ફિલ્મ ત્યારે જ ખરા અર્થમાં સારી બની શકે જ્યારે
ફિલ્મના તમામ પાસાં સરખી રીતે ગોઠવવામાં આવ્યા હોય અને ખાસ તો વાર્તા તેમજ સ્ક્રીનપ્લે
પર સાચે જ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું હોય. જો તમને ખબર ન હોય તો જણાવી દઉં કે ’પીકે.’
ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પર લગભગ ત્રણ વર્ષ કામ ચાલ્યું હતું. ફિલ્મ માટે જરૂરી
ઇમોશન, કોમૅડી, ગુંથણી તમામ બાબતો પર ખૂબ ચર્ચા પછી સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લે ફાયનલ
કરવામાં આવ્યો છે અને એટલે જ તમે જ્યારે ફિલ્મ જોશો તો તમારે પણ કહેવું જ પડશે કે
’પી.કે.’ એટલે અદભૂત મનોરંજન…
રાજકુમાર હીરાણી એટલે મારા મોસ્ટ ફેવરીટ ડિરેક્ટર્સ
માંના એક. સિંધી પરિવારમાં જન્મેલા આ વ્યક્તિ નાગપુરમાં ટાઇપીંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવતા
હતા. ભારતના ભાગલા પડ્યા અને માત્ર ૧૪ વર્ષની ઉમરે તેમને ભારતમાં રહેવાનો લહાવો મળ્યો.
તેમનું ખરું સ્વપ્ન તો હિન્દી ફિલ્મમાં એક્ટીંગ કરવાનું હતું અને એ માટે પૂના ઇન્સ્ટિટયૂટમાં
એકટીંગના કોર્સમાં જોડાવવા ગયા પણ એડમીશન ફુલ્લ હતું એટલે ડિરેક્ટરના કોર્સમાં જોડાવવાનું
નક્કી કર્યું પણ વિચાર માંડી વાળ્યો અને આખરે એડીટીંગમાં એડમીશન લીધું પણ એક્ટીંગનો
કીડો હોવાને લીધે ફેવીકોલની એડ ’જોર લગા કે હૈસા’ અને ’કાઇનેટીક લૂના’ની એડમાં સૌથી
પહેલા જોવા મળ્યા હતા. આ પછી તેમણે વિધુ વિનોદ ચોપરા સાથે કામ શરૂ કર્યું અને ’૧૯૪૬
અ લવ સ્ટોરી’ના પ્રોમો અને ટેઇલર્સ એડીટ કર્યા પણ એડિટર તરીકેનો તેમનો પહેલો બ્રેક
હતો ’મિશન કાશ્મીર. વિધુ વિનોદ ચોપરાને તેમના પર પૂરો વિશ્વાસ બેઠો અને તેમણે ’મુન્નાભાઈ
એમ.બી.બી.એસ.’નું સુકાન તેમના હાથમાં સોંપ્યું. આ પછી ’લગે રહો મુન્નાભાઈ’ અને ’૩ ઇડીયટ્સ’
તેમણે ડિરેક્ટ કરી. તેમની બધી ફિલ્મ્સને લાઇફ ટાઇમ મેમરીમાં મૂકી શકાય. અત્યાર સુધીમાં
કોણ જાણે એટલાં એવોર્ડસ મળ્યા હશે એ પણ ન કહી શકાય એવી મજેદાર એમની સફર રહી છે....
મહમદ આમિર હુશેનખાન એટલે કે આમિર ખાન જેને ઇન્ડસ્ટ્રી
મી. પરફેક્ટનીશ તરીકે ઓળખે છે પણ તેની સફરની જો વાત કરીએ તો બહુ જ લાંબી છે છતા થોડું
કહું તો ૧૯૭૩માં ’યાદોં કી બારાત’ ફિલ્મમાં પહેલી વાર ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આમિર ખાને
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. યુવાન થયા પછી તેની પહેલી ફિલ્મ ’હોલી’ હતી. કેતન
મહેતાના ડિરેક્શનમાં જો આ ફિલ્મ જોઈ હોય તો તમે પણ એ કહેવતને માનો જ કે પુત્રના પગ
પારણામાં જ વર્તાય રહે. આમિર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમજવા માટે આસિસ્ટન્ટ ડિરેક્ટર અને
આસિસ્ટન્ટ રાઇટર પણ રહી ચૂક્યા છે. અરે ’ગુલામ’ ફિલ્મનું ગીત ’ક્યા બોલતી તું?’ માટે
પ્લેબેક સિંગર પણ બન્યા! ’તારે જમીં પે’ જેવી અઘરી ફિલ્મ તેમણે ડિરેક્ટ પણ કરી છે.
જો કે ’ધોબી ઘાટ, ’તલાશ’ અને ’ધૂમ ૩માં ઘણા લોકો નારાજ થયા પણ તેનું સાટું તેમણે ’પી.કે.’માં
વાળી દીધું...
અનુષ્કા શર્માનું પણ કંઈક એવું જ છે. યશરાજ ફિલ્મ્સમાં
ત્રણ ફિલ્મના કોન્ટ્રાક્ટ સાથે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવી હતી. તેની પહેલી
ફિલ્મ ’રબ ને બના દી જોડી’, બીજી ફિલ્મ ’બેન્ડ, બાજા, બારાતી’ અને ત્રીજી ફિલ્મ ’જબ
તક હૈ જાન’યશરાજ બૅનર માટે હતી. તેની આ શરૂઆતની ફિલ્મ્સમાં જ તેણે બેસ્ટ એક્ટ્રેસ અને
બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસનો ખિતાબ જીતીને બતાવ્યો. ધીમે ધીમે જોરદાર ઍક્ટર બનતા લોકોમાં
હું અનુષ્કાને ખૂબ જ આગળ સ્થાન આપીશ. ’કાય પો છે’થી પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત કરનાર
સુષાંત સિંધ રાજપૂત ખૂબ જ સારો કલાકાર છે. ટેલિવિઝનમાં તો લોકો સુષાંતને ઘણો વખાણી
ચૂક્યા છે પણ મને ’શુદ્ધ દેશી રોમાંશ’માં જોયા પછી લાગ્યું હતું કે આ છોકરો આગળ વધવાની
કેપીસીટી ધરાવે છે. ફિલ્મના એક મહત્વના પાત્રમાં રામ શેટ્ટી છે. રામ શેટ્ટીને આમ કોઈ
નહીં જાણતું હોય પણ કહી દઉં કે ૧૯૭૩માં ’ઝંઝીર’તેમની પહેલી ફિલ્મ હતી જે સફર હજુ પણ
ચાલુ જ છે. બોમન ઇરાની હવે ઓળખાણ આપવી પડે એ ક્ષેત્રની બહાર નીકળી ચૂક્યા છે. મોટી
ઉમરે પણ ફિલ્મમાં પ્રવેશ થાય એ તેમણે સાબિત કર્યું છે. ૨૦૦૧માં તેમની પહેલી ફિલ્મ હતી
’એવરીબડી સેયઝ આઇ એમ ફાઇન’અને આજે કેટ કેટલી સુપર ડુપર હીટ ફિલ્મનો હિસ્સો રહી ચૂક્યા
છે. આ રીતે જ સૌરભ શૂકલા એ પણ છેક ૧૯૯૪માં ’બેન્ડીટ ક્વીન’ ફિલ્મ સાથે તેમની કેરિયર
મોટી ઉમરે જ શરૂ કરી હતી પણ અત્યાર સુધીમાં લગભગ ૭૫ ફિલ્મ્સમાં એક્ટીંગ અને ૫ ફિલ્મ્સમાં
ડિરેક્શન કરી ચૂક્યા છે. સ્ક્રીનપ્લે રાઇટર તરીકે પણ તેમની ૧૫થી વધારે ફિલ્મ હશે...
ફિલ્મના એક્ટર્સ માટે ડિરેક્ટર સ્યોર જ હતા. કોઈ
જ ફેરફારો વગર ફિલ્મનું કાસ્ટ આવે એવું ઓછું બને છે પણ આ ફિલ્મમાં બન્યું છે. જુલાઈ
૨૦૦૧૨માં આ ફિલ્મનું મહુરત કરવામાં આવ્યું હતું. ૨૦૧૩ જાન્યુઆરીમાં દિલ્હી અને રાજસ્થાન
ખાતે સળંગ ૪૫ દિવસનું શૂટ શેડ્યૂલ ગોઠવવામાં આવ્યું હતું. રાજકુમાર હીરાણી, વિધુ વિનોદ
ચોપરા અને સિદ્ધાર્થ રોય કપૂર-યુટીવી મોશન પીક્ચર્સ એમ ત્રણ પ્રોડ્યૂસર્સ તરફથી પ્રોડ્યૂસ
કરવામાં આવી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે રાજકુમાર હીરાણી અને અભિજીત જોષીએ લખ્યો છે. મ્યુઝિક
અજય અતુલ, શાંતનું મોઈત્રા અને અંકીત તિવારી એમ ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર્સ એ આપ્યું
છે. સિનેમેટોગ્રાફી સી. કે. મુરલીધરનની છે...
આમિર ખાને જ્યારે પહેલું પોસ્ટર ૩૧ જુલાઈ ૨૦૧૪ના
રોજ રજૂ કર્યું ત્યારે ઘણો વિરોધ નોંધાયો હતો. હવે આ વિરોધ માટે પોસ્ટર કારણભૂત હતું
કે પછે પછી પબ્લીસીટી એ તો પ્રોડ્યૂસર્સ જ જાણે! જ્યાં સુધી સાંભળવા મળ્યું છે ત્યાં
સુધી ૩૨ કરોડના ખર્ચે બનેલ આ ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ ૧૫ કરોડ અને સેટેલાઇટ રાઇટ્સ ૮૫
કરોડમાં ફિલ્મ રીલીઝ પહેલા જ વહેંચી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મ ૫૦૦૦ સ્ક્રીન
પર રીલીઝ થવાનું છે ત્યારે આ ફિલ્મની કમાણીનો આંકડો ૧૦૦ કરોડ જલદી આંબી જશે એ વાત પર
શંકા જ ન થઈ શકે....
ફિલ્મની વાર્તા સાચે જ કંઈક અલગ અંદાઝ સાથે લખવામાં
આવી છે. તમને ક્યાંક ’ઓહ માય ગોડ’નો અંશ દેખાસે જ પણ જો બારીકાઈથી નિહાળશો તો ફેર સીધો
જ નજર આવશે કે ’ઓહ માય ગોડ’માં વાત સીધી રજૂ કરવામાં આવી હતી જ્યારે ’પીકે’ સાબિતી
સાથે રજૂ કરે છે. છેલ્લા ઘણા સમયથી સારા બજેટની અને સારા સ્ટાર વાળી સારી ફિલ્મ જોવા
નથી મળી પણ કોઈ પણ સંજોગોમાં ’પીકે’ ન ચૂકવા જેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર
કેટેગરીમાં મૂકું છું…
પેકઅપ:
“ફરાહ ખાનની ગાળો બોલતી ક્લીપ વોટ્સએપ પર ફરતી થયા
પછી ફરાહ ખાને આપેલું સ્ટેટમેન્ટ ’કેમ મેં આટલી ઓછી ગાળો બોલી હશે?’..”
No comments:
Post a Comment