સાઉથની ફિલ્મ્સ પરથી ફિલ્મ બનાવવાનો ક્રેઝ અમસ્તો નથી આવ્યો.
સાઉથની પબ્લિક આપણાથી વધુ બુધ્ધિજીવી છે એવું આપણે ન માનીએ તો પણ એટલું તો માનવું જ
પડે કે સાઉથના લોકો આખી ઇન્ડસ્ટ્રી કરતા વધુ ફિલ્મ પ્રેમી છે. લોકોનો ટેસ્ટ પણ સાઉથ
તરફ વધતો ગયો છે અને એટલે જ સાઉથની રીમેક ફિલ્મ્સ હીટ થવા લાગી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે
ફિલ્મને હીટ કરવાનો જાણે આ એક મંત્ર હોય. ૨૦૦૯માં તામીલ હીટ ફિલ્મ ’નાડોદીગુલ’ની પહેલી
રીમેક બની તેલગુમાં. તામીલ વર્ઝન તો હીટ હતું જ પણ તેલુગુ વર્ઝન પણ એટલું જ સુપર ડુપર
હીટ રહ્યું. આ પછી આ જ ફિલ્મની વાર્તાને લઈને કન્નડ વર્ઝન પણ તૈયાર થયું અને સદનસીબે
એ પણ હીટ રહ્યું. જ્યારે ત્રણ ભાષાના લોકો સફળતા મેળવી ચૂક્યા હોય ત્યારે હિન્દી ફિલ્મ
ઇન્ડસ્ટ્રી બાકી કેમ રહી જાય? નિર્માતા વાસુ ભગનાની પાસે પોતાના પુત્રને હાઇલાઇટ કરવા
માટે આથી સારો મોકો ક્યો હોય? એમાં પણ જ્યારે લોકોની નજરે હીટ ડિરેક્ટર પ્રિયદર્શનનો
સાથ મળી જાય એટલે ફિલ્મ હીટ થવાના ચાન્સ વધી જાય. ’રંગરેઝ’માં
પ્રિયદર્શનના ડિરેક્શનનો ટચ દેખાય છે પણ ઓછો!
પ્રિયદર્શન સાઉથની
માટે ઘણી ફિલ્મ્સ ડિરેક્ટ કરી ચૂક્યા છે અને જેમાંથી ઘણી બધી સુપર હીટ પણ રહી છે. પ્રિયદર્શને
બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી ’ગર્દીશ’ ફિલ્મથી. ભાગ્યે જ કોઈ હશે જેને ’ગર્દીશ’ પસંદ
ન પડ્યું હોય. બોલીવુડમાં આગમન સાથે જ પ્રિયદર્શનની બોલબાલા શરૂ થઈ ગઈ હતી પણ ૧૯૯૩
પછી છેક ૧૯૯૭માં એમણે બીજી ફિલ્મ આપી ’વિરાસત’. આ ફિલ્મ પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ
ગઈ. લોકો પ્રિયદર્શનને એક ઉત્તમ કક્ષાના ડિરેક્ટર માનવા લાગ્યા. આ પછી ૨૦૦૦માં ’હેરાફેરી’ સાથે
પ્રિયદર્શને પોતાની આગવી ઓળખ ઊભી કરી. એક સિરિયસ ડિરેક્ટર કૉમેડી ફિલ્મ ડિરેક્ટ કરે
અને એ પણ એવી કૉમેડી જે ઓલ ટાઇમ હીટ એ તો આશ્ચર્યની જ વાત હતી. આ પછી બોલીવુડનું તો
એવું છે કે જે ચાલે એને ચલાવવું માટે પ્રિયદર્શનની ’હંગામા’, ’હલચલ’, ’ગરમ
મસાલા’, ’ભાગંભાગ’, ’ચૂપકે
ચૂપકે’, ’ઢોલ’, ’દે
ધનાધન’, ’ખટ્ટામીઠ્ઠા’ જેવી
ઘણી કૉમેડી ફિલ્મ્સ ડિરેક્ટ કરી પણ ધીમે ધીમે દેખીતી રીતે લોકોને સમજાવા લાગ્યું કે
પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ હવે જોવી નહીં. ’ઢોલ’ જેવી ખરાબ કૉમેડી તો મેં મારા
જીવનમાં નથી જોઈ!. પ્રિયદર્શનને પણ કદાચ આ વાત સમજાય ગઈ એટલે જે એમણે ફરી સિરિયસ ફિલ્મ
પર હાથ અજમાવવાનો શરૂ કર્યો. ૨૦૧૦માં અઘરો સબ્જેક્ટ પર ’આક્રોશ’ ડિરેક્ટ
કરી પણ લોકોનો આક્રોશ સહન કરવો પડ્યો. ૨૦૧૨માં ફરી એક એવી જ ખરાબ ફિલ્મ ’તેઝ’ ડિરેક્ટ
કરી. ’તેઝ’ના રીવ્યુમાં
મેં લખ્યું હતું કે રફતાર વગરની ફિલ્મ. મારી પ્રિયદર્શન પરથી આશાઓ પૂરી થઈ ગઈ હતી પણ
’રંગરેઝ’ જોઈને
લાગ્યું કે પ્રિયદર્શન હજુ પણ સારા ડિરેક્ટર હોવાની ક્ષમતા ધરાવે છે. આ ફિલ્મમાં પ્રિયદર્શનના
ડીરેક્શનનો અમુક જગ્યાએ સુપર્બ ટચ જોવા મળે છે.
વાસુ ભગનાની
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી છે. હાલ ફરી સક્રિય થવાનું કારણ એમનો પુત્ર છે. તમને યાદ
હોય તો ’કુલી નં ૧’ એમણે બનાવ્યું હતું. આ પછી નં ૧ એમને ફાવી ગયું. ’હીરો નં
૧’, ’બીવી
નં ૧’ સુધી
આ સિરીઝ ચાલુ રાખી. આ પછી વચ્ચે ઘણી ફિલ્મ્સ બનાવી પણ મોટાભાગની ફ્લોપ રહી એટલે ફરી
નંબર ૧ની ફૉર્મ્યુલા ઉપર ૨૦૦૫માં પાછાં ફર્યા ’શાદી નં ૧’થી પણ
ખાસ લાભ ન મળ્યો. વાસુ ભગનાનીના અમુક કાર્યો પ્રસંશનીય પણ છે. ઓનીર સાથે મળીને એમણે
બનાવેલી ’સોરી ભાઈ’ ખરેખર વખાણવા લાયક ફિલ્મ હતી. ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય
થઈને એમણે ’અજબ ગજબ લવ’ અને ’ફાલતુ’ બનાવી. આ ફિલ્મ્સ બનાવવા પાછળનું મુખ્ય કારણ
હતું એમના પુત્ર જેકી ભગનાનીને લોંચ કરવો. જેકી ’કલ કીસને દેખા’ ફિલ્મ
માટે ’આઇફા સ્ટાર ડેબ્યુટ’ એવૉર્ડ જીતેલો. આ પછીની બંને ફિલ્મ્સ ફ્લોપ રહી તો પણ વાસુ
ભગનાનીએ નક્કી જ કરી લીધું છે કે દીકરાને ગમે તેમ સફળ કરવો. ’રંગરેઝ’માં
ફરી જુગાર રમ્યો છે. ફિલ્મ જોરદાર હીટ ન થાય તો પણ ફિલ્મ ચાલી જરૂર જશે. આશા રાખીએ
કે વાસુજીના પુત્ર માટે બીજા કોઈ પણ ફિલ્મ બનાવે.
ફિલ્મને હીટ
કરવા માટે જાણીતા અભિનેતા-અભિનેત્રી લેવાની રીતથી અલગ જઈને ઓછા જાણીતા કે નવા લઈને
ફિલ્મ બનાવવી હિમ્મતનું કામ છે. ’રંગરેઝ’માં આવો જ કંઈક પ્રયોગ કરવામાં કરવામાં આવ્યો
છે. જેકી સામે સાઉથની જાણીતી હીરોઇન પ્રિયા આનંદને લેવામાં આવી છે. પ્રિયાનું ખરા અર્થમાં
કહીએ તો આ પહેલું બોલીવુડ મૂવી છે. પ્રિયા આ પહેલા ’ઇગ્લીશ વિંગ્લીશ’માં
નાનું પાત્ર કરી ચૂકી છે. પ્રિયાના હિસ્સે આમ તો હીરોઇન મટીરિયલ જેવું જ કામ છે પણ
જેટલું કામ છે એટલું સારી રીતે નિભાવ્યું છે. ફિલ્મ મુખ્ય ચાર મિત્રો પર છે. અમિતોષ
નાગપાલ, જેકી ભગનાની, વિજય વર્મા અને રાઘવ ચનાના ચાર મિત્રોની વાર્તા છે. થીમ ખૂબ સાદી
રીતે શરૂ થાય છે. મિત્ર માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એનુ નામ જ મિત્રતા પણ વાર્તા જ્યારે અંત પર આવે છે ત્યારે
આ વળાંક માણવો ગમે છે. અમિતોષને હું અંગત રીતે અળખુ છું. અમિતોષ ખૂબ સારો લેખક પણ છે.
અમિતોષ ’દબંગ’માં
સોનાક્ષીનો ભાઈ થયો હતો. નસીબ જોગે ’દબંગ’માં એનો ખાસ્સો રોલ કટ થઈ ગયો હતો પણ આ ફિલ્મમાં
સારો રોલ મળ્યો છે પણ હાય રે નસીબ આમાં પણ લંગડાનો જ રોલ!. ફિલ્મમાં સૌથી વધુ વખાણવા
લાયક એક્ટીંગ રહ્યું હોય તો પકિયાનો રોલ ભજવતો વિજય વર્મા. કદાચ વિજય વર્માનું આ પહેલું
ફિલ્મ છે પણ આ છોકરામાં દમ છે. ભલે આ છોકરો લીડ રોલ ન કરે પણ ભવિષ્યમાં સપોર્ટીંગ રોલ
તો સારા કરશે જ. મીનીસ્ટરના પુત્રનું પાત્ર ભજવતો રાઘવ ચનાના ખાસ જામ્યો નથી પણ રાઘવ
સામે કામ કરતી આકાંક્ષા ગૌડા સારી અભિનેત્રી બનવાના લક્ષણો ધરાવે છે. છોકરીના પિતા
બ્રીજ બિહારી પાંડે એટલે કે પંકજ ત્રિપાઠી માટે તો વધુ લખવાની જરૂર જ નથી. લગભગ સારા
ડિરેક્ટર્સની અંડરમાં પંકજ કામ કરી ચૂક્યો છે. રાજપાલ યાદવને ઘણા સમય પછી પોતાની આગવી
છટામાં જોયો. દરેક એક્ટર્સની કાંઈ ને કાંઈ ખાસિયત હોય છે. રાજપાલ યાદવની ખાસિયત છે
કે એ બોડી લેંગ્વેજથી પણ એક્ટીંગ કરી શકે છે. રાજપાલને આ ફિલ્મમાં જોવો એ એક લહાવો
છે. જેકીના પિતાના પાત્રમાં સુનીલ સિંહા છે. સુનીલ સિંહા કૅરેક્ટર રોલ માટે પર્ફેક્ટ
આર્ટિસ્ટ રહ્યો છે. જેકીના મમ્મીના પાત્રમાં સોના નાયરને લેવામાં આવી છે. સોના આ પહેલા
’માલામાલ વીકલી’માં
પ્રિયદર્શન સાથે કામ કરી ચૂકી હતી.
ફિલ્મના બે ગીતો
ઓરીજીનલ તામીલ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર સુંદર સી બાબુના છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર
પણ બાબુનો જ છે. એમણે આ ફિલ્મનું તૈયાર કરેલુ ગીત ’શિવ શંભુ’ ખૂબ
જ સરસ છે. આ ઉપરાંત ’યારો ઐસા હૈં’ પણ ઓરીજીનલ તામીલ ગીતનું જ વર્ઝન છે. બાકીના
ત્રણ ગીતો સાજીદ-વાજીદે કંપોઝ કર્યા છે. આ ગીતો એવેરેજ છે પણ યંગ સ્ટાઇલને સ્ટાઇલનું
છેલ્લું ગીત પસંદ આવી પણ શકે. ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી સંતોષ સિવનને સોંપવામાં આવી છે.
સંતોષ સિવન અને પ્રિયદર્શનનો મિલાપ ૧૫ વર્ષ પછી થયો છે. આ પહેલા ૧૯૯૬માં ’કાલાપાની’માં
બંને સાથે કામ કરી ચૂક્યા હતા. સિનેમેટોગ્રાફી ઉત્તમ ન જ કહી શકાય પણ સારી તો છે જ. ફિલ્મનું સૌથી નબળું પાસું છે સમય. ફિલ્મનો રન ટાઇમ
હાલની ફિલ્મ્સ કરતા ઘણો વધારે છે. વચ્ચે વચ્ચે તમને કંટાળો આવી શકે કદાચ એટલે જ ફિલ્મના
લોચીંગ પહેલા આખી ટીમ ગોલ્ડન ટૅમ્પલ આશીર્વાદ લેવા ગઈ હશે! ફિલ્મને ૩ સ્ટાર ચોક્કસ
આપી શકાય.
પેકઅપ:
"હું જ્યારે પણ રૂમમાં જાઉં ત્યારે મારો છોકરો કોમ્યુટરનું
ડેસ્કટોપ જ જોવામાં વ્યસ્ત હોય છે..."
Currently developing my website to make a profit to charity, I hope you drop a few moments to visit my site Download movies free It's free and always will be. Thanks.
ReplyDelete