પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. બોલીવુડ તો એમાં પણ ખાસ પરિવર્તન
લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. પોતાની ઇમેજને ભૂંસવા ગમે તે હીરો કે હીરોઇન
પોતાનામાં મન ફાવે તેવા ફેરફારો લાવે છે પછી એ યોગ્ય હોય કે અયોગ્ય. જેમ કે ફરહાન અખ્ખતરે
પોતાની ઇમેજ ચેઇન્જ કરવા ’દિલ્હી ૬’ના ડિરેક્ટર”રાકેશ
ઓમપ્રકાશ મહેરા’ ફિલ્મ
’ભાગ મીલ્ખા ભાગ’ માં ભારતીય એથલેટ ’મીલ્ખા સીંગ’નો રોલ
સ્વીકાર્યો. ફિલ્મ લગભગ જુલાઈમાં રીલીઝ થવાની છે અને શૂટીંગ ચાલુ છે ત્યારે ફરહાન પોતાના
બોડીને કસાયેલુ બનાવવા કસરત કરવાની મહેનતમાં પડ્યો છે. ૧૯૬૪માં રોમના ઓલમ્પીકમાં મીલ્ખા
સીંગ ભારત તરફથી મોકલવામાં આવ્યા હતા જે વાતને ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. જૂના જમાનામાં બહુ ઓછી ફિલ્મ્સ બનતી એટલે ગોલ્ડન
જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી જેવા શબ્દો અસ્તિત્વમાં હતા પણ હવે એ બધી જ પરી કથાઓ લાગે
છે. કદાચ આ સિલ્વર જ્યુબિલીનો છેલ્લો સ્વાદ ચાખનાર અભિનેતા શાહરૂખ ખાન હશે. ’દિલ વાલે
દુલ્હનીયા લે જાયેંગે’ પૂરા ૩૨ વીક અલગ અલગ થિયેટરમાં જોવા મળી હતી. આમ પણ મોસ્ટ
સેલેબલ સ્ટાર્સમાં શાહરૂખ ખાન આવે જ છે એટલે જેવી અજય દેવગણે તેની ફિલ્મ ’સન ઑફ સરદાર’ની દિવાળી
રીલીઝની જાહેરાત કરી એવી તરત જ યશરાજ ફિલ્મ્સે પણ જાહેરાત કરી દીધી કે ’જબ તક હૈં જાન’ પણ
આ દિવાળીએ જ રીલીઝ થશે. આ બે ફિલ્મ્સની ટક્કરમાં લોકોને હતું કે એકાદ ફિલ્મ તો દિવાળી
સુધારશે પણ આપણે ધારીએ એવું થોડું થાય?
ચોપરા સાહેબના
અચાનક નિધન પછી થોડો એમના પ્રત્યેનો પ્રેમ ચોક્કસ પણે પ્રેક્ષકોને ખેંચવામાં મદદરૂપ
થાય એ વાત સ્વીકાર્ય છે. જો એક સામાન્ય વ્યક્તિ તરીકે જુઓ તો ચોપરા સાહેબનું ડિરેક્શન,
એ.આર. રહેમાન સાહેબનું મ્યુઝિક, ગુલઝાર સાહેબના ગીતો અને લંડન જેવું લોકેશન અને કેટરીના,
શાહરૂખ અને અનુષ્કા જેવું સ્ટાર કાસ્ટ તો પછી ફિલ્મમાં ઘટે શું? ઘટે છે તો માત્ર સ્ટોરી.
તમે ગમે તેટલી સારી ટીમ લઈને બેસો પણ જો વાતમાં જ દમ ના હોય તો પછી ફિલ્મ કેમ સારી
બને? ફિલ્મ જોતા જોતા તમને પચ્ચાસ વાર એક વિચાર આવશે કે આમાં નવું શું છે? જે રીતે
ફિલ્મમાં ટ્વીસ્ટ આવે છે એ સ્વીકારવા તમે તો શું કોઈ સામાન્ય વ્યક્તિ પણ તૈયાર ન થાય
ત્યારે મારા જેવા ક્રીટીક્સે તો કેમ સ્વીકારવું? લંડનની હોટેલનો એક વેઇટર પોતાની અધૂરી
પ્રેમ કહાની મૂકીને ભારત આવે અને ભારતીય આર્મીમાં મેજર થઈ જાય! આપણને જૂના ફિલ્મ્સની
યાદ આપી જાય જેમ કે હીરો કોઈ ગેંગ સાથે જોડાય અને સીધો જ નેક્સ્ટ ટુ બોસ થઈ જાય. આપણે
આ વાતને પણ સ્વીકારી લઈએ તો પણ આ ફિલ્મમાં મેજરનું મુખ્ય કામ છે બૉમ્બ ડીફ્યુઝ કરવાનું.
કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વગર બૉમ્બને ડીફ્યુઝ કરતો શાહરૂખ જોઇને ફિલ્મ મૂકી ચોક્કસ
તમને ઊભું થઇ જવાની ઇચ્છા થશે જ. ફિલ્મમાં શાહરૂખની પહેલી લવ સ્ટોરી વખતે ૨૦ વર્ષની
આસપાસની ઉમર દેખાડવામાં આવી છે અને બીજી સ્ટોરી વખતે ૩૫ વર્ષની આસપાસ. આ બંને સમયગાળા
માંથી એક પણ સમયગાળો માનસિક રીતે સ્વીકારી શકાતો નથી. શાહરૂખને પોતાની જાતનું માર્કેટ
કરતા સારુ આવડે છે એટલે ૪૭ વર્ષે પણ પોતાની જાતને ટકાવી શક્યો છે. આ ઉપરાંત કોઈ પણ
ફિલ્મને સૌથી વધુ ધંધો આપતું ગુજરાત અને ગુજરાતના અમુક ખાસ લેખકો શાહરૂખને માર્કેટ
કરવા માટે પૂરતા પ્રયત્નશીલ હોય છે. શાહરૂખે પોતાની આગવી સ્ટાઇલ મુજબ ઓવર એક્ટીંગ ચાલુ
જ રાખી છે. અભ્યાસના ભાગરૂપે જ શાહરૂખની ફિલ્મ જોવી હું પસંદ કરુ છું બાકી સહન શક્તિ
પૂરતી હોય એ જ શાહરૂખની ફિલ્મ્સ જોઈ શકે
શાહરૂખે આ ફિલ્ડમાં
વર્ષો કાઢ્યા છે તો પણ હજુ સમજનો અભાવ તો છે જ કે હવે રોમેન્ટીક ફિલ્મ્સ કરવાની એની
ઉમર પુરી થઈ ગઈ છે. તમને કદાચ ખબર જ હશે કે રણબીર કપૂરે ગયા મહીને જ ૫ વર્ષ પૂરા કર્યા.
રણબીરની પહેલી ફિલ્મ ’સાવરીયા’ ૨૦૦૭માં રીલીઝ થઈ હતી અને એક જ અઠવાડિયામાં ઉતરી ગઈ હતી. આ
પછી ’રોકેટ સીંઘ’, ’વેક અપ સીદ’, રાજનીતિ’ જેવી ફિલ્મ્સ સ્વીકારાય પણ ખરી.
સૌથી ગૌરવની વાત એ છે કે ’બરફી’ ભારત તરફથી બેસ્ટ ફોરેન લૅન્ગ્વેજ ફિલ્મ તરીકે ’ઓસ્કાર’માં
મોકલવામાં આવી છે. રણબીરે આ માટે એના એક ઇન્ટર્વ્યૂમાં સરસ જવાબ આપેલો કે ’ આ તો પ્રથમ
પગલું છે. જો જીતીશું તો ભલે નહિતર અનુરાગ કશ્યપને મોકલી દઈશુ’. શાહરૂખનું
સેન્સ ઑફ હ્યુમર ખૂબ સરસ છે તો પણ આ કોમેન્ટમાં શાહરૂખની કોમેન્ટ્સ કરતા વધારે મઝા
પડી.
અજય દેવગણનું
છટપટાવું એકદમ વાજબી હતું. ’સન ઑફ સરદાર’ રીલીઝ પહેલા જ અજય દેવગણે યશરાજ ફિલ્મ્સને
નોટિસ આપી કે પોતાના બોલુવુડના પાવરના લીધે યશરાજ ફિલ્મ્સ સીંગલ થિયેટર રીલીઝમાં સન
ઑફ સરદારને રોકી રહી છે. યશરાજ ફિલ્મ્સે આ નોટિસનો જવાબ પણ આપ્યો અને અજય દેવગણની આ
નોટિસને ડીસમીસ પણ કરી નાખવામાં આવી પણ એક હકીકત તો છે જ કે જ્યારે શાહરૂખ અને ચોપરા
સાહેબ બે વ્યક્તિનું વજન હોય ત્યારે અજયભાઈએ થોડું તો ભોગવવું જ પડે. જનરલી તો ફિલ્મ
હીટ થાય ત્યારે બળતરામાં આવું કંઈક થતું હોય છે જેમ કે તાજેતરમાં ’ઓહ માય ગોડ’ની ગ્રાન્ડ
સક્શેશ પછી મને થયું કે ધર્મના નામે ઠેકો લેતા કોઈ પણ વ્યક્તિ જાગ્યા કેમ નહીં? ત્યાં
જ સમાચાર મળ્યા કે સીવીલ લાઇન પોલીસ સ્ટેશન અજમેર માંથી એફ.આર.આઇ. ફાડવામાં આવી છે.
પરેશ રાવલ, અક્ષય કુમાર અને ડિરેક્ટર ઉમેશ શુક્લાને નોટિસ મોકલી દેવામાં આવી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં
મિત્રતા અને શત્રુતા ખૂબ ઝડપથી થઈ જાય છે. હાલ સલમાન-અજય સારા મિત્રો છે. એટલે જ અજય
દેવગણની મિત્રતા માટે સલમાન ખાને યશરાજ બેનર સાથે સંબંધો બગડે તો પણ ટ્વીસ્ટ કર્યું
કે ’ઇસ દિવાલી બેકાર...બીના સન ઑફ સરદાર’. પણ સાચે જ ઇસ દિવાલી બેકાર વીથ ’સન ઑફ સરદાર’. મને
હતું કે આ બંને ફિલ્મ્સ વચ્ચે કાંટાની ટક્કર થશે પણ હકીકત તો એ નીકળી કે આ દિવાળીમાં
બંને ફિલ્મ્સ બૉમ્બના નામે સુરસુરીયા નીકળ્યા. અજયની પત્ની કાજોલે પણ ફિલ્મ પ્રોમોટ
કરવાનો પ્રયત્ન કર્યો. બોલીવુડમાં અજય-કાજોલની જોડી ઘણો સારો સાથ નીભાવે છે બાકી જોડી
કહેવાય કે ન કહેવાય એ તો ખબર નથી પણ અનીતા આડવાણી એટલે કે ’કાકા’ (રાજેશ
ખન્ના) સાથે લીવીંગ રીલેશનમાં રહેતી હતી. જેણે મુંબઈની બાંન્દ્રા કોર્ટમાં અરજી ડિમ્પલ,
ટ્વિંકલ, રીંકી અને અક્ષય સામે અરજી કરી છે કે એ ૨૦૦૩થી કાકા સાથે રહે છે. ’આશીર્વાદ’ બંગલામાં
એણે જીવનનો અનોખો સમય પસાર કર્યો છે જે ભૂલી શકે એમ નથી પણ આ ચારેય કુટુંબીજનો અગાઉ
ખૂબ સારા સંબંધો રાખતું જ્યારે હવે એમને આ ઘર માંથી ધક્કા મારીને કાઢી મૂકેલ છે. આ
અરજી પર ૨૭ નવેમ્બરે ડિમ્પલ, ટવિંકલ, રીંકી અને અક્ષયે જવાબ રજૂ કરવાનો છે. અનીતાએ
ડોમેસ્ટીક વાયોલન્સનો ગુનો દાખલ કરીને નોટિસ આપી છે. મનોહર શેટ્ટી અનીતાના વકીલ છે.
૧૯૨૩માં એક અંગ્રેજી
સાયલેન્સ ફિલ્મ ’હોસ્પીટાલીટી’ આવ્યું હતું. આ ફિલ્મથી પ્રેરાયને તેલુગુ ડિરેક્ટર એસ.એસ.રાજમૌલીની
ફિલ્મ ’મર્યાદા રામન્ના’ બની. આ ફિલ્મનું હિન્દી વર્ઝન એટલે ’સન ઑફ સરદાર’. ફિલ્મના
ડિરેક્ટર આમ તો હથોડા ફિલ્મ આપવા માટે જાણીતા છે એટલે ખાસ કંઈ આશા રાખી નહોતી તો પણ
’અશ્વીન ધીર’ની આગલી
ફિલ્મ હતી ’અતીથી તુમ કબ જાઓગે’. પરેશ રાવલ જેવા કલાકારને કેમ વેડફી શકાય એ શીખવું હોય તો
અશ્વીન ધીર પાસેથી શીખી શકાય. હવે જ્યારે પરેશ રાવલ વેડફાતો હોય તો પછી અજય દેવગણની
શું હેસિયત? કોઈ કારણ વગરનો ડ્રામા, કોઈ કારણ વગર સ્ટોરીના ટ્વીસ્ટ, કોઈ કારણ વગરનું
એક્શન, પરાણે હસાવતી કૉમેડી બધી જ ખરાબ વસ્તુઓનો ખજાનો એટલે ’સન ઑફ સરદાર’. ફિલ્મ
જોઈને અહેસાસ થશે જ કે થાકી જવાયું.
પેકઅપ:
"પાકિસ્તાન આપણું દુશ્મન રાષ્ટ્ર છે એ શાહરૂખે સાબિત કરી
દીધું. ’જબ તક હૈં જાન’ પાકિસ્તાનમાં પણ રીલીઝ થશે"
સંપૂર્ણ સહમત "સન ઓફ સરદાર " ના તો પ્રોમો જોઇને લાગતું હતું કે આ બાઉન્સર હશે . પરાણે હસાવવા પડે એવી કોમેડી ટ્રેજડી જ કેહવાય .............................જો સ્કાયફોલ અત્યારે આવ્યું હોત તો દિવાળી ની મજા ઓર હોત ..................................
ReplyDeleteat lest srk proved somthing...nikkamma kahinka ...:p
ReplyDelete