ફિલ્મ રીલીઝ કરવા માટે ઘણીવાર એક સારો સમય નક્કી થતો હોય છે
તો ઘણીવાર વગર વિચાર્યે ફિલ્મ રીલીઝ થતું હોય છે. તો પણ સારી ફિલ્મ્સ હંમેશા બીજી ફિલ્મ
સાથે કોમ્પીટ કરવામાં પાછળ ન રહી જાય એ માટે ખાસ સમયે રીલીઝ થતી હોય છે. બોલીવુડ માટે
નવા વર્ષમાં ધંધો મેળવી લેવાની આશાથી આ શુક્રવારે એક સામટી ત્રણ ફિલ્મ રીલીઝ થઈ. ’દેહરાદૂન
ડાયરી’, ’રાજધાની
એક્સપ્રેસ’ અને
’ ટેબલ નં. 21’. સામાન્ય રીતે એક વિચાર કરીએ તો ’દેહરાદૂન ડાયરી’માં
રતિ અગ્નિહોત્રી સિવાય કોઈ જાણીતા કલાકારો નથી એટલે સૌથી પહેલા વોચ લીસ્ટ માંથી બાદ
થઈ ગઈ, આ પછી નક્કી કરવાનું હતું એક ફિલ્મ. ફિલ્મમાં જ્યારે પરેશ રાવલ હોય ત્યારે પહેલી
પસંદગીમાં ’ ટેબલ નં. 21’ આવે એ વાજબી છે. ફિલ્મની વાર્તા વિશે ચર્ચા કરીશું જ પણ એ
પહેલા કહી દઉં કે ’ ટેબલ નં. 21’ એ એક ગેઈમનું નામ છે પણ આ રમતમાં રસ પડે એમ નથી...
ફિલ્મના લોંચીંગ
માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી. કલાકારોની પસંદગી માટે પણ પૂરતો સમય લેવામાં આવ્યો
હતો. ફિલ્મમાં સૌથી પહેલું કાસ્ટિંગ પરેશ રાવલનું થયુ હતું અને પરેશ રાવલના દેખાવ પર
ખૂબ વિચાર કરવામાં આવ્યો હતો. પરેશ રાવલ એક અનોખાં લૂકમાં ચોક્કસ પણે જોવા મળ્યા પણ
એમનું એક ખાસ લૂક અને એવરગ્રીન એક્ટીંગ નબળી વાતને કેમ ઉગારી શકે? રાજીવ ખંડેલવાલને
ફિલ્મમાં સિલેક્શન મળવાનું કારણ રાજીવનો હીટ શો ’સચ કા સામના’ હતો.
આ ફિલ્મનો પણ આ પ્રકારનો જ થીમ હોવાથી ડિરેકટરે માન્યું કે રાજીવ જ સાચું સિલેક્શન
સાબિત થશે. રાજીવે પૂરતી મહેનત કરી પણ જામ્યું નહીં તો નહીં જ. ફિલ્મમાં હીરોઇન ટીના
દેસાઈ સિલેક્ટ થઈ. ટીનાનું બ્રીટીશ ડ્રામા ’ધ બેસ્ટ એક્ઝોટીક મેરીગોલ્ડ હોટેલ’ લોકોને
ખૂબ પસંદ પડ્યું હતું. એ પછી તો ટીનાનું ફિલ્મ ’યે ફાંસલે’ તો
એકદમ ફ્લોપ રહ્યું હતું. અહીં ફિલ્મમાં ઇન્ટરવલ સુધી ટીના જોવી ગમે છે પણ ઇન્ટરવલ પછી
ટીના જરા પણ સારી લાગતી નથી. એકાએક ટીના માંથી હીરોઇન મટીરિયલ દૂર થઈ ગયુ હોય એવો અહેસાસ
થાય છે. બાકી સપોર્ટીંગ કલાકારોમાં કોઈ ખાસ કંઈ ઉકાળી શક્યું નથી.
આદિત્ય દત્તની
આ પહેલી મહત્વાકાંક્ષી ફિલ્મ કહી શકાય. આ પહેલા આદિત્ય એકાદ બે ફિલ્મ્સ લખી ચૂક્યો
છે. ’આશીક બનાયા આપને’ની વાર્તા આદિત્યની લખેલી હતી. ’ગુડ લક’ આદિત્ય
ડિરેક્ટ પણ કરી ચૂક્યો છે પણ આ ફિલ્મ માટે આદિત્યને ખૂબ આશા છે. હવે જો ફિલ્મ હીટ જાય
તો ઠીક છે (જાય એવું તો લાગતું નથી) બાકી તો આદિત્ય હજુ યંગ છે એટલે ફરી સુનીલ લુલ્લા
અને વિક્કી રાજાણી જેવા પ્રોડ્યુસર્સ મળી જ રહેશે. આદિત્ય માટે સૌથી સારી ઘટના એ રહી
કે ઇરોઝ દ્વારા ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. આશા રાખીએ કે ફિલ્મ ખર્ચ તો કાઢી
જ લેશે. આમ જુઓ તો આદિત્ય વધુ કંઈ કરી શકે એમ નહોતો કેમ કે વાત જ ખૂબ નબળી છે. શીર્ષક,
શાંતનુ, અભિજિત અને આદિત્ય પોતે ફિલ્મની વાર્તા લખવા માટે પૂરતી મહેનત કરી, ચાર ચાર
રાઇટર્સ તો પણ એક ચોંટી જાય તેવી વાત ન બનાવી શક્યા તો ન જ બનાવી શક્યા. હશે ઑડિયન્સ
ના નસીબ બીજુ શું?
’ટેબલ નં.
21’ ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ તરફથી ખર્ચ કરવાની પૂરી છૂટ હતી. ફિલ્મ માટેનું બૅકગ્રાઉન્ડ
’ફીજી’ નક્કી
થયું. ’ફીજી’ વિશે
વાંચકો ન જાણતા હોય તો કહી દઉં કે ’ફીજી ગણતંત્ર’ માટે એવું કહેવાય છે કે ત્યાં
સુંદરતા છલોછલ છે. ’ફીજી’ના બીચ એક થી એક ચડે એવા છે. ’ફીજી’ પર
ઘણા પ્રાઇવેટ આઇલેન્ડ્સ છે જે ખૂબ સુંદર છે. આ ફિલ્મ માટે જ્યારે આટલું સુંદર લોકેશન
હોય ત્યારે સિનેમેટોગ્રાફી તો સુંદર થઈ જ શકે. સિનેમેટોગ્રાફર જેટલું બને એટલું સુંદર
’ફીજી’ અને
સાથેસાથે હીરો-હીરોઇનને પણ સુંદર બતાવવાની કોશિશ કરી પણ અગેઈન એન્ડ અગેઈન યાર વાત સરસ
ના હોય તો કોઈ પણ શું કરી શકે?
ભારતથી લઈને
ગમે તેટલા દેશનો ઇતિહાસ તપાસો તો તમને જોવા મળશે કે ગેઈમ એ આપણો શોખનો વિષય રહ્યો છે.
આટલાં વર્ષો પછી પણ ’કૌન બનેગા કરોડ પતિ’ હીટ શો જ છે. અને જો આ પ્રકારના શો અંદર
જો રીયાલીટી ઉમેરાય તો? આ કારણોથી ’સચ કા સામના’ ભારતમાં ખૂબ હીટ રહેલી સિરિયલ
બની શકી. ફિલ્મનો થીમ આ બંને વાત પર અટકેલી છે. ફિલ્મની વાત એક મધ્યમ વર્ગના કપલ પર
અટકેલી છે. વિવાન અને સીર્યા એક મધ્યમ વર્ગનું કપલ છે. એક કોમ્પીટીશનમાં એ એક ટ્રિપ
જીતે છે. વિવાન સપના સાથે જીવતો યુવાન છે અને સૂર્યા ઘણા સ્વપ્નો સાથે જીવતી પત્ની
છે. આ ટ્રિપમાં અચાનક એમને એક આઇલેન્ડ પર જવાનું આમંત્રણ મળે છે. આ આમંત્રણને સ્વીકારીને
બંને એક આઇલેન્ડ પર જાય છે. આ આઇલેન્ડ પર એમની મુલાકાત મી. ખાન સાથે થાય છે. મી. ખાને
એમને એક ગેઈમ રમવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ગેઈમના થોડાક નિયમો છે. એક આ ગેઈમમાં
એક સવાલ સાથે એક ટાસ્ક આપવામાં આવે છે, બે આ ગેઈમ છોડીને પ્લેયર જઈ શકતો નથી, જો પ્લેયર
ખોટું બોલે તો એને મારી નાખવામાં આવશે. પ્લેયર્સે માત્ર આઠ સવાલ અને આઠ ટાસ્ક પુરા
કરવાના છે અને ઇનામ છે મીલીયન ફીજી ડોલર્સ
એટલે કે ૨૧ કરોડ રૂપિયા. એક સ્ત્રીની લાલચ અને એક બેકાર યુવાનના ફ્યુચર માટે
આ રૂપિયા પૂરતા છે. સ્ત્રીની લાલચ પુરુષને
ગેઈમ રમાડવા માટે તૈયાર કરી લે છે. શરૂઆત તો ખૂબ સારી અને સહેલી રહે છે પણ જેમ જેમ
ગેઈમ આગળ વધતી જાય છે તેમ તેમ વાતો જટિલ થતી જાય છે. વચ્ચે આ કપલ ગેઈમ છોડવાની પણ વાત
કરે છે પણ ફોર્સ ફુલ્લી ગેઈમના રુલ મુજબ એમને ફરજિયાત રમવા માટે મજબૂર કરવામાં આવે
છે. જેણે પણ સ્ક્રીનપ્લે લખ્યો છે એ ગણિતના માસ્ટર નહીં જ હોય કેમ કે આ ગેઈમમાં કુલ
આઠ સવાલ જ છે અને પાંચ સવાલ સુધી તો દરેક સવાલ દીઠ માત્ર એક કરોડ રૂપિયા જ મળે છે.
જો તમે આખુ ફિલ્મ જોઈને આ ૨૧ કરોડ કેમ થાય છે એ કહી શકો તો મારા તરફથી રૂપિયાનું ઇનામ ચોક્કસ પણે લઈ જ જજો. ગેઈમ ધીમે
ધીમે કરતા છેલ્લા સવાલ પર પહોંચે છે અને છેલ્લા સવાલ પર બધા જ ખુલાસા થાય ત્યારે ખબર
પડે કે આ તો કોથળાં માંથી બિલાડું નીકળ્યું.
હવે યાર રાઇટર્સ છે તો ગમે તે વાત ને ગમે ત્યાં જોડી શકે! મી. ખાન આ ગેઈમ રમાડે
છે એ પાછળનું કારણ છે એનો છોકરો અક્રમ. એકાએક જ છેલ્લે એક નવી વાર્તા નીકળે કે મી.
ખાનના છોકરાને કૉલેજમાં આ કપલે રેગીંગ કરેલું અને છોકરો તૂટી ગયેલો. તમે જ્યારે એક
જોરદાર સસ્પેન્સની રાહ જોતા હો અને અચાનક જ ખબર પડે કે ઓહો! આ તો સાવ આટલી અમસ્તી વાત
હતી! આ દ્રષ્ટિએ ફિલ્મ જુઓ તો બસ તમે છેલ્લી
મીનીટ જોઈ લો તો એક સારુ શોર્ટ મૂવી જોઈને બહાર નીકળા હો એવું લાગે. કોઈ પણ
ગેઈમ જ્યારે ખેલાડીની ક્ષમતા અને ખેલાડીની મરજીથી રમાતી હોય ત્યારે એ ગેઈમ ઇન્ટરેસ્ટિંગ
છે પણ જો એ ગેઈમ ફરજિયાત હોય તો ગેઈમની મજા કરતા મજબૂરી બોર કરતી જાય છે.
ફિલ્મ માટે જો
કોઈને પણ દોષ દેવો હોય તો સ્ક્રીનપ્લે અને વાર્તાને દઈ શકાય. ચાર ચાર રાઇટર્સ ભેગાં
થાય તો પણ ન્યાયની વાત ન કરી શકે તો લેખકોની નબળાઈ જ કહી શકાય. ફીજી જેવું લોકેશન,
પરેશ રાવલ જેવો કલાકાર, બજેટની મર્યાદા વગરનું ફિલ્મ અને છતાં આટલું નબળું? હશે જેવા
ઓડિયન્સના નસીબ. આશા રાખીએ કે આ ફિલ્મી લોકો એટ લીસ્ટ એકવાર ફિલ્મની કથા પર વિચાર કરે
અને સારુ ફિલ્મ આપે. સ્ટારની વાત કરીએ તો ટુ સ્ટારથી વધારે આપવાની હિમ્મત થતી નથી.
તમે તો ટેલિવિઝનમાં ફિલ્મની આવવાની રાહ જોજો....
પેકઅપ:
પતિ (ફોન પર): "ડાર્લિંગ મારી સાથે લંડન ટ્રિપમાં આવીશ?"
પત્ની: " હાં...હાં... પણ તમે કોણ બોલો છો?"
i always like ur movie review but this time i am bit disspointed, i watch the movie on the first day itself and didnt like at all but u should not disclose suspense abt the akram.
ReplyDeleteDear Ankit,
ReplyDeleteYou are right I should not declare it. I am sorry for that. I will now take care of it in next reviews..
Thanks for guidance...
Sam
Dear Samirbhai,
ReplyDeleteI am not sure Mukuldada has talked about this
http://www.hotbollywoodnews.com/table-no-21-movie-review/
Thanks for your support.
Regards,
Dharmesh
@Dharmeshbhai,
ReplyDeleteYes Mukul has told me about it. I have given him new review in English. Let me know your opinion about it.
Thanks,
Sam