપૂરને પણ વજન આપવામાં આવ્યું. કૉમેડી કરવા દબંગ સ્ટાઇલ અવાજ
થી ઉડાડી દેતા દ્ગશ્યો અને ધરાર કરાવતી ફાઇટ્સમાં ઋષિ કપૂરની આબરૂ ઓછી કરવાનું કામ
જ ડિરેક્ટરે કર્યું છે...
ફિલ્મનું મ્યુઝિક
લલિલ પંડિતનું છે. ફિલ્મ મ્યુઝિક માટે ક્રીટીક્સનો અલગ અલગ અભિપ્રાય છે પણ મને સુપર
ડુપર હીટ થાય એવું એક પણ સોંગ લાગ્યું નહીં. હાં બહુ ખરાબ મ્યુઝિક છે એવું કહી શકાય
એમ નથી પણ ખૂબ સારુ છે એમ પણ નથી કહી શકાય એમ. ફિલ્મનો રન ટાઇમ ૧૪૨ મીનીટ્સનો છે પણ
આ ૧૪૨ મીનીટ સહન કરવી અઘરી તો પડે જ છે. એમ છતાં પણ ફિલ્મ ચાલશે અને પૂરતો ધંધો કરશે
એ વાત નક્કી છે કેમ કે ૩૬૦૦ ભારતીય સ્ર્કીન અને ૭૦૦ વિદેશી સ્ક્રીન અને એ પણ શુક્રવારની
જગ્યાએ બુધવારે રીલીઝ કરવામાં આવી તો પણ મળ્યાં છે. પ્રોડ્યુસર્સ ધારે છે કે શુક્રવારે
તેઓ બીજા ૨૦૦૦ સ્ક્રીન મેળવી લેશે. આ પહેલા જેમ કચરા છાપ ફિલ્મ ’ચેન્નાઇ એક્સપ્રેસ’ પણ
૩૭૦૦ થીયેટર્સમાં રીલીઝ થઈ હતી અને ફિલ્મ સારી ન હોવા છતા પૂરતો ધંધો કરી શકી હતી.
રણબીરના નામ પર એક મોટો જુગાર ખેલાય રહ્યો છે પણ બે દિવસ પહેલા ફિલ્મ રીલીઝ કરીને કદાચ
ઉલ્ટુ પરિણામ પણ આવે કે શુક્રવારે અમુક સ્ક્રીન ખાલી કરવાનું કહે! તો પણ ૫૦ કરોડનું
બજેટ છે એટલે એટલો ધંધો તો થઈ જ જશે. હવે પછી રીલીઝ થતી દરેક ફિલ્મમાં ખોટ માત્ર ઑડિયન્સ
જ કરે છે. પ્રોડ્યુસર્સે દાવો કર્યો છે કે અમે ’બેશરમ’ ને
’ચેન્નાઇ ઍક્સ્પ્રેસ’ કરતા વધારે સ્ક્રીનમાં રીલીઝ કરીશું. જોઈએ કે તેઓ આવું કરી
શકે છે કે નહીં...
અલ્ટીમેટલી તો
ફિલ્મનું ઓવર ઓલ આઉટપુટ જ મહત્વ રાખતું હોય છે. મારી દ્રષ્ટિએ આ ફિલ્મ ન જોઈએ તો કંઈ
ગુમાવવા જેવું નથી એમ છતા ઑડિયન્સ બેટર જજ છે. સ્ટાર આપવાની વાત કરીએ તો હું ૧.૫ સ્ટાર
જ આપીશ અને એ પણ એના ટ્રેઇલર માટે કેમ કે આખી ફિલ્મમાં જે પંચ છે એ બધા જ ફિલ્મના ટ્રેઇલરમાં
આવી જાય છે! તો પછી આખુ ફિલ્મ શા માટે જોવું?
પેકઅપ:
"આ દેશની કેવી ખરાબ પરિસ્થિતિ આવી છે કે ગાંધી જંયતીના
દિવસે ’બેશરમ’ રીલીઝ
થાય છે!"
nice review and પેકઅપ...!!! :-)
ReplyDeletewah...samirda...perfect dada....!
ReplyDelete