વર્ષ દરમિયાનમાં ઘણી બધી ફિલ્મ્સ આવતી અને જતી રહેતી હોય છે
પણ કોઈક ફિલ્મ એવી હોય છે જેની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. આ આતુરતા પાછળના ઘણા
કારણો હોઈ શકે. એક-ફિલ્મ સાથે કોઈ કોન્ટ્રાવર્સી જોડાયેલી હોય, બે-ફિલ્મ સાથે મોટા
આર્ટીસ્ટ્સના નામ જોડાયેલા હોય, ત્રણ-ફિલ્મ ફૂટમાર્ક ફિલ્મ તરીકે એસ્ટાબ્લીશ થવાની
સંભાવના હોય, ચાર-ફિલ્મનું સંગીત એટલું બધું પ્રચલિત થઈ ચૂક્યું હોય કે ફિલ્મ રીલીઝની
રાહ જોવાતી હોય, પાંચ-ફિલ્મની પબ્લીસીટી ખૂબ જ થઈ હોય, છ-ફિલ્મ સાથે દિગ્ગજ ડિરેક્ટરનું
નામ જોડાયેલુ હોય. આ ઉપરાંત પણ અનેક કારણો હોઈ શકે પણ મારા માટે તો આકર્ષણનું કારણ
હતું ’વિશાલ ભારદ્વાજ’ અને ’પંકજ કપૂર’. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બંને વ્યક્તિઓ
અતિ રીસ્પેક્ટેડ અને અતિ ક્રીએટીવ માનવામાં આવે છે. વિશાલે આ પહેલા પણ અનોખી ફિલ્મ્સ
આપી છે. વિશાલ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. લીરીસીસ્ટ, મ્યુઝિક ડિરેક્ટર, સ્ટોરી-સ્ક્રીનપ્લે
રાઇટર અને જરૂર પડ્યે એક સારો સિંગર. આટલાં બધા ગુણો સાથે સજ્જ વિશાલ ભારદ્વાજ જ્યારે
ફિલ્મ બનાવે ત્યારે એવું માનીને જ ફિલ્મ જોવા જવું પડે કે એક ક્લાસનું ફિલ્મ હશે પણ
’મટરુ કી બિજલી કા મન્ડોલા’ જોયા પછી એક વાત પર શંકા થઈ કે શું વિશાલ માસ અને ક્લાસ વચ્ચે
કન્ફ્યુઝ હતો?
આમ તો વિશાલ
ભારદ્વાજ યુ.પી. તરફના બૅકગ્રાઉન્ડના શોખીન રહ્યા છે પણ આ વખતે એણે હરિયાણાના એક નાના
ગામથી વાત લખી. હરિયાનવી સંવાદો પર જો ધ્યાન ન આપો તો ઘણી બધી વાતોનો અર્થ સમજી નહીં
શકાય. બીજા કોઈ પણ ડિરેક્ટર્સ જે વાત સરળતાથી રજૂ કરે એને વિશાલ અઘરી રીતે રજૂ કરે
એમાં નવાઈની વાત નથી. ફિલ્મની વાર્તા સાવ સામાન્ય જ છે. ખેડૂતો પર પોલીટીશ્યન અને સાહુકાર
તરફથી થતો અન્યાય, ખેડૂતોને બચાવવા પ્રયત્ન કરતો એક યુવાન, શાહુકારની છોકરી અને સામાન્ય
યુવાન વચ્ચેનો પ્રેમ અને અંતે સૌ સારા વાના. વાત સામાન્ય લાગીને? પણ આ વાતનું સામાન્ય
રીતે ફિલ્માંકન નથી થયુ. વાત સાથે જોડાયેલા એક એક પ્રસંગ અને એક એક વ્યક્તિની એક્ટીંગ
માટે આહ! અને વાહ! નીકળી જ જાય. ફિલ્મના સ્ક્રીનપ્લે ઉપર અલગ રીતે જ વર્ક થયુ છે એ
ફિલ્મ જોઈને જ સમજી શકાય. વાત રજૂ કરવા માટે કોઈ ખોટા પાત્રોનો સહારો લેવામાં નથી આવ્યો
કે ના તો ફિલ્મની વાર્તા કોઈ ધીરગંભીર સ્વરૂપમાં તમારી સામે આવે છે. ફિલ્મ સાથે જોડાયેલા
એક એક પ્રસંગ પાછળ કોઈને કોઈ અર્થ નીકળે છે. એક એક વાત પર તમને હસવું આવશે જ એ નક્કી
છે. ફિલ્મમાં ઘણા બધા પાત્રો સાથે જોડાયેલ છે એક ગુલાબી ભેંસનું પાત્ર. ભેંસનો એટલી
સરળતાથી ઉપયોગ કરવામાં આવ્યો છે કે તમને ભેંસ વગર ફિલ્મ અધૂરી લાગશે. ફિલ્મ માટેનું
લોકેશન આપણું કાઠિયાવાડ રાખવામાં આવ્યું હતું. વાંકાનેરના બંને મહેલ, વાંકાનેરની વીડી
અને ખેતરો. વાત અને પાત્રોને અનુરૂપ બરાબર લોકેશન હતું પણ જો ખૂટતું હતું તો આર્ટ ડિરેક્શન.
મહેલ સુંદર છે, વિશાળ છે પણ મહેલની અંદર રાચ રચીલું એટલું નથી કે ફિલ્મની દરેક ફ્રેમને
ભરી શકે. લગભગ બધા જ દ્ગશ્યોમાં બેકડ્રોપ ખાલી લાગે છે. ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ સ્થળ
બદલી જવા છતા ફરી ફરીને કરવામાં આવ્યો છે. ફિલ્મની કલર થીમ પકડી રાખવી એ વિશાલ ભારદ્વાજની
ખાસિયત છે અને આ ફિલ્મમાં પણ એણે પુરેપુરી આ વાત પ્રત્યેની વફાદારી નીભાવી છે.
ફિલ્મના કાસ્ટિંગમાં
હીરો તરીકે પહેલી પસંદગી અજય દેવગણ જ હતો પણ જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી વાયાકોમ
તરફથી વધારે પૈસા અને સારી ઓપોર્ચ્યુનીટી મળતા અજયે આ ફિલ્મ માટે ના પાડી. આ પછી શહીદ
કપૂરનો કૉન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પણ કોઈ કારણસર એ પણ ન શક્ય બન્યું. આખરે ફિલ્મમાં
મટરુ તરીકે ઇમરાન ખાનને લેવામાં આવ્યો. ઇમરાનને આ પહેલા પણ અભિનય કરતો જોયો છે પણ ડિરેક્ટર
કેટલો ફેર કરી શકે છે એ આ ફિલ્મમાં જોઈને ખબર પડી. ઇમરાન પોતાનું પાત્ર ખૂબ જ વફાદારી
પૂર્વક નિભાવી શક્યો છે. ઇમરાન સામે હીરોઇન એટલે કે બિજલી એટલે અનુષ્કા શર્મા. અનુષ્કાને
’જબ તક હૈં જાન’ અને
આ ફિલ્મમાં જુઓ તો દેખીતી રીતે ફેર નજર પડે છે. એકદમ ક્લાસ અભિનય કરીને અનુષ્કાએ ફિલ્મ
ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન વધુ પાક્કુ કરી લેશે એવું માનવું પડે. શબાના આઝમી એક પોલીટીશ્યન
લેડી, નામ છે ચૌધરી દેવી. પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે જઈ શકે એટલી ખતરનાક. શબાના
માટે તો વધુ લખવાની જરૂર છે જ નહીં કેમ કે એક્ટીંગ તો એની નસેનસમાં વહે છે. શબાનાનો
છોકરો એટલે ફિલ્મમાં બાદલ-આર્ય બબ્બર. આર્ય બબ્બર રાજ બબ્બરનો પુત્ર છે. આર્ય પાસે
આમ તો વધારે કંઈ કામ ન હતું પણ એણે જેટલું કામ આપ્યું એ બરાબર કરી ગયો છે. એક્ટીંગની
જ વાત કરીએ તો એક્ટીંગનો એન્સાક્લોપેડીયા એટલે પંકજ કપૂર. ફિલ્મમાં ’મન્ડોલા’ નામનું
કૅરેક્ટર ભજવી રહેલા પંકજ કપૂરની પર્સનાલિટી છે. એક દારૂ પીધા પહેલાની અને બીજી દારૂ
પીધા પછીની. દારૂ પીધા પછી પંકજ કપૂર એક ઉદાર, ખેડૂતોને પ્રેમ કરતો, મટરુનો મિત્ર અને
દારૂ પીધા પહેલા કે ઊતર્યા પછી એક બિઝનેસમૅન. જે ખેડૂતોની જમીન પડાવવા માગે છે અને
ત્યાં સ્પેશિયલ ઇકોનોમીક ઝોન બનાવવા માગે છે. અનેકવાર દારુ પીવાનું છોડવાની વાત કરતા
પંકજ કપૂર માટે દારૂ પીવાનું બહાનું જ ઘણું છે. અસલી જિંદગીમાં ક્યારેય પણ દારૂને હાથ
ન અડાડતા પંકજ કપૂરની એક્ટીંગ લાજવાબ છે. પંકજ કપૂરની આંખ, જીભ, હાથ, ચાલ બધું જ એક્ટીંગ
કરતું હોય છે. માત્ર આંખના ભાવ આપીને ઘણું કહી જતા પંકજ કપૂર માટે તો આ ફિલ્મ જોવું
જ જોઈએ.
ફિલ્મ માટે દરેક
વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે. હું વિશાલ ભારદ્વાજને સારા ડિરેક્ટર માનુ જ છું
એમ છતા મને ’મકબૂલ’, ’ઓમકારા’ કરતા આ ફિલ્મ વધારે ગમ્યું. ’સાત ખૂન માફ’ ક્રિટીક્સની
દ્રષ્ટિએ ખાસ ફિલ્મ ન હતું પણ મને ગમેલુ. આ રીતે જ આ ફિલ્મ મને વિશાલ ભારદ્વાજના એક
કેટેગરીના ફિલ્મ્સમાં મૂકવા લાયક લાગ્યું. ફિલ્મનું મ્યુઝિક વિશાલ ભારદ્વાજે જ આપ્યું
છે. ફિલ્મના મ્યુઝિક માટે પૂરા માર્ક્સ આપવા જ પડે. ગુલઝારે આ પહેલાના વિશાલ ભારદ્વાજના
લગભગ બધા જ ફિલ્મ્સમાં ગીતો લખ્યા છે. આ ફિલ્મમાં પણ આ પરંપરા ચાલુ રહી. ગુલઝાર ક્યારે
ક્યા શબ્દોનો કેમ ઉપયોગ કરે એ સમજવું અઘરું છે અને એટલે જ ગુલઝાર શ્રેષ્ઠ લેખક બની
શક્યા છે. ફિલ્મનું ગીત ’ખામખા’ સાંભળશો એટલે સમજાય જશે.
દરેક પાત્ર પોતાના
પાત્રને ન્યાય આપે છે પણ ફિલ્મમાં એમ છતા થોડીક ક્ષતિઓ દેખાય આવે છે. કદાચ આ ફિલ્મ
બનાવતા પહેલા વિશાલ ભારદ્વાજ નક્કી નહીં કરી શક્યા હોય કે ફિલ્મ ક્લાસ પબ્લિક માટે
બનાવવું કે માસ માટે. માસ માટેની વાતો ઉમેરતા ક્યાંક ક્લાસીકનેશ ચૂકાઈ ગઈ છે. જેમ કે
ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે લીમોઝન એક દેશી દારુના ઠેકાની અંદર પંકજ કપૂર ઘુસેડે છે.
તમે ફિલ્મ જોઈને આવો પછી વિચારજો કે છેક ગામની બારોબાર, ખેતરોની વચ્ચે અને રોડ વચ્ચોવચ
આ ઠેકો કેમ રાખવામાં આવ્યો હશે? વિશાલ ભારદ્વાજ જેવા ડિરેક્ટર આવી વસ્તુ ચૂકે તો શંકા
જાય જ કે આ માસનું ફિલ્મ છે કે ક્લાસનું. સ્ટારની વાત આવે તો આવી ક્ષતિ છતા પૂરા ચાર
સ્ટાર આપવા જ પડે.
પેકઅપ:
પત્ની: " જુઓ છાપામાં લખ્યું છે કે આ વર્ષે દારૂને લીધે
આપણા શહેરમાં ૫૦૦ વ્યક્તિ ગુજરી ગયા"
પતિ: "શું વાત કરે છે? આજથી બંધ..."
પત્ની: "શું?"
પતિ: "છાપું"
પંકજ કપૂર અને વિશાલ ભારદ્વાજ વિષે તો લખી શકું એટલી મારી તાકાત નથી.....
ReplyDeleteપણ હા ,... અનુષ્કા ,... જેટલી પણ વખત જોઈ છે,... વધુ ને વધુ ગમી છે ,....
ફિલલમ જોવાનું બાકી છે ,.. કદાચ રાજકોટ આવું ત્યારે બંને ભાઈ સાથે જોવા જાશું ,..!!
રીવ્યુ માટે આભાર "અંકલ સેમ" :)
Darshit,
DeleteI don't mind to watch it second time. You are most welcome...
Sam
સમીર ભાઈ ,,, ફિલ્મ જોવા જેવી બની હસે એ તો પહેલા થી જ ફાઇનલ કર્યું હતું કેમ કે હું હાલ વાંકાનેર માં જ રહું છું એ જ રાજમહેલ રોડ પર,,, શૂટિંગ માટે વિશાળ તથા ટિમ ના લોકો એ લીધેલી આકરી જહેમત નજર સામે જ છે,, ફક્ત 11 મિનિટ નું જ શૂટિંગ થયું છે,, જે પાછળ અંદાજિત 3 કરોડ થી ઉપર નો ખર્ચ કર્યો છે,, તેમજ રાજમહેલ માં હાલ કાનૂની વિવાદ ચાલે છે એટલે ત્યાં મોટા ભાગ ના રૂમ સીલ છે, તેમજ રોયલ ફર્નિચર પણ સીલ રાખવા માં આવ્યું છે,, કેસ ના ના કારણે હાલ ત્યાં રીપેર કે બાંધકામ પણ બંધ રાખવા માં આવ્યું છે,,, મહેલ ની બહાર ની જગ્યા છોડી ને બાકી બધુ ક્લોસ જ રાખવા માં આવ્યું છે,, મારે પણ અહિયાં થી વાંકાનેર થી એક બસ ભરી ને લોકો ફિલ્મ માટે લઈ જવાના હતા, પણ અચાનક નાદુરસ્ત તબિયત ના કારણે પ્રોગ્રામ ને આગળ ના દિવસો માં લઈ જવામાં આવ્યો છે તો આમાં આપનો આ બ્લોગ થી અમને ખૂબ મજા આવી છે જેથી અમારો ઉત્સાહ પણ વધી ગયો છે,,,,
ReplyDeleteસમીરભાઇ, ખુબ સરસ અને સચોટ અવલોકન (જે આપની ખુબી છે) હવે આ વાંચ્યા પછી મુવી જોવાની ઇચ્છા અવશ્ય થઈ.
ReplyDeleteઆભાર સમીરભાઇ.
મેં મારી ડાયરીમાં ટપકાવતો હતો ત્યારે કૈક ગુચાવતું જતું હતું જુઓ અહી :
ReplyDeletehttp://gitanshpatel.blogspot.in/2013/01/200.html
આ પોસ્ટ વાંચી સમજાય ગયું કે - માસ ક્લાસની અવઢવ આપણને પણ થોડી ઝોલે ચડાવે છે ! પણ મૂવી ગમ્યું...
best review of yors....bahu ocha critickse film ne sari kahi che...mane khubaj gami ti..
ReplyDelete