એક કહેવત સાંભળી હતી "ઠોઠ નિશાળિયાને વતરણાં જાજા",
આ ઉપરાંત એવું પણ સાંભળ્યું છે કે નબળો માલ વેચવો હોય તો પેકિંગ સારુ કરવું પડે. આ
બંને કહેવતો ’ચેન્નાઈ એક્સપ્રેસ’ને લાગુ પડે છે. શાહરૂખ ખાને એટલાં બધા નખરા, વિવાદો, સ્ટેટમેન્ટ્સ
આ ફિલ્મ માટે કર્યા કે સમજાય ગયું કે ભાઈ ઠોઠ નિશાળિયો છે એટલે જાતજાતના નખરા કરે છે.
આ રીતે જ આજના માર્કેટિંગ યુગમાં જો કોઈ ખરાબ વસ્તુ વેચવી હોય તો એના માટે આકર્ષક પેકિંગ,
પૂરતી જાહેરાત અને હોબાળો કરવો જ પડે. ઠેક ઠેકાણે પોસ્ટર્સ, કોઈ પણ ચેનલ ખોલો ત્યાં
ફિલ્મ પ્રોમોટ કરતા રોહિત શેટ્ટી અને શાહરૂખ જોવા મળે જ અરે! ’તારક મેહતા કા ઉલ્ટા
ચશ્મા’માં
તો ચાર ચાર એપીસોડ સુધી પ્રમોશન ચાલ્યું. રેડિયો શરૂ કરો તો પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટર્વ્યૂ,
કોમ્પીટીશન, ફિલ્મની ચર્ચા ચાલુ જ હોય. હવે જ્યારે આટ આટલું સાંભળ્યું હોય ત્યારે તમે
ફિલ્મ ખરેખર એક્સપ્રેસ ફિલ્મ હશે એવી આશાથી જોવા જાવ અને નીકળે લોકલ હથોડો તો તમારી
સ્થિતિ શું થાય એ તમારે જ નક્કી કરવાનું!
ફિલ્મને સફળ
કરવા માટે ૩૫૦૦ સ્ક્રીન, ૭૦૦ વિદેશી સ્ક્રીન એમ કુલ મળીને ૪૨૦૦ સ્ક્રીન અને દરેક સ્ક્રીન
પર રોજના એવરેજ ૬ શો એટલે જો ઓછા માણસો મૂરખ બને તો પણ ફિલ્મ ખર્ચ કાઢી જ લે. આમ તો
રોહિત શેટ્ટી એટલે ખરેખર કોમર્સિયલ ડિરેક્ટર અને મારા માનવા મુજબ લોકોને જે મનોરંજન
આપે એવા ફિલ્મ બનાવતો ડિરેક્ટર પણ અહીં થાપ ખાય ગયો! જો કે આ પાછળ શાહરૂખનું સ્ટારડમ
પણ કામ કરી ગયું. રોહિતનો ઓરીજીનલ પ્લાન ૧૯૮૨ની ફિલ્મ ’અંગુર’નું
રીમેક બનાવવાનું હતું અને એ માટે શાહરૂખની સાથે વાત ચાલુ હતી પણ શાહરૂખની સાથે વાત
થયા પછી કે.સુભાષની લખેલી સ્ટોરી ’ચેન્નાઈ એક્સપ્રેસ’ પર
કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. શાહરૂખના સ્ટારડમ આગળ રોહિત ઝૂકી ગયો એ મારા માટે આશ્ચર્યની
વાત રહી. રોહિતે ફિલ્મ સ્વીકાર્યા સાથે જ સ્ટેટમેન્ટ આપ્યું કે "આ એક હાર્ડકોર
કોમર્સિયલ ફિલ્મ છે. એક વ્યક્તિ મુંબઈ થી રામેશ્વરમ્ મુસાફરી કરે છે અને એ દરમિયાન
શું શું થાય છે એજ ફિલ્મની વાર્તા છે" પણ જો ફિલ્મ જોશો તો ખબર પડશે કે એ દરમિયાનમાં
વાતોથી વધુ કંઈ થતું જ નથી!
દિપીકા પાદુકોણને
હમણાં જ ’યે જવાની હૈં દિવાની’માં જોઈ હતી અને એ જોઈને કહ્યું હતું કે દિપીકા ખરેખર ખૂબ સારી
આર્ટિસ્ટ છે પણ આ ફિલ્મમાં જોઈને વિચાર બદલવાની ઇચ્છા પ્રબળ બની ગઈ છે. દિપીકા કેટરીના
અને અસીનને પછાડીને આ રોલ મેળવી શકી છે પણ કદાચ આ રોલ ન કર્યો હોત તો વધુ સારી ઇમેજ
રાખવામાં સફળ રહી શકી હોત. તામીલ લોકોએ તો રીતસરનો વિરોધ દર્શાવ્યો હતો કે દિપીકાને
જો તામીલ છોકરી બતાવી છે તો એના ઉચ્ચારણો મલયાલમ જેવા કેમ? પણ ડિરેક્ટર કહે એમ જ બચારી
બોલે ને! દિપીકાના પપ્પાના રોલમાં સથ્યરાજ છે. સાઉથના પોલીટીક્સમાં પણ સથ્યરાજની બ્રાન્ડ
ખૂબ જ મોટી. લગભગ ૨૧૦થી વધુ સાઉથની ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. જો કે આ ફિલ્મ એમણે
ક્યા કારણોસર સ્વીકારી હશે એ સમજાતું નથી કેમ કે એમના ભાગે કંઈ કામ જ નથી. ફિલ્મમાં
બીજો ડોન નીકીતીન ધીર છે જેની સાથે દિપીકાના લગ્ન કરવાના હોય છે. સ્ટોરી રાઇટર પોતે
જ કન્વીન્સ નથી કે કોનું વધારે વજન બતાવવું એટલે આખરે દર્શકોને પણ ક્યાંથી સમજાય? શાહરૂખ
સાથે આ પહેલા ’રાવન’ અને ’રક્તચરિત્ર 2’ માં કામ કરી ચૂકેલી પ્રિયામનીને એક આઇટમ
સોંગ માટે લાવવામાં આવી છે જેમાં આખરે આઇટમ તો શાહરૂખ જ લાગે છે! શાહરૂખના દાદાના પાત્રમાં
લીજેન્ડરી લેખ ટંડન છે. લેખ ટંડન માટે શાહરૂખને ખાસ લાગણી કેમ કે શાહરૂખની શોધ જ એમણે
કરી છે. લોકો ભલે શાહરૂખને ’ફૌજી’ સીરીયલથી જાણતા હોય પણ ખરેખર ’દિલ દરિયા’ સિરિયલમાં
શાહરૂખે પહેલીવાર અભિનય કર્યો હતો. મને લેખ ટંડન માટે ભારોભાર આદર છે પણ શાહરૂખ જેવી
શોધ બદલ એ આદર ઓસરી જાય છે.
’વન્સ અપોન અ
ટાઇમ ઇન મુંબઈ દુબારા’ પણ આ દિવસે જ રીલીઝ થવાનું હતું પણ આખરે શું સમીકરણો કામ કરી
ગયા એ ખબર નથી એટલે એક અઠવાડિયું મોડી રીલીઝ થશે.
આ ફિલ્મ રીલીઝ માટે મહારાષ્ટ્ર માથાનો દુખાવો બની ગયું હતું. મહારાષ્ટ્ર સિંગલ
સ્ક્રીનમાં ’દુનિયા દારી’ નામનું મરાઠી ફિલ્મ ચાલે છે જેને ઉતારવા સંજય જાધવ તૈયાર ન
હતા એટલે આખરે રોહિત શેટ્ટી રાજ ઠાકરે પાસે ગયા પણ રાજ ઠાકરે પણ નનામી ભણી ગયા. છેલ્લા
સમાચાર મુજબ સમાધાન થઈ ગયું છે પણ પાક્કા સમાચાર નથી. રોહિત ખરેખર કોમર્સિયલ ડિરેક્ટર
છે એટલે રોહિત જાણે છે કે એકવાર જ ઓડિયન્સને થિયેટર સુધી લાવવું પડે બાકી ફિલ્મ એક
અઠવાડિયાથી વધારે ચાલે એમ નથી. ફિલ્મના જમા પાસાં તરીકે વિશાલ-શેખર જેવા ગ્રેટ મ્યુઝિક
ડિરેક્ટરનું મ્યુઝિક પણ નથી. જો કે ફિલ્મના ડાયલોગમાં જ દિપીકા કહે છે કે શાહરૂખ ૫૦
વર્ષનો લાગે છે. ફિલ્મ મુજબ આ મજાક હોય શકે પણ હકીકતે દિપીકા-શાહરૂખ બાપ-દીકરી જેવા
જ લાગે છે!
ફિલ્મ ઘટનાઓથી
બને છે, ફિલ્મ સ્ટોરીથી બને છે, ફિલ્મ ટાઇટ સ્ક્રીનપ્લેથી બને છે પણ ’ચેન્નાઈ એક્સપ્રેસ’ પાસે
આમાંથી એક પણ બાબત નથી. ગમે તેમ મસાલો ભરવાની કોશિશ છતા ભૂંડે હાલે બોર કરતી ફિલ્મ
બની છે. ફિલ્મમાં માત્રને માત્ર ડાયલોગ્ઝ જ છે, ઘટનાઓ નથી. કૉમેડી ઊભી કરવા માટે ધરાર
ઘુસેડેલા ડાયલોગ્ઝ પણ જૂના એસ.એમ.એસ. પરથી ઉઠાવેલા છે. શાહરૂખ દિપીકા સાથે એના ગામ
પહોંચે છે અને દિપીકા એને પ્રેમ કરે છે એવી વાત કહ્યા પછી આરામથી શાહરૂખનો સ્વીકાર
થઈ જાય છે અને અચાનક જ ટાંગાબલ્લી એટલે કે નીકીતન ધીરની એન્ટ્રી થાય અને બંનેની ફાઇટ
નક્કી થાય. આ ફાઇટ પહેલા જ બંને ભાગી જાય, એક ગામમાં રોકાય અને દાદીની ઇચ્છા મુજબ રામેશ્વરમમાં
અસ્થિ પધરાવી દે ત્યાં સુધીની વાત જુઓ તો એમ થાય કે આ વચ્ચે મુકેલ પસંગોનું કારણ શું?
એકાદ પ્રસંગ પણ તમને ફિલ્મ માટે જરૂરી હોય એવો તો હોવો જોઈએ ને? પણ ફિલ્મ ખેંચવાનું
છે. શાહરૂખ કે જે ઓવર એક્ટીંગનો બેતાજ બાદશાહ છે એને બતાવવાનો છે તો પછી પ્રસંગની એક
બે અને ત્રણ! અંત પણ એટલો જ બોરિંગ. અચાનક જ શાહરૂખને દિપીકા સાથે પ્રેમ થઈ જાય અને
દિપીકાના ગામ પાછો ફરે. દિપીકાના ફાધર હિન્દી જાણતા નથી પણ પૂરી ૭ મીનીટ સુધી ભાઈ બોલ્યે
રાખે અને કહે કે આ દિલથી નીકળતી વાત છે એટલે એને સમજાય જાશે. નીકીતન ધીર તો છેલ્લે
આવે જ અને એની સાથે ફાઇટ પણ થાય. પહાડ જેવા નીકીતનને ભાઈ હરાવે પણ ખરા અને નીકીતનનું
હ્રદય પરિવર્તન થાય. ઓહો ડ્રામાની પણ કંઈક હદ હોય. એક તરફથી નહીં પણ દરેક તરફથી હથોડા
ખમીને તમને થાકી ગયાનો અહેસાસ થશે જ. જો ફિલ્મ જોવાની હિંમત કરવી જ હોયો તો સાથે માથાના
દુખાવાની સારી ગોળી લઈ જવી. સ્ટાર આપીને મારી જાતને નીચી નથી પાડવી કેમ કે માઇનસ સ્ટારનો
ટ્રેન્ડ હજુ શરૂ નથી થયો....
પેકઅપ:
દિપીકા-શાહરૂખે ’ચેન્નાઈ એક્સપ્રેસ’માં
ઇતિહાસ સર્જ્યો...
ના... આ પહેલા પણ ’ઓમ શાંતિ ઓમ’માં
ત્રાસનો ઇતિહાસ સર્જી જ ચૂક્યા છે!!!
ડબલ
પેકઅપ:
"જો જો લૂંગી કાગડો થઈ જવાની"-અધીર અમદાવાદી
sorry, but I do not agree with your analysis
ReplyDeleteI completely disagree with you....
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteઆજેજ જોઈ. In DIGITAL-8000 HD માં.
ReplyDeleteફિલ્મ મનોરંજક છે. બોરિંગ નથી.
ફિલ્મની ફોટોગ્રાફી આકર્ષક છે.
પણ એક વાત ખટકી કે અસ્થિ વિસર્જન શા માટે અડધી અડધી કરી બે જગ્યાએ તેનું વિસર્જન કરે? આ મેં પહેલી વાર જોયું.
સામાન્ય રીતે મારી માન્યતા મુજબ અસ્થિનું વિસર્જન તો એકજ જગ્યાએ પૂર્ણ અસ્થિના સ્વરૂપમાં તેનું વિસર્જન થતું હોય છે.
Just Enjoy.... !!!
Deleteએવું સાંભળ્યું છે કે જમરૂખ એની નેક્સ્ટ ફિલ્મ ૨૦૦૦૦ સ્ક્રીનમાં રીલીઝ કરશે. ચાર શોમાં લોકો જાય એટલે ખર્ચો તો નીકળી જાય !!!!
ReplyDelete@Mehul... It is my opinion...
ReplyDelete@Arvind... ઓવરઓલ તો પૈસા પડી ગયાની જ feelings આવે..
@અધીરભાઇ, ઓહ! તો કેટલા હથોડા?