આપણે આ પહેલા 3D ટેક્નોલૉજી વિશે વાત કરી ચૂક્યા છીએ અને સાથે
સાથે એનીમેશન વિશે પણ વાત કરી ચૂક્યા છીએ પણ અહીંયાં બે વાતોનું મિશ્રણ છે 3D અને એનીમેશન.
જ્યારે પણ એનીમેશનની વાત હોય ત્યારે એક ખાસ રેફ્રરન્સ લેવામાં આવતો હોય છે તો જ એક
મોડેલ જે રીતે તમારે સ્ક્રીન પર દેખાડવું એમ દેખાય શકે. જો વાત યાદ કરો તો ’લાઇફ ઑફ
પાઇ’ નો
ટાયગર એનીમેટેડ હતો પણ એક વાઘ કેવી કેવી રીતે વર્તે, કેમ ખાય, કેમ હુમલો કરે, કેવી
રીતે ગુસ્સો કરે આ બધું એનીમેટેડ ટાયગરમાં ભરવા માટે એક વાઘના પીંજરા પર છ મહીના સુધી
કૅમેરા ફીટ કરીને અભ્યાસ થયો અને પછી જ વાઘ બનાવવામાં આવ્યો. અહીં ’કોચડીયાન’ બનાવવા
માટે પણ એ જ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રજનીકાંત, દીપીકા પાદુકોણ, જેકી
શ્રોફ, શોભના, આધી, આર.શરથકુમાર, નાસીર, રુકમણી વિજયકુમાર જેવા કલાકારોને એક સ્ટુડિયોમાં
બેસાડી દરેક દ્ગશ્ય મુજબ એક્ટીંગ કરાવવામાં આવી અને હુબહુ એના જેવું જ એનીમેશન થાય
એ માટે પોઇન્ટ ટુ પોઇન્ટ રેકોર્ડીંગ કરી એનીમેટર્સને બતાવવામાં આવ્યા. ખૂબ સરસ અને
અત્યાર સુધીમાં કદાચ ભારતમાં બનેલું સારામાં સારુ એનીમેશન કહી શકાય. એટલે જ તો કહ્યું
કે રજનીકાંત સ્ટાઇલ એનીમેશન...
રેફેરેન્સ માટે
યુ.કે., યુ.એસ.એ, હોંગકોંગ, ચાઇના બધે જ શૂટ કરવામાં આવ્યું છે. જેવી રીતે પાત્રો બનાવવા
માટે રેફ્રન્સ જોઈએ એ રીતે જ બૅકગ્રાઉન્ડ બનાવવા માટે પણ રેફ્રન્સ જોઈએ જ. આ ફિલ્મ
માટે ખાસ કરીને એટલાં માટે ધ્યાન રાખવું પડે કેમ કે હિન્દી, તેલુગુ, ભોજપુરી, બેંગોલી,
મરાઠી, પંજાબી અને અંગ્રેજી ઉપરાંત જાપાનીઝ લેંગ્વેજમાં પણ રીલીઝ થવાની છે. એનીમેશનના બેકડ્રોપ અને અસંખ્ય પાત્રો માટે એટલો
સમય અને એટલો જ ભોગ આપવો પડે છે. ફિલ્મની તૈયારીઓ ૨૦૦૭થી શરૂ થઈ ગઈ હતી ત્યારે છેક
૨૦૧૪માં આપણે આ ફિલ્મ જોઈ શકીએ છીએ...
ફિલ્મની ડિરેક્ટર સૌંદર્યા એટલે રજનીકાંતની પુત્રી. આજકાલ રાજકારણની
જેમ જ ફિલ્મમાં પણ ટ્રેન્ડ ચાલે છે કે ફેમિલી એસ્ટાબ્લીશ કરવાનું જ. જ્યારે સૌંદર્યા
ડિરેક્ટ કરતી હોય ત્યારે રજનીકાંત પ્રમોસનથી લઈને એક્ટીંગ સુધી બધે જ રસ લે જ. અગાઉ
કહ્યું એમ સૌંદર્યા ૨૦૦૭થી આ ફિલ્મ માટે કામ કરતી હતી પણ સમય જતા વાર્તાને વધુ સુંદર
બનાવવા માટે કે.એસ. રવિકુમારનો એપ્રોચ કરવામાં આવ્યો. રવિકુમાર અને સૌંદર્યા બંને સાથે
મળીને સ્ટોરી પર કામ કરવા લાગ્યા. બંને જ્યારે વાર્તા પર કામ કરી ચૂક્યા ત્યારે અચાનક
જ રજનીકાંતની તબિયત બગડી. રજનીકાંતને ડિહાઇડ્રેશન થયું અને રેફ્રન્સ શૂટીંગ અટકી ગયું.
સૌંદર્યાએ ફિલ્મનું નામ ’રાણા’ નક્કી કર્યું હતું પણ રજનીકાંત કહે પછી કોઈથી ના પાડી શકાય?
રજનીકાંતના આગ્રહ પર ફિલ્મનું નામ ’કોચડીયાન’ નક્કી કરવામાં આવ્યું. ઇરોઝ એન્ટરટાઇન્મેન્ટ
અને મીડિયા ગ્લોબલ પાર્ટનર બનવા તૈયાર થયા..
તામિલ મેગેઝીનમાં
એક ’કુમુદામ’ નામથી
એક સીરીઝ આવેલી જે ખૂબ હીટ રહી હતી. માર્કેટમાં એવી અફવા હતી કે આ ફિલ્મ એ શ્રેણી પર
આધારિત છે. સૌંદર્યાએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી ખુલાસો કરવો પડ્યો કે ’કુમુદામ’ સાથે
આ ફિલ્મને જરા પણ લાગતું વળગતું નથી. ફિલ્મનો ટાર્ગેટ ખૂબ ઉંચો રાખવામાં આવ્યો છે એ
માટે જ પહેલેથી જ એવો પ્રચાર કરવામાં આવ્યો છે કે આ ફિલ્મની કંપેરીઝન ’અવતાર’ અને
’એડવેન્ચર ઑફ ટીનટીન’ સાથે કરવામાં આવે!
રજનીકાંત સામે
કેઈ હીરોઈનને રેફ્રન્સ શૂટીંગ કરવું એ માટે ઘણીએ હીરોઇન્સનો કૉન્ટેક્ટ કરવામાં આવ્યો
હતો. સુત્રો અનુસાર અનુષ્કા, અશીન, વિદ્યા
બાલન ત્રણે સાથે સૌંદર્યાએ વાત કરી હતી પણ જામ્યું નહીં એટલે કેટરીના સાથે વાટાઘાટો
શરૂ થઈ પણ છેલ્લે ૨૦૧૨માં દીપીકાને સાઇન કરવામાં આવી. જો કે કાસ્ટ માટે ઘણી અફવાઓ ઊડી
હતી. મલયાલમ સુપર સ્ટાર પૃથ્વીરાજ પણ આ ફિલ્મના રેફ્રન્સ પાત્ર તરીકે હશે પણ એ અફવા
અફવા જ રહી. જો કે સૌથી વધુ ખુશ તામિલ એક્ટર આધી હતો. એના કહેવા મુજબ "રજનીકાંત
સાથે કામ કરવું એ મારુ સ્વપ્ન હતું, જે પુરુ થયું..."હાં એ વાત અલગ છે કે બંને
એનીમેશનમાં જ દેખાશે પણ ક્રેઝ તો ક્રેઝ જ છે ને!
રાજીવ મેનન આમ
તો ખૂબ સારા સિનેમેટોગ્રાફર છે પણ જ્યારે એનીમેશનની વાત આવે ત્યારે એમની પણ કસોટી હતી.
રેફ્રન્સ શૂટ પૂરતું જ નહીં પરંતુ એનીમેશનમાં પણ કૅમેરા કેમ ફરશે એ એમણે જ નક્કી કરવાનું
હતું. એમણે આ ફોટોગ્રાફી સેટ કરવામાં ખૂબ મહેનત પડી પણ એમના જ એક સ્ટેટમેન્ટ મુજબ કહ્યું
કે "હું માત્ર એટલું જ કહીશ કે હું ધન્ય થઈ ગયો" મારા માનવા મુજબ કદાચ આ
ફિલ્મ પહેલીવાર મે-૨૦૧૩માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રીલીઝ કરવામાં આવી હતી. એક વાત
મુજબ મને યાદ છે ત્યાં સુધી કદાચ ૨૦૧૨માં યુ.એસ.એ.માં કાર્બન મોબાઈલ તરફથી આ ફિલ્મનો
એક ખાસ શો યોજાયો હતો. હું વાત માટે સ્યોર નથી..
કોઈ પણ ફિલ્મનું
જો વાયરલ એટલે કે નેટ પર અલગ અલગ રીતે પ્રમોશન ન કરવામાં આવે તો ફિલ્મ હીટ થતી નથી
અને એમાં પણ રજનીકાંતની ફિલ્મ હોય એટલે આ નામથી ગેઇમ્સથી લઈને ઘણી રીતે ફિલ્મ વાયરલ
બનાવવામાં આવે જ. હંગામા, ગેમ્સ શાસ્ત્ર, આઇ.ઓ.એસ. સ્ટોર, ગુગલ પ્લે, વિન્ડોવ ફોન સ્ટોર
વગેરે પર લોકોની જીભ પર ચડે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે
અમિતાભ બચ્ચન પાસે પણ સારા વાક્યો બોલાવામાં આવ્યા છે એ રીતે જ એનીમેશનની દુનિયાનું
ખૂબ જાણીતું નામ ફીલ સ્ટીલ ગો પણ કહે છે કે " હું ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો
છું. હું કોન્ફીડન્સ સાથે કહું છું કે ’કોચડીયાન’ એ અત્યાર સુધીમાં આવેલી એનીમેશન
ફિલ્મમાં શ્રેષ્ઠ ફિલ્મ છે"
આપણે વખાણ તો
કરી લીધા પણ થોડી હકીકતો તરફ પણ નજર કરીએ. એ.આર. રહેમાન સાહેબનું મ્યુઝિક સારુ જ હોય
પણ ફિલ્મમાં વધુ પડતા ગીતો ફિલ્મને ડીસ્ટર્બ કરે છે. દ્ગશ્યો ઝાઝરમાન છે પણ જે પાત્રોને
તમે જીવંત જોઈ ચૂક્યા હો એ જ પાત્રોને જ્યારે એનીમેશન રૂપે જુઓ એટલે ન હસવું હોય તો
પણ હસી પડાય! આ ફિલ્મની વાર્તાને ફિલ્મ તરીકે રજૂ કરવામાં બે મુખ્ય નબળાઇ હતી. એક તો
અસંખ્ય મોટી સંખ્યામાં સૈન્ય ઊભું કરવું અને એક કાળના સેટ ઊભા કરવા પણ જો એ માટે જ
ફિલ્મને એનીમેશનમાં લઈ જવી હોય તો પછી પાત્રોનો રેફ્રન્સ પણ કાલ્પનિક જ લેવાય. હું
એ વાત સાથે સંપૂર્ણ સહમત છું કે ખૂબ જ સારુ એનીમેશન છે પણ ઉમરલાયક તો ઉમરલાયક રજનીકાંત
તો જોવા ગમે જ. હાં એ વાત અલગ છે કે દીપીકા ખૂબ નાની લાગે પણ રજનીકાંત માટે બધું જ
શક્ય હોય! હજુ ભારતની પ્રજા એનીમેશન ફિલ્મ્સ માટે એટલી ક્રેઝી નથી માટે આ કરોડો રૂપિયાનો
ખર્ચ કાઢશે કે કેમ એ તો બોક્ષ ઓફીસ જ નક્કી કરશે... સ્ટારની વાત રહેવા દઇએ કેમ કે રજનીકાંત
સાહેબ નારાઝ થઈ જાય તો પછી ક્યારેય રીવ્યુ નહીં લખી શકું...
પેકઅપ:
"બીજેપીને આટલી સીટ અપાવવામાં રજનીકાંત ભલે સફળ ગયા હોય
પણ સાલુ આજે ટૉકીઝમાં કુલ ૧૫ સીટ જ ભરેલી હતી..."
No comments:
Post a Comment