ફિલ્મની જાહેરાત થઈ ત્યારે ફિલ્મનું નામ ’વન્સ અપોન અ ટાઈમ
અગેઇન’ નક્કી
કરવામાં આવ્યું હતું પણ એકતા હદ બહાર જ્યોતિષ, દોરાધાગા, ન્યુમેરોલોજી વગેરેમાં માને
છે એટલે એકતા કપુરે ટાઇટલ ન્યુમેરોલોજીસ્ટની સલાહ મુજબ ’વન્સ અપોન અય ટાઈમ દુબારા’ રાખ્યું. અની પાછળ પણ Y લગાવ્યો. જો આ રીતે જ ફિલ્મ હીટ જતી
હોત તો ફિલ્મ બનાવવા માટે આટલી મહેનત કોણ કરે? એકતા કપુર અક્ષય કુમાર અને સોનાક્ષી
સિંહાને લઈને અજમેર જઈ ખ્વાજા સાહેબને પણ માથુ ટેકવી આવી હતી. ફિલ્મ બહુ જ ખરાબ નથી
પણ એટલું તો ખરું જ કે જો આ ફિલ્મને જો કોઈ હીટ કરાવી શકે એમ હોય તો ઈશ્વર માત્ર! એકવાર
જ્યારે પહેલો ભાગ ઍકસ્ટ્રા ઓર્ડીનરી આપી ચૂક્યા હો ત્યારે બીજા ભાગ માટે વધુ આશા હોય
જ છે પણ જેમ દરેક વખતે થતું આવ્યું છે એમ જ પહેલા ભાગ કરતા બીજો ભાગ ખૂબ જ નબળો રહ્યો...
ફિલ્મના ડિરેક્ટર
મીલ લુથરીયા છેક ૧૯૯૩થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. એમની ફિલ્મ કેરિયરની શરૂઆત
ધર્મેશ દર્શનની ’લૂટેરે’ના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ. ૧૯૯૯માં એમણે ડિરેક્શનની શરૂઆત
’કચ્ચે ધાગે’થી કરી.
અજય દેવગણ અને સૈફ અલી ખાન હીરો હતા. બે માંથી એક પણ એ સમયે મંજાયેલા કલાકાર ન હતા
માટે ફિલ્મ દેખીતી રીતે જ ખરાબ લાગ્યું હતું. આ પછી ’ચોરી ચોરી’ અને
અમિતાભ બચ્ચનને લઈને ’દિવાર’ ડિરેક્ટ કરી પણ ત્યાં સુધી સારા ડિરેક્ટરમાં મીલનની નોંધ નહોતી
પણ ’ટૅક્સી નંબર ૯૨૧૧’ પછી ક્રીટીક્સ એમને સારા ડિરેક્ટર તરીકે ઓળખવા લાગ્યા. આ પછી
કૉમેડી પર હાથ જમાવવા ’હેટ્રીક’ ડિરેક્ટ કરી પણ ખાસ જામી નહીં. મીલન લુથરીયાનું એકતાના ગૃપમાં
એન્ટર થવું એમના માટે સૌથી વધુ ફાયદાકારક નીવડ્યું. ’વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ માટે
તો લગભગ બધા જ લોકોએ એમના ડિરેક્શનના વખાણ કર્યા અને એ પછીની ’ડર્ટી પિક્ચર’ પર તો
લોકો આફરીન થઈ ગયા. અચાનક જ મીલન લુથરીયા પાસેથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ. આ ફિલ્મ કરતી
વખતે એમણે ખાસ ધ્યાન રાખ્યું કે ૧૯૮૦નો સમયગાળો જ લાગવો જોઈએ. ફિલ્મના આર્ટ ડિરેક્શન
પાછળ ખૂબ જ મહેનત લીધી. ફિલ્મ લખાવતી વખતે પણ એ સમયગાળામાં ભાઈલોગને ફિલ્મના ડાયલૉગ
બોલવાનો શોખ હતો એટલે એ રીતે જ ડાયલોગ્ઝ પણ લખાવ્યા પણ સમય સાથે લોકોનો ટેસ્ટ બદલાયો
છે અને વાત જો વધુ ફિલ્મી થઈ જાય તો લોકો પસંદ નહીં કરે એ વાત ભાઈ ભૂલી ગયા!
ફિલ્મ માટે ઓછી
મહેનત નથી કરવામાં આવી એ તો ફિલ્મ જોઈને જ ખબર પડે છે. આ રીતે જ કલાકારોની પસંદગીમાં
પણ કોઈ કચાસ ન રહે એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ફિલ્મની જાહેરાત તો ઘણા
સમય પહેલા થઈ ચૂકી હતી એટલે તમને યાદ જ હશે કે ઇલેના ડી’કૃઝ,
કરીના કપૂર, કંગના રાણાવત, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ સુધીની હીરોઇન્સના નામ ચર્ચામાં
આવ્યા હતા પણ ’લૂટેરા’ પહેલા સોનાક્ષી સિંહા મોસ્ટ સેલેબલ હીરોઇન હતી માટે આખરે સોનાક્ષી
પર જ ધ્યાન કેન્દ્રીત થયું. અક્ષય કુમારને દાઉદના રોલ માટે અગાઉથી જ પસંદ કરવામાં આવ્યો
હતો પણ સાથેના હીરો માટે ઇમરાન ખાન નક્કી કરવામાં આવ્યો ત્યારે લોકોને માટે મોટું આશ્ચર્ય
હતું. એકતાએ ઇમરાનને પસંદ કરતા સાથે જ પ્રેસને કહ્યું કે "અસ્લમના રોલ માટે ઇમરાનથી
વધુ સારા એક્ટરની અમને આશા જ ન હતી. ઇમરાન રોલ માટે ફીટ છે એટલે જ નહી પણ લાખો ફેન
ઇમરાનની ફિલ્મને ફોલોવ કરે છે. બાલાજી પ્રોડક્શનની ટીમમાં અમે ઇમરાનને આવકારીએ છીએ".
ઇમરાન ઠીકઠાક કામ કરી ગયો છે. સોનાલી બેંન્દ્રેને વર્ષો પછી મોટા પડદે જોઈ. સોનાલીની
ઉમર દેખાય છે. જાણવા મળ્યું છે કે કુશ ડેબુ એટલે આ ફિલ્મનો ટેઇલર લાંબા રોલ માટે સાઇન
થયો હતો પણ માત્ર એક સીન પૂરતો જ દેખાડવામાં આવ્યો. ઓરિસ્સાનો પિતોબશ ત્રીપાઠી સપોર્ટીંગ
રોલમાં ખરેખર વખાણવા લાયક છે. પિતોબશે પોતાના કેરિયરની શરૂઆત ઓરીયા સીરીયલ્સથી કરી
હતી અને ફિલ્મમાં ’99’ ટાઇટલથી શરૂઆત કરી. આ પછી ’3 ઇડિયટ્સ’, ’આઇ
એમ કલામ’, ’મીર્ચ’, ’શોર
ઇન સીટી’, ’સંઘાઈ’ જેવી
ઘણી ક્લાસિક ફિલ્મ્સ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં એનું નામ પણ યુનિક છે ’ડેઢ ટાંગ’. ફિલ્મની
શરૂઆતમાં યુ.કે. ગર્લ શોફી ચૌધરીને એક નાના રોલ માટે લાવવામાં આવી છે. ફિલ્મમાં વખાણવા
લાયક એક્ટીંગ હોય તો ફિલ્મમાં ડી.એસ.પી. બનતા અભિમન્યુ સિંઘનો. અભિમન્યુ આ પહેલા પણ
’ગુલાલ’માં
એના એક્ટીંગ માટે મને ગમ્યો હતો. આ રીતે જ નાના પણ સારા રોલમાં મહેશ માંજરેકર પણ જોવો
ગમ્યો. બધાએ પોત પોતાની જગ્યા પર યોગ્ય યોગદાન આપ્યું છે પણ સ્ક્રીપ્ટ નબળી પડે છે...
પહેલા ભાગમાં
પણ લવ સ્ટોરી હતી પણ માત્ર લવ સ્ટોરી જ ફિલ્મની વાર્તા ન હતી. એ સમયે ચાલતી ગેંગ વોર,
દરિયા પરની દાણચોરી, મુંબઈની સ્થિતિ વગેરેને પૂરતો વજન આપવામાં આવ્યો હતો. લોકોને અન્ડરવર્લ્ડના
માણસોની વાતો સાંભળવી ગમે છે. પહેલા ભાગના અંતે દાઉદનો ઉદય દેખાડી જ દીધો હતો અને જો
દાઉદની ડોનગીરી પર જ ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફિલ્મ લોકોને વધુ ગમી શકત પણ સ્ક્રીપ્ટ
પર વિચાર કર્યા વગર જ જાણે કામ થયું હોય એવું લાગે છે. રાઇટર આખરે શું ઇચ્છે છે એ જ
નક્કી નથી થતું. દાઉદની તાકાત જ બતાવવી હોય તો એક સામાન્ય સ્ત્રીને લઈને શા માટે? ફિલ્મનો
અંત પણ આ રીતે જ વિચિત્ર કે જો સોનાક્ષીને મેળવવા પોતાના અંગત માણસ પર હુમલો કરી શકે
તો મારી કેમ ન શકે? પોતાના જ અંગત માણસને માત્ર શંકા પર આ પહેલા મારી જ ચૂક્યો હોય
છે. એક વાત તો સીધી રીતે જ દેખાય આવે છે કે જ્યારે સ્ટારડમ કામ કરતું હોય ત્યારે સ્ક્રીપ્ટમાં
ધાર્યા મુજબના ફેરફારો કરાવતા જ હોય છે. દાઉદ વિલન છે પણ દાઉદનો રોલ અક્ષય કરે છે એટલે
અક્ષયને વધુ મહત્વ આપવું જ પડે! છેલ્લે પણ અક્ષયના પાત્રને મહત્વ આપતા ખોટેખોટો એકાદ
ડાયલૉગ નાખવામાં આવે. પ્રિતમનું મ્યુઝિક સારુ જ હોય છે પણ આ ફિલ્મમાં એક પણ સુપર હીટ
સોંગ નથી. ’અમર અકબર એન્થોની’ના ’તૈયબ અલી પ્યાર કા દુશ્મન...’ને તોડી મરોડીને રજૂ કરવામાં
આવ્યું છે. વિદ્યા બાલનને ચહેરો દેખાડવા માત્ર જ આ ગીતમાં લાવવામાં આવી કે કદાચ થોડી
સીટીઓ પડી જાય!
ફિલ્મ માટે આટલી
જહેમત ઉઠાવવામાં આવી છે તો સ્ક્રીપ્ટ માટે કેમ નહીં ઉઠાવવામાં આવી હોય? મીલન લુથરીયા
ખૂબ સારા ડિરેક્ટર છે જ. આપણે આશા રાખીએ કે હવે આગળ ઉપર આવતી ફિલ્મ્સમાં તેઓ જાતે થોડી
મહેનત ઉઠાવશે અને ફરી સારી ફિલ્મ આપશે....
પેકઅપ:
’ચેન્નાઈ
ઍક્સ્પ્રેસ’ અને
’સત્યાગ્રહ’ વચ્ચેની
’વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દુબારા’ સેન્ડવીચ ફિલ્મ છે...
પણ...
વચ્ચે હોવા છતા મસાલો કાચો રહી ગયો....
આપડા અજય વગર ના જામે ..........
ReplyDelete