ફિલ્મનું એક ખાસ ઝોનર અને મારા પસંદનું પણ ઝોનર છે રીયાલીસ્ટીક
ફિલ્મ. મારી દ્રષ્ટિએ સૌથી અઘરું કામ પણ ખરું. બહુ ઓછા ડિરેક્ટર્સ છે આ ઝોનર પસંદ કરે
છે કેમ કે આ ઝોનરની ફિલ્મ આમ જનતા માટે નહીં પણ ખાસ દર્શકો માટે બનાવવામાં આવે છે.
ફિલ્મ સારી ન હોય અને પૂરતી કોમર્સિયલ હોય તો પ્રમોશન પર ૧૦૦ કરોડનો ધંધો લાવી શકે
પણ ખૂબ સારી અને વખાણ કરવા લાયક હોય તો પણ રીયાલીટી પર બનેલી ફિલ્મ આટલો ધંધો ન કરી
શકે. આવા જ ઝોનરનો એક ખાસ ડિરેક્ટર એટલે મધુર ભંડારકર. ક્રીએટીવીટીનો ખજાનો પણ કહે
છે ગમે તેટલો મોટો ખજાનો હોય ક્યારેક તો ખલાસ થાય જ છે આ રીતે જ મધુર ભંડારકરે શરૂઆતમાં
આપેલી ફિલ્મ્સની સરખામણી કરીએ તો ઉતરોતર ઘટાડો થતો જોવા મળ્યો છે અને હીરોઈન માટે તો
એટલું જ કહી શકાય કે મધુર ભંડારકરના ડિરેક્શનનો એ જાદુ હવે સાવ ઓસરી રહ્યો છે.
મધુર ભંડારકરના
કેરીયરની શરૂઆત થઈ હતી ’ત્રીશક્તિ’થી પણ એ ફિલ્મ સમયે કોઈ મધુરને ઓળખતું જ ન
હતું. મધુર રામ ગોપાલ વર્માને પણ આસીસ્ટ કરી ચૂક્યો છે અને તમને યાદ હોય તો રંગીલામાં
એક નાના રોલમાં સ્ક્રીન પર જોવા પણ મળેલ. મધુરની સાચી કેરીયરની શરૂઆત થઈ એની ખરા અર્થમાં
કહી શકાય એવી ફિલ્મ ’ચાંદની બાર’થી. તમે જે દુનિયા વિષે માત્ર સાંભળ્યું જ હશે કે ક્યારેક જોઈ
હશે એવી મુંબઈના બારની જેટલી નજીકની અને સત્ય સાથે વાત રજૂ કરી ત્યારે ક્રીટીક્સથી
લઈને સુજ્ઞ દર્શકો બધાં વખાણ કરતા થાકતા ન હતા. મધુરની બીજી ફિલ્મ આવી ’સત્તા’ આ ફિલ્મમાં
પણ મધુરનો ચમકારો જોવા મળ્યો પણ જ્યારે મેં ’પેઇજ 3’ જોઈ ત્યારે તો હું આફરીન પોકારી
ગયો. મારી સૌથી વધુ ગમેલી ફિલ્મ્સમાં પહેલી પાંચ ફિલ્મ્સ માંથી પેઇજ ૩ ક્યારેય નીચે
ઊતરી નથી. એ પછીની ’કોર્પોરેટ’ ફિલ્મ પણ મને ગમી હતી પણ આ ફિલ્મ માટે મેં એક સ્ટેટમેન્ટ કરેલું
કે ’જો ફિલ્મનું ટાઇટલ કોર્પોરેટ ના હોત તો ફિલ્મ સારી હતી’. મધુરનો
ખરો પીક પીરીયડ આ પછીની બે ફિલ્મ્સમાં રહ્યો. ’ટ્રાફિક સિન્ગ્નલ’ અને
’ફેશન’ બંને
બોક્ષ ઓફીસ પર પણ સફળ રહી અને ડિરેક્શનની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી ફિલ્મ સાબિત થઈ. ભારતીય
પ્રેક્ષકોએ મધુરને એક રીયાલીસ્ટીક ફિલ્મ મેકર તરીકે સ્વીકારી લીધો. મધુર જે ઊંડાણથી
પરિસ્થિતિનો અભ્યાસ કરે, જે રીતે સ્ટોરી ગૂંથે અને જે રીતે ફિલ્મના કલાકારો પાસેથી
કામ લે એ માટે વખાણના શબ્દો શોધવા મુશ્કેલ પડે. મેં જ્યારે ’જેલ’ જોયું
ત્યારે એ વાતનો અહેસાસ થયો કે આ તલવારની ધાર બુઠ્ઠી થઈ રહી છે તો પણ ફેવરીટ ડિરેક્ટર
હોવાના લીધે આશા વધારે જ રહી. પોતાની ઓરીજીનલ સ્ટાઇલથી દૂર થઈને મુધુરે ’દિલ તો બચ્ચા
હૈં’ બનાવી.
ફિલ્મ બોક્ષ ઓફીસ પર ગમે તેવી સફળ રહી પણ જે રીતે ઇમોશન્સ બહાર લાવી શક્યો એટલે ફરી
એમ થયું કે આવનારી ફિલ્મ ’હીરોઈન’ તો ચોક્કસ હટકે જ હશે. એક તો ફિલ્મનો માણસ અને પાછી ફિલ્મની
જ વાતો. આ માટે મધુરને વધુ અભ્યાસ કરવાની કદાચ જરૂર પડે પણ નહીં. જે રીતે પેઇજ ૩ બની
હતી અને મારા ટોપ લીસ્ટમાં હતી એ રીતે આ ફિલ્મ માટે ખૂબ જ અપેક્ષા હતી પણ સાવ ચિલ્લા
ચાલુ ફિલ્મ. આમ જુઓ તો ફિલ્મની દ્રષ્ટિએ ફિલ્મમાં કંઈ વાંધો જ નથી તો પણ વાર્તા એટલી
હદે પ્રીડીક્ટીબલ કે તમે જાણો જ કે હવે પછીનો સિન ક્યો હશે. હવે પછી શું થશે એ પણ ખબર
હોય. જે ઝોનર મધુરનું છે, જે એરિયા મધુરનો છે, જે માહોલ વચ્ચે મધુર રહે છે અને પછી
આ પ્રકારની સ્ટોરીનો મધુર સ્વીકાર કરે એ વાત ગળે ઊતરતી નથી છતાં પણ બની શકે!
સમય જતા કરીના
કપુરના અભિનયમાં એક તાકાત આવી છે. કરીના ફિલ્મના સેન્ટર પાત્રમાં હોવાથી દુ:ખી થવું,
રડવું, ક્રેઝી બીહેવ કરવું, ઓવર ઇમોશનલ થવું આ બધું જ એના હીસ્સે આવવાનું હતું. કરીનાએ
પૂરતો ન્યાય આપવાની કોશિશ પણ કરી છે. ઘણી હદ સુધી કરીનાએ ડિરેક્ટરે જે માગ્યું તે આપ્યું
છે તો પણ જ્યારે વાર્તામાં વજન નથી એટલે કરીનાની મહેનત એળે ગઈ હોય એવું લાગે છે. આ
રીતે જે અર્જુન રામપાલ પણ પોતાની જગ્યાએ ખૂબ સારુ કામ આપી શક્યો છે. રણબીર હુડાતો હવે
જાણે ઓફબીટ ફિલ્મ્સ માટે પસંદગીનું પાત્ર થઈ ગયો છે. આ ફિલ્મમાં પોતાના પાત્રને રણબીરે
પણ ન્યાય આપ્યો જ છે. મધુરની ફિલ્મ્સમાં અમુક પાત્રો ફીક્ષ છે જેમ કે દિવ્યા દત્તા.
દિવ્યા ફિલ્મમાં ફિલ્મ પબ્લીસીટી અને પર્સનાલીટી ડીઝાઈનર છે. દિવ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં
રહી ચૂકી છે એટલે એક ટીપીકલ પાત્ર ભજવી શકી છે. ગોવીંદ નામદેવ કરીનાના સેક્રેટરી તરીકે
ફિલ્મમાં જોવા મળશે. ગોવિંદ નામદેવ જે હદે સારા આર્ટીસ્ટ છે એ હદે જ કંઈ કામ ન આપીને
એમનો વ્યય થયો છે. આમ છતા પણ જે એક બે સારા સિન એમના હિસ્સે આવ્યા ત્યાં એમનો ચમકારો
જોવા મળે જ છે. શહાના ગોસ્વામી તો ખલ્લાસ આર્ટીસ્ટ છે. મેં એ છોકરીને ક્યારેય નબળું
કામ કરતા નથી જોઈ. આ ફિલ્મમાં એક બેંગોલી આર્ટીસ્ટનું પાત્ર ભજવે છે. રણબીર સુરી પણ
ડિરેક્ટરનો જ એક્ટર છે. એક બેંગોલી ડિરેક્ટર તરીકે ફિલ્મમાં જોવા મળે છે. સંજય સુરી
ઘણા સમયે સ્ક્રીન પર જોવા મળ્યો છે. હેલન જે રીતે જૂનાથી લઈને નવા જમાના સુધી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીના સાક્ષી રહ્યા છે એ રીતે જ ફિલ્મમાં પણ એમનું પાત્ર છે. મુગ્ધા ગોડસે પણ
મધુરની ફેવરીટ આર્ટીસ્ટ છે તો આ ફિલ્મમાં હોવાની જ. ઘણા બધા પાત્રો ફિલ્મમાં છે, બધાએ
સારુ કામ કર્યું છે તો પણ નબળી વાર્તાના લીધે ઘણા કલાકારો વેડફાયા છે.
કરીના કપુર ૧૬૦
કૉસ્ચ્યુમ બદલે છે. એવું કહેવાય છે કે મધુર ભંડાકરની પહેલી ફિલ્મનું જેટલું બજેટ હતું
એટલું બજેટ આ ફિલ્મમાં કરીના કપુરના કોસ્ચ્યુમનું હતું. ફિલ્મમાં મ્યુઝિક સલિમ-સુલેમાનનું
છે. રાહત સાહેબે ગાયેલું ’સંયા...’ વખાણવા લાયક છે. સંજય છેલ મારા મિત્ર છે, એમનું
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સું યોગદાન રહ્યું છે પણ એ જાણીને સાચે જ આનંદ થયો કે ’મૈં
હીરોઈન હું ...’ ગીત સંજયે લખ્યું છે.
ફિલ્મ ગ્રીપ
લે છે એના સ્ક્રીનપ્લે પરથી. આ ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રમાણમાં નબળો રહ્યો, જો કે અહીં
એ નોંધવું જરૂરી છે કે મધુર ભંડારકરની ફિલ્મ્સના પ્રમાણમાં નબળો સ્ક્રીનપ્લે છે. મધુર
પોતાની વ્યસ્તતાના કારણે કદાચ આ ફિલ્મ માટે સમય નહીં ફાળવી શક્યો હોય એટલે અનુરાધા
તીવારી અને મનોજ ત્યાગીને સોંપવામાં આવ્યા. આ જોતા જ તરત ખબર પડે છે કે મધુરના સ્ક્રીનપ્લે
અને અન્ય કોઈના સ્ક્રીનપ્લે વચ્ચે કેટલો મોટો ફેર છે. મધુર સાથે આ પહેલા ચાર ફિલ્મ
કરી ચૂકેલ સિનેમેટોગ્રાફર મહેશ લીમીયેના હિસ્સે આ ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ આવી. મહેશે
મહેનત ખૂબ કરી છે પણ જે દ્ર્શ્યોમાં હજુ ઘણું થઈ શકે તેમ હતું તેવા દ્ગશ્યોને સામાન્ય
રીતે શૂટ કરીને વાતને વધુ નબળી પાડી છે. યુટીવી મોશન પીક્ચર દ્વારા ફિલ્મ રીલીઝ થયુ
છે એટલે ઘણી બધી સ્ક્રીન, ઘણા બધા શો મળ્યા હશે તો ૩૨ કરોડનું રોકાણ તો નીકળી જ જશે.
આ ઉપરાંત નાના પરદે ઠેકઠેકાણે હાજરી આપવાનો હવે તો રિવાજ થઈ ગયો છે એટલે આખી ટીમ ક્યાંક
ને ક્યાંક જોવા મળી જ જાય છે. ઓવર ઓલ જો એટલું કહી શકાય કે જો તમે ખાસ અપેક્ષા લઈને
ફિલ્મ જોવા જશો તો મારી જેમ નિરાશ થશો પણ એક સામાન્ય ફિલ્મની જેમ ફિલ્મ માણવા જશો તો
ગમી પણ શકે. આશા રાખીએ કે મધુર ભંડારકર ફરી એકાદ પેઇજ ૩ આપે...
પેકઅપ:
"મારી પાછળ લખેલું આ વંચાય તો માનજો કે મારી પત્ની સ્કૂટરની
પાછળની સીટ પરથી પડી ગઈ છે.
.
.
મને જાણ ન કરવી...."
madhur izz ur 1of fav naa..
ReplyDeletemine too but this time it was waste of time...
Deleteimpressive pack up...nice samir bhai..
ReplyDeletemehul, thanks
ReplyDelete