કલાકારોના હ્રદયમાં ફિલ્મ વસે છે. ગમે તે ઉમર થાય તો પણ સ્ક્રીન
પર એકવાર આવી ગયા હોય એવા હીરો કે હીરોઇન ફરી ચમકવા માટે તૈયાર જ હોય છે. હમણાં હમણાં
તો કમ બેકનો ટ્રેન્ડ શરૂ થયો છે. તાજેતરમાં જ કરિશ્મા કપૂર ફરી એકવાર ’ડેન્જરસ ઇશ્ક’ સાથે
ફરી જોવા મળી અને આ ફિલ્મ સાથે જ કરિશ્મા કપૂરે ’સત્તે પે સત્તા’ની રીમેક
ફિલ્મ પણ સાઇન કરી. જો કે કરિશ્મા માટે કમ બેકનો સમય લાંબો નહોતો. આમ પણ થોડા થોડા
સમયનો બ્રેક તો ઘણી હીરોઇન લઈ ચૂકી છે. જેમ કે રાની મુખર્જીના છેલ્લું ફિલ્મ ’નો વન
કિલ્ડ જેસીકા’ જાન્યુઆરી
૨૦૧૧માં આવી હતી અને હવે પછીની ફિલ્મ ’અય્યા’ કદાચ આવતા મહીને રીલીઝ થાય તો લગભગ બે વર્ષનો
ગાળો થયો પણ શ્રીદેવી માટે તો અધધ ગાળો થયો. શ્રીદેવીનું છેલ્લું ફિલ્મ હતું ’જુદાઈ’. આ
ફિલ્મ ૧૯૯૭માં આવ્યું હતું. જુદાઈ પછી છેક ૨૦૧૨માં ફિલ્મ એટલે આશરે ૧૫ વર્ષના ગાળે
કમ બેક. શ્રીદેવીના નસીબ પણ સારા કે હીરોઇન ઓરીયેન્ટેડ ફિલ્મ એના કમ બેક વખતે મળી.
ફિલ્મ જોતા પહેલા હતું કે આ વર્ષોના ગાળામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ફેરફાર આવ્યા
છે, ટેકનિકલ પણ અને એક્ટીંગ વાઇઝ પણ હવે આવા સંજોગોમાં શું શ્રીદેવી પોતાની છાપ છોડી
શકશે? પણ ફિલ્મ જોઈને એટલું તો લાગ્યું કે સમય સાથે શ્રીદેવીના અભિનયમાં ઉલ્ટાની પાકટતા
આવી છે પણ ફિલ્મની દ્રષ્ટિએ જોઇએ તો આ ફિલ્મ માત્ર ૪૫ મીનીટ કે ૧ કલાકમાં પૂરી કરી
હોત તો પણ ચાલત એટલે આ શોર્ટ ફિલ્મનું લોંગ વર્ઝન કહી શકાય!
ફિલ્મ ૧૪ સપ્ટેમ્બરના
રોજ ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં રીલીઝ કરવામાં આવી અને લોકોએ ખૂબ વખાણી. ઘણા બધાં ક્રીટીક્સ
અગાઉથી જ ફિલ્મ માટે પોઝીટીવ લખી ચૂક્યા હતાં એટલે એક ખાસ વર્ગ આ ફિલ્મની રાહ જોઈને
બેઠો હતો. ક્રિટીક્સ અને ઓડિયન્સના અભિપ્રાય બદલાતા મેં ઘણીવાર જોયા છે. આ ફિલ્મ માટે
પણ મને લાગે છે કે ક્રિટીક્સ સાથે ઑડિયન્સ સહમત નહીં થાય. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં માત્ર
૩૦ વ્યક્તિઓ હાજર હતા. બહાર નીકળીને પણ યંગ ઑડિયન્સ ’બટકી ગયા’ જેવો
પ્યૉર કાઠિયાવાડી શબ્દ બોલતા સંભળાયા. સ્ક્રીનપ્લે અને ડિરેક્શન ગૌરી શિંદેનું છે.
ગૌરી શિંદે આ ફિલ્મ્સ સાથે ફૂલ લેન્થ ફિલ્મમાં પદાર્પણ કરે છે. આ પહેલા પણ ગૌરી ઘણી
ફિલ્મ્સ સાથે જોડાયેલ રહી છે. ’ચીની કમ” અને ’પા’ જેવી ગ્રેટ ફિલ્મના સર્જક આર.
બલ્કીની પત્ની એટલે ગૌરી શિંદે. પહેલા ફિલ્મના પ્રમાણમાં ડિરેક્શન ખરેખર વખાણવા લાયક
છે પણ ગૌરીના સ્ક્રીનપ્લે માટે એટલું કહી શકાય કે નબળો સ્ક્રીનપ્લે. એક નાની વાતને
ગૂંથવા માટે બચારીએ કેટલી મહેનત કરવી પડી છે પણ તોયે લાગે કે આ વાત ખૂબ લંબાવવામાં
આવી છે. અમીત ત્રીવેદી મ્યુઝિકનો બેતાજ બાદશાહ છે. ફિલ્મનું મ્યુઝિક સારુ અને નોંધપાત્ર
છે. ફિલ્મનું એક ગીત ’ધક ધક’ અમીતે પોતે ગાયુ છે. અમીતના અવાજમાં પણ જાદુ છે. ૮૦ થી ૯૦%
ફિલ્મ ન્યુયોર્કમાં બની છે એટલે બજેટ ધાર્યા કરતા વધ્યું હોય એ સ્વીકાર્ય છે. કદાચ
એટલે જ સુનીલ લુલ્લા, રાકેશ ઝુનઝુનવાલા, આર. કે. દામાની અને ગૌરીના પતિ આર. બલ્કી એમ
ચાર ચાર પ્રોડ્યુસર્સ બનાવવા પડ્યા. ઇરોઝ ઇન્ટરનેશનલ અને આઇ.બી.સી. મોશન પીક્ચર્સ દ્વારા
ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. ૨૦૦૦ થિયેટર રીલીઝ અને ૪ શો રીલીઝનો પ્રયોગ આ
ફિલ્મ માટે સક્શેશ જાય છે કે નહીં એ જોવું રહ્યું. ફિલ્મનો રન ટાઇમ ૧૨૯ મીનીટનો છે
માટે તમે હીસાબ કરી લો કે ૪૫ થી ૬૦ મીનીટને બદલે ૧૨૯ મીનીટ એટલે કેટલો વધારાનો સમય
તમારે ફિલ્મ સાથે કાઢવાનો છે!
ચલો હવે ફિલ્મની
વાર્તા વિશે જાણીએ. ફિલ્મ એક સીધા સાદા મરાઠી ફેમીલીની છે. આ ફેમીલીનો મુખ્ય વ્યક્તિ
સતીષ (આદિલ હુસેન) અને તેની પત્ની શશી (શ્રીદેવી) છે. શશી એક સામાન્ય સ્ત્રી છે. શશીને
ઇન્ગલીશ બિલકુલ નથી આવડતું, આ માટે શશીની પુત્રી માતા માટે ઇન્ફીરીયારીટી કોમ્પ્લેક્ષ
ધરાવે છે. પેરેન્ટ મીટિંગ માટે મમ્મીને સાથે જ્યારે ફરજિયાત લઈ જવી પડે છે ત્યારે દીકરીને
મમ્મીના રીએક્શનથી નારાજગી જન્મે છે. શશીની બહેનની દીકરીના લગ્ન માટે અમેરિકા જવાનું
નક્કી થાય છે. શશી ત્રણ વીક પહેલા જાય છે. આ ત્રણ વીક એ ફિલ્મનો હાર્દ છે. આ ત્રણ વીકમાં
શશી ઇન્ગલીશ શીખવાનું શરૂ કરે છે. આ ત્રણ વીકમાં શશીના પ્રેમમાં એક ફ્રેંચ વ્યક્તિ
ડેવીડ (કોરી હીબ્સ) શશીને પ્રેમ કરવા લાગે છે. શશીને માટે પ્રશ્ન ઇન્ગલીશનો જ છે. શશી
માટે ડેવીડ એવું પાત્ર બને છે કે જે શશીને ખરી શશીનો પરિચય કરાવે છે. શશીની ભત્રીજી
પ્રિયા આનંદ આમ તો સાઉથની જાણીતી અભિનેત્રી છે પણ હિન્દી ફિલ્મ ક્ષેત્રે એનો પ્રથમ
પ્રવેશ ધમાકેદાર છે. પોતાના પાત્રને કેવી રીતે વફાદાર રહી શકાય એ પ્રિયા પાસેથી શિખવા
જેવું છે. ચોથા વીક પહેલા ફેમિલી અમેરિકા આવી જાય છે. આ વચ્ચે કેવી કેવી રમત કરીને
શશી કલાસ જોઈન કરે છે અને કેવી રીતે ઇન્ગલીશ શીખે છે એ વાત એટલે આ ફિલ્મ. ચાર વીકના
આ કોર્સનો ફાઇનલ સર્ટીફીકેટ કોર્સ એટલે છેલ્લી સ્પીચ. શશી આ સ્પીચ માટે પહોંચી નથી
શકતી. ભત્રીજીના લગ્ન વખતે છેલ્લે જ્યારે પોતાના બધાં ક્લાસ મેટની હાજરીમાં શશી ઇન્ગલીશમાં
સ્પીચ આપે છે ત્યારે બધા જે રીતે સ્ટેન્ડીંગ ઓવીએશન આપે છે એ રીતે જ સ્ટેન્ડીંગ ઓવીએશન
ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલું. ફિલ્મ લોકોની લાગણીઓ સાથે ખૂબ રમી શક્યું છે તો
પણ વધુ પડતી લાગણીઓ સાથે રમવાની વાત કદાચ લોકોને ગળે ઉતરે એવું નથી.
ફિલ્મ સારુ છે
કે ખરાબ એ કહેવા માટે એ ફિલ્મના નબળા પાસાઓ માટે ચર્ચા કરવી જરૂરી છે. ફિલ્મની ખૂબ
સારી વાત માટે ચર્ચા કરીએ તો ફિલ્મમાં ગેસ્ટ એપીરીયન્સમાં આવેલા અમિતાભ બચ્ચન માટે
સ્વીકારવું જ પડે કે ફિલ્મના બાપુજી છે. શ્રીદેવી પ્લેનમાં અમેરિકા જઈ રહી છે અને બાજુની
શીટમાં કો-પેસેન્જર તરીકે અમિતાભ બચ્ચન છે. માત્ર ૧૦ મીનીટની આ ફિલ્મ માણવી એ એક લહાવો
છે. શ્રીદેવીને ઇન્ગલીશ નથી આવડતું, અમિતાભ એક ઇન્ગલીશ ફિલ્મને હિન્દીમાં ટ્રાન્સલેટર
કરીને શ્રીદેવીને સંભળાવે છે. આજુબાજુના પેસેન્જર્સને જે તકલીફ પડે પણ જે રીતે અમિતાભનું
પર્ફૉર્મન્સ છે એ ઍકસ્ટ્રા ઓર્ડીનરી છે. આ રીતે જ ફિલ્મમાં એક દ્ગશ્ય છે કે શ્રીદેવી
એક રેસ્ટોરન્ટમાં જાય છે અને શું ઑર્ડર કરવું એ ઇન્ગલીશ ન જાણવાના કારણે માત્ર કોફી
ઑર્ડર કરે છે. શ્રીદેવી જે રીતે આ પ્રસંગને નિભાવે છે એ માટે એટલું તો કહી શકાય કે
શ્રીદેવી એ પોતાની તમામ એક્ટીંગની કેપેસીટી દેખાડી દીધી છે. શબ્દો અને નિ:શબ્દ વચ્ચે જે એક્ટીંગની રમત છે એ અદભૂત છે. શ્રીદેવી
હીન્દી બોલે અને કોરી હોબ્સ ફ્રેંચ બોલે તો પણ લાગણીઓ સમજી શકાય એ વાત કૌંસની વચ્ચેની
છે. લાગણીઓ માટે શબ્દો નહીં પણ ચહેરાના હાવભાવ જરૂરી છે.... હવે કરીએ ફિલ્મના નબળા
પાસાની વાત. ફિલ્મમાં એક પ્રસંગ જેના મેં વખાણ કર્યા કે ઇન્ગલીશ ન જાણવાને લીધે માત્ર
કોફીના ઑર્ડર માટે જે શ્રીદેવીની લાગણીઓ દુભાવી એ ફરી ફરીને રીપીટ કરવાની જરૂર નથી
પણ ફિલ્મ ફરી ફરીને શ્રીદેવીને ઝલીલ કરવાનું ડિરેક્ટર ચૂકતી નથી. ઇન્ગલીશ ન જાણવા છતાં
કોર્સ કરવાની કોશિશ કરતી શ્રીદેવી કોચિંગ ક્લાસ સુધી પહોંચવામાં જે મહેનત ઉપાડે છે
એ એકવાર જ બતાવવાની જરૂર છે પણ ફિલ્મમાં એ ફરી ફરીને બતાવવામાં આવે છે. મૂળ વાત તો એટલી જ છે કે એક સામાન્ય સ્ત્રી હિન્દી
ભાષી હોવા છતાં અંગ્રેજી બોલી શકે. પોતાની બેઇજ્જતી કરાવતા પણ પોતાની જાતને સાબિત કરી
શકે અને પોતાનું સ્થાન બનાવી શકે અને આ વાત સાબિત કરવા માટે ૧૨૯ મીનીટનો રન ટાઇમ તમને
સાચે જ વચ્ચે બોર કરે છે.
પાકટ અભિનય,
સારુ ડિરેક્શન, સારુ મ્યુઝિક છતાં સમયથી વધારે સમય લેવાના કારણે આખે આખુ ફિલ્મ વેસ્ટ
ગયું છે. ફિલ્મ નહીં જોવો તો પણ ચાલશે. થોડો સમય રાહ જુઓ ટૂંક સમયમાં નાના પરદે ફિલ્મ
જોવા મળશે જ. સ્ટાર આપવાની વાત હોય તો હું ૨.૫ સ્ટાર આપીશ.
પેકઅપ:
ઘણા વર્ષો પહેલાની વાત છે
.
.
.
.
.
એટલે યાદ નથી!!!
forget then....
ReplyDelete